બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત સિંગર કેકે હવે આ દુનિયામાં નથી રહ્યા. તેમણે 53 વર્ષની ઉંમરમાં આ દુનિયાને અલવિદા કહી દીધું. જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના કોલકાતામાં કેકે લાઈવ કોન્સર્ટમાં શામેલ થયા ત્યાર પછી તેમની અચાનક તબિયત ખરાબ થઈ અને પછી થોડા સમય પછી તેનું નિધન થઈ ગયું. રિપોર્ટનું માનીએ તો મ્યૂઝિક ઈવેન્ટ પછી કેકે અચાનક પડી ગયા હતા, ત્યાર પછી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ થોડા સમય પછી તેમનું નિધન થઈ ગયું. કેકેના નિધનથી દરેક શોકમાં છે.
જણાવી દઈએ કે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ તેમના નિધનથી શોકની લહેર છે. નોંધપાત્ર છે કે કેકે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના મોટા સિંગરોમાંથી એક હતા. સાથે જ તેની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત હતી. નામ કમાવવાની સાથે સાથે કેકે એ અઢળક સંપત્તિ પણ કમાઈ હતી. ચાલો જાણીએ કેકે કેટલા કરોડની સંપત્તિ છિડીને ચાલ્યા ગયા છે.
53 વર્ષની ઉંમરમાં કેકે એ કમાઈ હતી આટલી સંપત્તિ: 53 વર્ષની ઉંમરે દુનિયા છોડીને જનારા કેકેએ પોતાની કારકિર્દીની શરૂઆત મ્યુઝિક આલ્બમ ‘પલ’થી કરી હતી. પરંતુ સાચી ઓળખ સલમાન ખાન અને એશ્વર્યાની ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’થી મળી. ત્યાર પછી તેણે તેલુગુ, તમિલ, કન્નડ, મરાઠી, મલયાલમ, બંગાળી અને ગુજરાતી જેવી ઘણી ભાષાઓમાં પોતાના અવાજનો જાદુ ફેલાવ્યો અને તેણે તમામ પ્રકારના ગીતો ગાયા. આટલું જ નહીં પરંતુ કેકે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સૌથી મોંઘા સિંગર્સમાંથી એક હતા.
રિપોર્ટનું માનીએ તો તે પોતાના એક ગીત માટે 5 થી 6 લાખ રૂપિયા ચાર્જ કરતા હતા. આ ઉપરાંત જ્યારે તે કોઈ કોન્સર્ટના ભાગ બનતા હતા ત્યારે એક લાઈવ કોન્સર્ટ માટે 10 થી 15 લાખ રૂપિયા ફી તરીકે લેતા હતા.
જણાવી દઈએ કે કેકે એ તેમની આખી કારકિર્દીમાં 2500 ગીતો ગાયા છે જે હંમેશા તેમને આ દુનિયામાં જીવંત રાખશે. જણાવી દઈએ કે કેકે લગભગ 50 થી 60 કરોડની સંપત્તિના માલિક હતા, તેમની પાસે ઘણી લક્ઝરી કાર છે જેની કિંમત કરોડોમાં હોવાનું કહેવાય છે. જણાવી દઈએ કે તાજેતરમાં કેકેએ ઓડી કાર ખરીદી હતી.
કેકે એ બાળપણની મિત્ર સાથે કર્યા હતા લગ્ન: સાથે જ કેકેની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો તેણે તેની બાળપણની મિત્ર જ્યોતિ કૃષ્ણા સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે બંનેના લગ્ન વર્ષ 1991માં થયા હતા. ત્યાર પછી તેમના ઘરે 2 બાળકોનો જન્મ થયો જેમાં એક પુત્ર અને એક પુત્રી છે, તેમના પુત્રનું નામ કુન્નથ નકુલ છે જ્યારે પુત્રીનું નામ કુન્નથ તમારા છે.
જણાવી દઈએ કે કેકેએ પોતાનું સ્કૂલિંગ દિલ્હીની માઉન્ટ સેન્ટ મેરી સ્કૂલમાંથી પૂરું કર્યું હતું, સાથે જ ગ્રેજ્યુએશન કિરોડીમલ કોલેજ દિલ્હી યુનિવર્સિટીમાંથી પૂરું કર્યું હતું. ફિલ્મોમાં ગીત ગાતા પહેલા, કેકે માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે પણ નોકરી કરતા હતા પરંતુ પછી તેઓ બોલિવૂડ તરફ વળ્યા અને અહીં મોટું સ્ટારડમ મેળવવામાં સફળ રહ્યા.
જણાવી દઈએ કે કેકેના નિધનથી દરેક લોકો શોકમાં છે, સાથે જ બોલિવૂડ સેલેબ્સ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. સાથે જ હોસ્પિટલના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, “કેકેને રાત્રે 10 વાગ્યાની આસપાસ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તે કમનસીબી છે કે અમે તેમની સારવાર કરી શક્યા નથી. કેકે 53 વર્ષના હતા. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રો છે. કેકે એ હિન્દીમાં 200 થી વધુ ગીત ગાયા છે.”