“સાથ નિભાના સાથિયા” શોની કોકિલા મોદીના પતિ રહી ચુક્યા છે બોલીવુડના એક જાણીતા અભિનેતા, જાણો તેમનું નામ

Uncategorized

ટીવી પર એવા ઘણા શો પ્રસારિત કરવામાં આવે છે જે ઘણા લાંબા સમય સુધી દર્શકોની વચ્ચે ખૂબ લોકપ્રિય રહે છે અને તે શોમાંનો એક છે સાથ નિભાના સાથિયા છે જે સ્ટાર પ્લસ પર પ્રસારિત કરવામાં આવે છે. થોડા સમય પહેલા આ શો બંધ થઈ ગયો હતો, પરંતુ આ શોનો વીડિયો જેમાં કોકિલા મોદી રાશિ પર ગુસ્સે થતા જોવા મળી હતી અને શોની આ ક્લિપ સોશિયલ મીડિયા પર “રસોડે મેં કોન થા” તરીકે ખૂબ લોકપ્રિય થઈ હતી અને આ વીડિયો ક્લિપ વાયરલ થતાંની સાથે જ શોના પાત્ર પણ પ્રખ્યાત થયા અને આ શો ફરી એક વાર ટીવી પર ટેલીકાસ્ટ કરવામાં આવ્યો છે અને હવે ફરીથી આ શો સાથે દર્શકો જોડાઈ ગયા છે અને શો ખૂબ પ્રખ્યાત થઈ રહ્યો છે.

જણાવી દઈએ કે આ શોમાં ગોપી વહૂ પછી જો કોઈ પાત્ર પ્રખ્યાત હોય તો તે છે રાશિ અને કોકિલા મોદીનું પાત્ર. અને આ શોમાં કોકિલા મોદી જેનું પાત્ર રૂપલ પટેલે ખૂબ સુંદર રીતે નિભાવ્યું હતું અને તે એક કડક સાસુ તરીકે જોવા મળી હતી. અને ચાહકોને રૂપલ પટેલની તે સ્ટાઈલ ખૂબ પસંદ આવી હતી અને આજે અમે તમને અભિનેત્રી રૂપાલ પટેલની પર્સનલ લાઈફ વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવીશું, તો ચાલો જાણીએ તેમની લાઈફ સાથે જોડાયેલી કેટલીક વિશેષ વાતો.

રૂપલ પટેલ ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે અને તેમણે ટીવીની સાથે સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે, અને રૂપલ પોતાનું એક થિએટર ગ્રુપ પણ ચલાવે છે. અને વાત કરીએ તેના પતિની તો રૂપલે ટીવી ઈંડસ્ટ્રીના જાણીતા અભિનેતા રાધા કૃષ્ણ દત્ત સાથે લગ્ન કર્યા છે, જે પોતે ટીવી ઈંડસ્ટ્રીના ખૂબ જ પ્રખ્યાત અભિનેતા રહી ચૂક્યા છે અને તેમને સૌથી વધુ લોકપ્રિયતા મળી હતી રામાનંદ સાગરના શો શ્રી કૃષ્ણથી જેમાં તેમણે ભગવાન કૃષ્ણની ભૂમિકા નિભાવી હતી અને ઘર ઘરમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

જણાવી દઈએ કે રૂપલના પતિ રાધા કૃષ્ણ દત્તે ટીવીના ઘણા આધ્યાત્મિક શોમાં કામ કર્યું છે અને શ્રી કૃષ્ણ શો થી પ્રખ્યાત થયા પછી તે ટીવીના સૌથી લોકપ્રિય શો દેવો કે દેવ મહાદેવમાં બ્રહ્માની ભૂમિકામાં પણ જોવા મળ્યા હતા.

તો ટીવીની સાથે રાધા કૃષ્ણ દત્તે ઘણી બોલીવુડ ફિલ્મ અપહરણ અને ચક્રવ્યુહ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે અને ખૂબ જ પ્રખ્યાત થયા છે. અને રૂપલ પટેલ પણ ટીવીની ખૂબ જ ચર્ચિત અભિનેત્રી છે અને સાથ નિભાના સાથિયા શો સાથે તેણે ખૂબ લોકપ્રિયતા મેળવી હતી અને આ પછી ટીવીનો પ્રખ્યાત શો ‘યે રિશ્તે હૈ પ્યાર કે’ માં પણ રૂપલે મીનાક્ષી રાજવંશનું પાત્ર ખૂબ જ સારી રીતે નિભાવ્યું છે અને દર્શકોની વચ્ચે ખૂબ જ પ્રખ્યાત બની છે.

જણાવી દઈએ કે રૂપલ પટેલનો જન્મ વર્ષ 1975 માં મુંબઇમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો અને નાનપણથી જ તેમને એક્ટિંગનો ખૂબ જ શોખ હતો અને અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેણે દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાથી એક્ટિંગની ટ્રેનિંગ લીધી હતી અને તેની એક્ટિંગ કારકીર્દિની શરૂઆત કરી હતી અને આજે તે ટીવીની દુનિયાનો જાણીતો ચહેરો બની ગઈ છે.

જણાવી દઈએ ટીવી શો ઉપરાંત રૂપલે મહક, અંતરનાદ, સૂરજ કા સાતવાં ઘોડા, મમ્મો, જાગો અને પેહચન: ધ ફેસ ઓફ ટ્રુથ જેવી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જણાવી દઈએ રૂપાલ પટેલ રિયલ લાઇફમં ખૂબ જ મોર્ડન અને સ્ટાઇલિશ છે. અને ઘણીવાર તેની સુંદર તસવીર ચાહકો સાથે શેર કરે છે.

Leave a Reply

Your email address will not be published.