તબિયત બગડ્યા પછી પણ ગાતા રહ્યા KK, સાથીઓને વારંવાર કહી રહ્યા આ વાત, જાણો કેવી હતી સિંગરની છેલ્લી પળ

બોલિવુડ

સંગીત જગતમાંથી ફરી એક વખત ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મંગળવારે રાત્રે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં લોકપ્રિય સિંગર કેકે (કૃષ્ણકુમાર કુન્નથ)નું નિધન થઈ ગયું. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ સિંગર બચી ન શક્યા.

કેકેના નિધનના સમાચાર સામે આવતા જ સંગીત જગત અને સિનેમા જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું. મંગળવારે રાત્રે કેકેના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા. સોશિયલ મીડિયા પર જેમને પણ તેમના મૃત્યુના સમાચાર મળ્યા તે ચોંકી ગયા. માત્ર 53 વર્ષની ઉંમરમાં જ કેક આપણને છોડીને ચાલ્યા ગયા.

જણાવી દઈએ કે કેકે મંગળવારે રાત્રે કોલકાતામાં હતા. તે કોલકાતામાં પોતાના શો માટે આવ્યા હતા. કોલકાતાના ગુરુદાસ કોલેજના ફેસ્ટમાં તેણે પોતાના અદ્ભુત ગીતો રજૂ કર્યા. જોકે કોણ જાણતું હતું કે આ કોન્સર્ટ કેકેનો છેલ્લો કોન્સર્ટ હશે. કોન્સર્ટ દરમિયાન જ તેમની તબિયત બગડવા લાગી હતી.

હાર્ટ એટેક આવતા પહેલા, કેકેને તબિયત બગડવાના સંકેત મળવા લાગ્યા હતા. કોન્સર્ટ દરમિયાન જ તેમની તબિયત બગડવા લાગી હતી. તે પોતાના સાથીદારોને વારંવાર તેનો ઉલ્લેખ કરી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન તેણે મેકર્સને સ્પોટલાઈટ પણ બંધ કરવા કહ્યું હતું.

તબિયત ખરાબ હોવાને કારણે કેકે રાત્રે 8:30 વાગ્યે જ લાઈવ કોન્સર્ટ પૂરો કરીને હોટલ પરત ફર્યા હતા. જોકે તેમને આરામ મળી રહ્યો ન હતો. હોટલમાં તેમને હાર્ટ એટેક આવ્યો. તેઓ નીચે પડી ગયા. ત્યાર પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જોકે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. કેકેને કલકત્તા મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CMRI) ના ડૉક્ટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

કેકેના નિધનના સમાચાર મળતા જ મંત્રી અરૂપ વિશ્વાસ હોસ્પિટલ પહોંચ્યા હતા: કેકેના નિધનના સમાચાર સામે આવતા જ પશ્ચિમ બંગાળના મંત્રી અરૂપ વિશ્વાસ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન અરૂપ વિશ્વાસે મીડિયા સાથે પણ વાતચીત કરી હતી. માહિતી આપતા તેણે કહ્યું કે, “હું ઓફિસથી ઘરે આવી રહ્યો હતો, ત્યારે મને ફોન આવ્યો કે સિંગર કેકેનું નિધન થયું છે. હું અત્યારે તેના પરિવાર સાથે વાત કરી રહ્યો છું, તે મુંબઈથી કોલકાતા આવી રહ્યા છે.”

કેકેના ચેહરા પર મળ્યા ઈજાના નિશાન, પોલિસ એ નોંધ્યો કેસ: પહેલા તો કેકેનું નિધન હાર્ટ એટેકને કારણે સામાન્ય હોવાનું જણાવવામાં આવ્યું હતું, જો કે, તપાસ દરમિયાન સિંગરના ચહેરા અને માથા પર ઈજાના નિશાન મળી આવ્યા છે. આવી સ્થિતિમાં હવે બાબત શંકાસ્પદ બની ગઈ છે. કોલકાતા પોલીસે હવે આ વિશે અસામાન્ય મૃત્યુનો કેસ નોંધ્યો છે.