ઘનશ્યામ નાયકની જગ્યા એ કિરણ ભટ્ટ નિભાવવા જઈ રહ્યા છે નટ્ટૂ કાકાનું પાત્ર, જાણો તેના વિશે કેટલીક ખાસ વાત

મનોરંજન

ટીવી પર પ્રસારિત થતી ખૂબ જ લોકપ્રિય કોમેડી સિરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા આજે ઘર-ઘરમાં લાખો દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે, અને આ જ કારણસર સિરિયલની સાથે સાથે સિરિયલમાં જોવા મળતા તમામ પાત્રો અને તેને નિભાવનાર તમામ સ્ટાર પણ દર્શકોના દિલમાં પોતાની એક અલગ ઓળખ બનાવી ચુક્યા છે. આવી સ્થિતિમાં આજની આ પોસ્ટમાં, અમે સિરિયલનું એક ખૂબ જ મહત્વપૂર્ણ પાત્ર નિભાવતા જોવા મળેલા અભિનેતા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે આજે ભલે આપણી વચ્ચે ન હોય, પરંતુ તેના દ્વારા નિભાવેલું પાત્ર અને તેની શ્રેષ્ઠ એક્ટિંગને દર્શકો દ્વારા આજે પણ યાદ કરવામાં આવે છે.

તારક મેહતા શોના આ અભિનેતા કોઈ અન્ય નહીં પરંતુ, ઘનશ્યામ નાયક છે, જે સિરિયલમાં નટ્ટુ કાકાનું પાત્ર નિભાવતા જોવા મળ્યા હતા, પરંતુ કેન્સરની બીમારીને કારણે ગયા વર્ષ 3 ઓક્ટોબર 2021ના રોજ આ અભિનેતા હંમેશા માટે દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા. ઘનશ્યામ નાયક વિશે વાત કરીએ તો સૌથી પહેલી વખત તેમને વર્ષ 2020 માં કેન્સર હોવાની જાણ થઈ હતી અને તે દરમિયાન અભિનેતાના ગળામાંથી લગભગ 8 ગાંઠો કાઢવામાં આવી હતી.

આવી સ્થિતિમાં, હવે શોના મેકર્સે નટ્ટુ કાકાના પાત્ર માટે એક નવા અભિનેતાની પસંદગી કરી છે, અને આ વાતની માહિતી આપવા માટે અસિત મોદીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે તે તેમાં એક ખાસ કામ કરવા આવ્યા છે. ત્યાર પછી તેમણે વીડિયોમાં કહ્યું છે કે જ્યારે પણ ગડા ઈલેક્ટ્રોનિક્સની વાત આવે છે ત્યારે સૌથી પહેલા નટ્ટુ કાકા ધ્યાનમાં આવે છે. જોકે, હવે ઘનશ્યામ નાયક આપણી વચ્ચે નથી. પરંતુ બેશક તે જ્યાં પણ હશે, ગડા ઈલેક્ટ્રોનિક્સની કોમેડી જોઈને હસતા લોટપોટ થઈ જશે.

ત્યાર પછી તેમણે જણાવ્યું કે નટ્ટુ કાકાએ હવે નવા નટ્ટુ કાકાને મોકલ્યા છે, અને ત્યાર પછી તેમણે નટ્ટુ કાકાનું પાત્ર નિભાવનાર નવા અભિનેતા કિરણ ભટ્ટને રજૂ કર્યા. ત્યાર પછી અમે કહ્યું કે એક કલાકાર હંમેશા દર્શકોનો પ્રેમ ઇચ્છે છે અને તેના માટે તે હંમેશા દર્શકોના ઋણી રહે છે. આગળ તેમણે કહ્યું કે તેને આ વાતનો વિશ્વાસ છે કે દર્શકો આ પ્રકારનો પ્રેમ વરસાવતા રહેશે.

ત્યાર પછી, તેમણે વિનંતી કરી કે નવા નટુ કાકાને પણ દરેક પ્રેમ આપો. આગળ તેમણે કહ્યું કે તેમને આશા છે કે નવા નટુ કાકા દરેકની આશાઓ પર ખરા સાબિત થશે. છેલ્લે આસિત મોદીએ કહ્યું કે – કલાકારો બદલાતા રહેશે અને કોઈ પણ હંમેશા આપણી વચ્ચે નહિં રહે. કોઈને કોઈ સફર છોડતા અને સફર સાથે જોડાતા રહેશે પરંતુ પાત્ર નહિં બદલાય અને શો ચાલતો રહેશે.

આસિત મોદીએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે તે નટુ કાકાના પાત્રને ફરીથી શોમાં શામેલ કરવા ઈચ્છતા હતા અને આ કારણથી તેમણે છેલ્લા કેટલાક મહિનાઓથી ઓડિશન લેવાનું શરૂ કર્યું. અને ઓડિશન પછી તેને ગુજરાતના પ્રખ્યાત અભિનેતા, નિર્માતા અને નિર્દેશક કિરણ ભટ્ટ મળ્યા, જેમણે નટ્ટુ કાકા તરીકે રજૂ કરવાનું નક્કી કર્યું. જો કે ઘનશ્યામ નાયકનું પાત્ર ક્યારેય રિપ્લેસ નહિં કરી શકાય, પરંતુ તેમને વિશ્વાસ છે કે કિરણ ભટ્ટ પાત્ર સાથે ન્યાય કરશે.