સુપરસ્ટાર જેવું જીવન જીવે છે KRK, ફ્લોપ હોવા છતા પણ આજે છે આટલા અધધધ કરોડની સંપત્તિના માલિક

બોલિવુડ

બોલિવૂડ અભિનેતા અને સ્વ-ઘોષિત ફિલ્મ ક્રિટિક્સ કમાલ રાશીદ ખાન એટલે કે KRK હંમેશા હેડલાઇન્સમાં રહે છે. ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચુકેલા કમાલ લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર છે, જોકે સોશિયલ મીડિયા પર તે ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. અવારનવાર બોલીવુડની સાથે જ દેશના અન્ય મુદ્દા પર તે પોતાની વાત રાખતા રહે છે.

કમાલ આર ખાન કોઈ પણ મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. ઘણી વખત તે બોલિવૂડ સ્ટાર્સની પ્રશંસા કરે છે તો ઘણા બોલિવૂડ સ્ટાર્સને નિશાન પણ બનાવે છે. સાથે જ તે ભારતીય રાજનીતિ પર પણ પોતાની નજર રાખે છે અને મોદી સરકાર પર વાર કરે છે. ક્યારેક તેને લોકોનો સાથ મળે છે તો કેટલીક વખત તેને લોકો ખૂબ ટ્રોલ પણ કરે છે.

જણાવી દઈએ કે સોશિયલ મીડિયાના આ જમાનામાં કમાલ રાશીદ ખાન ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. તેમનું કોઇપણ મુદ્દા પર કરેલું ટ્વીટ હેડલાઇન્સમાં આવે છે. તેમની સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ વિશે દરેક વ્યક્તિ જાણે છે, ચાલો આજે તમને કમાલ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપીએ.

કમાલ રાશીદ ખાન 46 વર્ષના છે અને તેનો જન્મ 1 જાન્યુઆરી 1975 ના રોજ ઉત્તર પ્રદેશના દેવબંદમાં થયો હતો. તે એક અભિનેતા હોવાની સાથે જ નિર્માતા અને લેખક પણ છે. સાથે જ તે ટીવીના પ્રખ્યાત અને વિવાદિત રિયાલિટી શો બિગ બોસનો ભાગ પણ રહી ચુક્યા છે. કેટલીક હિન્દી ફિલ્મોમાં કામ કરી ચુકેલા કમલ વર્ષ 2009 માં બિગ બોસમાં જોવા મળ્યા હતા.

હિન્દી સિનેમામાં કેઆરકે નો સિક્કો ચાલી શક્યો નહિં. તે ફ્લોપ અભિનેતાઓના લિસ્ટમાં શામેલ થઈ ગયા, જોકે છતા પણ આજે તે એક સુંદર જીવન જીવે છે અને કરોડો રૂપિયાની સંપત્તિના માલિક પણ છે. સાથે જ તે એક વર્ષમાં કરોડો રૂપિયાની કમાણી પણ કરી લે છે. ચાલો તેની સંપત્તિ પર એક નજર કરીએ.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો KRK ની નેટ વર્થ આશરે 6 મિલિયન ડોલર આસપાસ જણાવવામાં આવી છે. જોકે તે લગભગ 40 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિના માલિક છે. સાથે જ સમાચારોનું માનીએ તો કેઆરકે વર્ષભરમાં 2 થી 5 કરોડ રૂપિયાની કમાણી કરી લે છે. તેની કમાણીનું માધ્યમ યુ ટ્યુબ, પેઇડ પ્રમોશન અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ વગેરે છે.

‘જન્નત’ના માલિક છે કમાલ: નોંધપાત્ર છે કે કમાલ ભારતમાં નથી રહેતા. પરંતુ તે દુબઈમાં રહે છે અને અહીં તેમણે પોતાનું એક સુંદર ઘર બનાવ્યું છે. કમાલે પોતાના ઘરને ‘જન્નત’ નામ આપ્યું છે.

તેમનું ઘર ખૂબ જ સુંદર છે. અભિનેતાએ પોતાના લક્ઝરી ઘરની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. માહિતી મુજબ ‘જન્નત’ ઉપરાંત KRK પાસે મુંબઈમાં એક 21,000 ચોરસ ફૂટનું એપાર્ટમેન્ટ પણ છે.

કમાલ પાસે લક્ઝરી અને મોંઘી કાર પણ છે. જણાવવામાં આવે છે કે તે BMW 5 સિરીઝ, ટોયોટા લેન્ડ ક્રુઝર જેવી લક્ઝરી કારના માલિક છે. ઘણા મીડિયા રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવે છે કે કમલ કપડાંનો બિઝનેસ કરીને પણ મોટી કમાણી કરે છે. માહિતી મુજબ કમાલનો ગલ્ફ દેશોમાં કપડાં સંબંધિત બિઝનેસ છે.