કોકિલાબેન અંબાણી પૌત્ર અનંત ની સગાઈમાં ગણેશ પૂજા પર ધીરૂભાઈ અંબાણીને યાદ કરીને થઈ ગયા હતા ઈમોશનલ, જુવો તેમનો આ વીડિયો

વિશેષ

બિઝનેસમેન અનંત અંબાણી અને તેમની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટની સગાઈની તસવીરો અને વીડિયો હજુ પણ ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ફંક્શનમાં, અંબાણી પરિવારના વડા, કોકિલાબેન અંબાણીએ પોતાના નાના પૌત્ર અનંત અંબાણી અને તેમની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટની ગણેશ પૂજા દરમિયાન હૃદયસ્પર્શી ભાષણ આપ્યું હતું. બિન્દાસ દાદી ભાવુક થઈ ગયા હતા કારણ કે તેમણે પોતાનું દિલ ખોલીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેણે પોતાના સ્વર્ગસ્થ પતિ ધીરુભાઈ અંબાણીને પણ યાદ કર્યા, જેમને પરિવારના દરેક લોકો ‘મોટા પાપા’ કહે છે.

કોકિલાબેન અંબાણીએ અનંતની સગાઈમાં વ્યક્ત કરી પોતાની ખુશી: 19 જાન્યુઆરી 2023ના રોજ, અંબાણી પરિવારે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી માટે ગણેશ પૂજાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન કપલને દરેક વ્યક્તિ તરફથી ખૂબ પ્રેમ મળ્યો, ખાસ કરીને દાદી કોકિલાબેન અંબાણીએ બંનેને દિલ ખોલીને આશીર્વાદ આપ્યા. ગણેશ પૂજા પછી પરિવાર દ્વારા સગાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઉત્સવની શરૂઆત કરવા માટેકોકિલાબેન અંબાણીએ હૃદય સ્પર્શી ભાષણ આપ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by BollywoodShaadis.com (@bollywoodshaadis) 

એક વીડિયોમાં ઈશા અંબાણી સ્ટેજ પર તેને ‘કુકુ મામા’ ઉર્ફ કોકિલાબેન અંબાણી કહેતા જોવા મળી હતી. કોકિલાબેન અંબાણી તેમના દિવંગત પતિ અને દિગ્ગજ બિઝનેસમેન ધીરુભાઈ અંબાણીને યાદ કરીને ઈમોશનલ થઈ ગયા હતા. તેમણે ગુજરાતીમાં શેર કર્યું કે તે પોતાના સૌથી નાના પૌત્ર અનંતના લગ્ન જોઈને સૌથી વધુ ખુશ થશે. તેમણે કહ્યું કે તેઓ (ધીરુભાઈ) તેમને ઉપરથી આશીર્વાદ આપશે.

કોકિલાબેન અંબાણીએ તેમની પૌત્રી ઈશા અંબાણી અને પુત્રવધૂ શ્લોકા મેહતા અને રાધિકા મર્ચન્ટની પ્રસંશા કરીને પોતાનું ભાષણ સમાપ્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “હું ખૂબ ભાગ્યશાળી છું, મારી પાસે શ્લોકા છે, મારી પાસે રાધિકા છે, મારી પાસે ઈશા છે. હું ખૂબ જ ભાગ્યશાળી છું. ભગવાન તમને આશીર્વાદ આપે.” અનંત અંબાણીની સગાઈમાં, અંબાણી મહિલાઓએ તેમનાએથંક ડ્રેસથી લગાવ્યો હતો રોયલ્ટીનો તડકો.

સગાઈની પાર્ટીમાં રાધિકા મર્ચન્ટનો ગોલ્ડન લહેંગો: ડિઝાઇનર જોડી અબુ જાની અને સંદીપ ખોસલાના ગોલ્ડન લહેંગામાં રાધિકા મર્ચન્ટ હંમેશની જેમ ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેમણે ડોલી જૈનનો ક્લાસિક ડ્રેપ પસંદ કર્યો હતો જેણે તેના લહેંગા, સ્કર્ટ, ચોલી અને દુપટ્ટાને યોગ્ય લાઈમલાઈટ આપી હતી. તેના લુકને ડાયમંડ નેકપીસ, મેચિંગ એરિંગ્સ અને માંગ ટીક્કા સાથે કમ્પ્લીટ કરવામાં આવ્યો હતો.