વેલેન્ટાઈન વીકમાં બોલિવૂડની ખાસ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હંમેશા માટે એકબીજાના બની ગયા છે. 7 ફેબ્રુઆરીએ આ કપલે જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લીધા હતા. લગ્ન પછી બંનેએ જેવી પોતાની પહેલી તસવીર શેર કરી સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. બ્રાઈડલ લુકમાં કિયારાની સુંદરતા પર દરેકની નજર ટકી રહી ગઈ. લહેંગાની સાથે જ કિયારાની જ્વેલરી પણ આકર્ષણનું કેન્દ્ર છે. નેકલેસ, માંગટીકાથી લઈને હથફુલ સુધી બધુ ખાસ છે.
કિયારાના આ ખૂબ ખાસ લુક પાછળ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાનો હાથ છે. મનિષે માત્ર કિયારા અને સિદ્ધાર્થના વેડિંગ આઉટફિટ જ ડિઝાઇન નથી કર્યા, પરંતુ જ્વેલરી પણ તેમના કલેક્શનમાંથી છે. ખાસ વાત એ છે કે મનીષે તેના બ્રાઈડલ જ્વેલરી કલેક્શનના લોન્ચ પહેલા જ કિયારાના લગ્નમાં તેની ઝલક બતાવી છે.
સ્વારોવસ્કી ક્રિસ્ટલ અને હેન્ડકટ: જેસલમેરમાં લગ્ન માટે સૌથી પહેલા કિયારા સાથે મનીષ મલ્હોત્રા સૌથી પહેલા પહોંચ્યા હતા. દરેકને લાગી રહ્યું હતું કે મનીષ કિયારા સાથે તેના બ્રાઇડલ આઉટફિટ માટે આવ્યા છે. પરંતુ મનીષે માત્ર બ્રાઈડ-ગ્રુમ માટે આઉટફિટ જ ડિઝાઈન કર્યા નથી, પરંતુ જ્વેલરી પણ તેમના જ કલેક્શનમાંથી લેવામાં આવી હતી.
સોફ્ટ રોઝ પિંક લહેંગા સાથે કિયારાનો એમરલ્ડ અને ડાયમંડ નેકપીસ સૌથી ખાસ બાબત હતી. આ તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યો હતો. કિયારા એ મેચિંગ એમરલ્ડ હેવી ઇયરિંગ્સ અને માંગટિકા પહેર્યો હતો. સાથે જ બીજી તરફ, સિદ્ધાર્થનું ડાયમંડ બ્રોચ પણ મનીષના કલેક્શનનો એક ભાગ છે.
માર્ચમાં આવશે નવું કલેક્શન: મનીષ મલ્હોત્રાના આઉટફિટ્સ હંમેશા સેલેબ્સની વચ્ચે હિટ રહ્યા છે. આ સાથે તે પોતાના લેબલ પરથી જ્વેલરી કલેક્શન પણ રજૂ કરે છે. મનીષે 2014માં પોતાની જ્વેલરી રજૂ કરી હતી. ત્યાર પછી તે 2021માં પોતાનું કલેક્શન ઓનલાઈન લઈને આવ્યા હતા.
સાથે જ હવે ટૂંક સમયમાં જ મનીષ ‘બીસ્પોક ડાયમંડ જ્વેલરી’ના નામે આ વર્ષે માર્ચમાં પોતાનું નવું કલેક્શન લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ કલેક્શનની ઝલક કિયારાના બ્રાઈડલ લુકમાં જોવા મળી છે. જ્વેલરીમાં અલ્ટ્રા ફાઈન હેન્ડકટ ડાયમંડને ઝામ્બિયન એમરાલ્ડ સાથે રજૂ કરવામાં આવી છે.
કિયારા અને સિદ્ધાર્થના બ્રાઇડલ આઉટફિટ્સ વિશે વાત કરીએ તો મનીષે કોસ્ચ્યુમમાં રોમનું કલ્ચર બતાવવાનો પ્રયત્ન કર્યો છે. ખરેખર, કિયારા અને સિદ્ધાર્થ બંનેને રોમ પસંદ છે, તેથી બંનેની ઇચ્છાને ધ્યાનમાં રાખીને મનીષે તેમના આઉટફિટ રેડી કર્યા હતા.