દેશ-વિદેશમાં લક્ઝુરિયસ ઘરના માલિક છે કૃષ્ણા અભિષેક, તેમનું અમેરિકા વાળું ઘર છે એટલું સુંદર કે જોતા જ રહી જશો

બોલિવુડ

કૃષ્ણા અભિષેક કોમેડીની દુનિયામાં સૌથી લોકપ્રિય સ્ટાર્સમાંથી એક છે. તે પ્રખ્યાત ફિલ્મ અભિનેતા ગોવિંદાના ભણેજ છે. બિલકુલ પોતાના મામાના પગલા પર કૃષ્ણા અભિષેક ચાલ્યા છે. કોમેડી ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવવાની ઈચ્છા પણ તેના દિલમાં હતી. જોકે બોલિવૂડમાં ગોવિંદા જેટલો નસીબદાર હતો, તેટલો કૃષ્ણા અભિષેક ન રહ્યો. કૃષ્ણાને લાંબા સમય સુધી ગોવિંદના ભાણેજ તરીકે જ ઓળખવામાં આવ્યા, પરંતુ ગોવિંદાના નામની બહાર નીકળીને હવે કૃષ્ણા અભિષેક પોતાના ટેલેંટ પર પોતાની એક ખસ ઓળખ બનાવી ચુક્યા છે. આજે તેની ગણતરી ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રખ્યાત અને સૌથી વધુ ફી લેનારા કોમેડી કલાકારોમાં થાય છે.

કપિલ શર્મા સાથે કૃષ્ણા અભિષેક તેના કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’માં જોવા મળી રહ્યો છે. અહીં કૃષ્ણા એક બ્યુટિશિયન સપનાની ભૂમિકા નિભવતા જોવા મળી રહ્યો છે. સૌથી મોટી વાત એ છે કે કૃષ્ણાનો સાથ કપિલ શર્માને શું મળ્યો કે તેનો શો ફરી એકવાર ઉંચાઈઓને સ્પર્શી રહ્યો છે. સુનીલ ગ્રોવરની કમી કૃષ્ણાએ પૂરી કરી છે.

આટલું લક્ઝરી ઘર: મુંબઈના અંધેરી વેસ્ટમાં ઓબરોય સ્પ્રિંગ્સ ના નામથી એક પોશ રેઝિડેંશિયલ કોમ્પ્લેક્સ આવેલું છે, જેમાં કૃષ્ણા અભિષેક પણ તેની પત્ની કાશ્મીરા શાહ અને બે પુત્રો સાથે રહે છે. ઓબરોય સ્પ્રિંગ્સને બોલિવૂડ હબ તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સમાં 16 થી પણ વધુ બોલીવુડ અને ટીવી ઈંડસ્ટ્રીના કલાકારોનું ઘર છે. આટલું જ નહીં કૃષ્ણા અભિષેક અને કશ્મીરા શાહનો એક લક્ઝરી બંગલો અમેરિકાના લોસ એન્જલસમાં પણ છે.

લોસ એન્જલસ સાથે પ્રેમ: જોવામાં આવે તો કેલિફોર્નિયાના લોસ એન્જલસ સાથે કૃષ્ણા અને કાશ્મીરાને કંઈક વધુ જ પ્રેમ છે. એટલા માટે તો રજાઓ પસાર કરવા માટે બંને અહિં ઘણી વખત જોવા મળે છે. અવારનવાર રજાઓ પસાર કરવા માટે લોસ એન્જલસ જવા દરમિયાન છેવટે 2017માં કૃષ્ણાએ અહીં એક લક્ઝરી બંગલો ખરીદ્યો હતો. વેસ્ટ હોલીવુડમાં તેમનો આ બંગલો આવેલો છે, જેની કિંમત લગભગ 35 કરોડ રૂપિયા છે.

જુડવા પુત્રોના માતા-પિતા: કૃષ્ણા અને કાશ્મીરાએ 2017માં જ્યારે કેલિફોર્નિયામાં એક લક્ઝરી બંગલો ખરીદ્યો હતો, ત્યારે એક અન્ય ખુશી તેમના જીવનમાં આવી હતી. કાશ્મીરા અને કૃષ્ણા સરોગસી દ્વારા જુડવા બાળકોના માતા-પિતા બન્યા હતા. જો કે કૃષ્ણાએ કેલિફોર્નિયામાં પોતાનો સુંદર બંગલો છુપાવીને રાખ્યો હતો, પરંતુ કૃષ્ણાની બહેન આરતી સિંહે તેના સીક્રેટને સોશિયલ મીડિયા પર મૂકીને લીક કરી દીધું હતું.

પોસ્ટ કરી હતી તસવીરો: આરતી સિંહ તેની ભાભી પાસે કેલિફોર્નિયા ગઈ હતી રજાઓ પસાર કરવા માટે. ત્યાંના ઘરની કેટલીક તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. દરેક સાથે પોતાની ખુશી શેર કરતા આરતીએ લખ્યું હતું કે છેવટે પોતાના ભાઈ અને ભાભીના વેસ્ટ હોલિવુડ વાળા બંગલા પર હું પહોંચી ગઈ છું. સુપર પ્રાઉડ.