રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન પછી ટૂંક સમયમાં આલિયા તેના પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે. હા, તમે સાચું સાંભળ્યું રણબીર કૂપર અને આલિયા ભટ્ટ માતા-પિતા બનવા જઈ રહ્યા છે. આ ખુશખબર આલિયા ભટ્ટે પોતે સોશિયલ મીડિયા પર આપ્યા છે. આલિયાએ પોતાના માતા બનવાના સમાચાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપ્યા છે. આલિયાએ બે તસવીર શેર કરીને પોતાની પ્રેગ્નન્સીની માહિતી દરેકને આપી છે. પોતાની પોસ્ટમાં આલિયા ભટ્ટે કેપ્શન લખ્યું છે – અમારું બાળક… જલ્દી આવી રહ્યું છે….
આલિયાની સ્પેશિયલ પોસ્ટ: આલિયાએ ગુડ ન્યૂઝ સાથે બે તસવીરો પોસ્ટ કરી છે. પહેલી તસવીરમાં, આલિયા હોસ્પિટલના બેડ પર ખુશ જોવા મળી રહી છે અને તેની બાજુમાં તેના પતિ રણબીર કપૂર બેઠા છે. અલ્ટ્રાસોનોગ્રાફી થઈ રહી છે અને કોમ્પ્યુટર સ્ક્રીન પર તેની ઈમેજ પર હાર્ટ ઈમોજી લગાવવામાં આવ્યું છે. બીજી તસવીર સિંહ કપલની અને તેના બાળકની છે.
અભિનંદન ની લાઈન લાગી: આલિયાની આ પોસ્ટ પછી આલિયા અને રણબીર માટે અભિનંદનની લાઈન લાગી ગઈ છે. આલિયાની માતા સોની રાઝદાને લખ્યું- અભિનંદન મમ્મા અને પાપા સિંહ. રણબીરની બહેન રિદ્ધિમાએ લખ્યું છે કે મારા બેબીઝનું બેબી થવાનું છે. આલિયાને પોતાની પુત્રી માનતા કરણ જોહરે પણ અપાર ખુશી વ્યક્ત કરી છે. રણબીરની માતા નીતુ કપૂરની પોસ્ટ અને કમેન્ટની પણ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
લગ્નના 3 મહિનામાં જ પ્રેગ્નેંટ થઈ આલિયા: તમને જણાવી દઈએ કે આલિયા અને રણબીરના લગ્નને હજુ ત્રણ મહિના પણ પૂરા થયા નથી અને તેઓ બેથી ત્રણ થવાના છે. નોંધપાત્ર છે કે આ વર્ષે 14 એપ્રિલના રોજ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. ચાહકો આ સારા સમાચાર પર વિશ્વાસ કરી શક્યા નહીં કારણ કે તેઓએ આટલા જલ્દી આ સારા સમાચારની કલ્પના પણ કરી ન હતી. આ ખુશખબરથી તેના ચાહકો ખૂબ જ ખુશ છે અને તેને દિલથી અભિનંદન આપી રહ્યા છે.
સમાચાર છે કે પ્રેગ્નેન્સી પ્લાન કરતી વખતે જ આલિયાએ પોતાની બધી આવનારી બોલિવૂડ ફિલ્મોનું શેડ્યૂલ પૂરું કરી લીધું છે. આલિયા પોતાનો હોલિવૂડ ડેબ્યૂ પ્રોજેક્ટ પણ થોડા દિવસોમાં પૂરો કરશે, ત્યાર પછી તે પ્રેગ્નન્સી દરમિયાન કામમાંથી બ્રેક લેશે.