અભિનેત્રી કિયારા અડવાણીનું નામ હાલના સમયમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ખૂબ જ સુંદર અને સફળ અભિનેત્રીઓના લિસ્ટમાં શામેલ થઈ ચુક્યું છે. કિયારા અડવાણીએ ખૂબ જ ઓછા સમયમાં હિન્દી સિનેમા ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી છે અને પોતાની જબરદસ્ત એક્ટિંગ અને સુંદરતાના આધારે દરેકને પોતાના દિવાના બનાવ્યા છે. આજે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં કિયારા અડવાણીની ગજબની ફેન ફોલોઈંગ જોવા મળે છે અને સોશિયલ મીડિયા પર પણ કિયારા અડવાણીના ચાહકોની સંખ્યા કરોડોમાં છે.
કિયારા અડવાણીની એક ઝલક મેળવવા તેના ચાહકો આતુર રહે છે અને આ દિવસોમાં કિયારા અડવાણી તેની આગામી ફિલ્મ જુગ જુગ જિયોને લઈને સતત ચર્ચામાં છે અને તે તેની આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. કિયારા અડવાણીની ફિલ્મ જુગ જુગ જિયો 24 જૂન, 2022ના રોજ રિલીઝ થઈ રહી છે અને આ ફિલ્મમાં કિયારા અડવાણી સાથે બોલિવૂડ અભિનેતા વરુણ ધવન, અનિલ કપૂર અને નીતુ કપૂર પણ જોવા મળશે.
કિયારા અડવાણીએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી દરેકને પોતાના દીવાના બનાવ્યા છે અને તે પોતાની એક્ટિંગ કારકિર્દીમાં ‘કબીર સિંહ’, ‘ગુડ ન્યૂઝ’, ‘લસ્ટ સ્ટોરી’, ‘એમએસ ધોની’, ‘શેર શાહ’ અને ‘ભૂલ ભુલૈયા 2’ જેવી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. કિયારા અડવાણીએ પોતાની એક્ટિંગના દમ પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની જાતને સ્થાપિત કરી છે અને આજે કિયારા અડવાણી પોતાની ફિલ્મોથી ખૂબ નામ અને ખ્યાતિ કમાઈ રહી છે. કિયારા અડવાણી ખૂબ જ લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવવી પસંદ કરે છે.
કિયારા અડવાણીનું મુંબઈમાં એક ખૂબ જ સુંદર અને લક્ઝરી ઘર છે અને તેના આ ઘરની કિંમત 15 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવે છે. કિયારા અડવાણી લક્ઝરી ઘર ઉપરાંત લક્ઝરી કારની પણ ખૂબ શોખીન છે. તેના કાર કલેક્શનમાં એકથી એક ચઢિયાતી કાર શામેલ છે.
કિયારા પાસે છે ઓડી A8L: કિયારા અડવાણીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં Audi A8L કાર ખરીદી હતી અને આ કાર બહારથી જેટલી લક્ઝુરિયસ છે અંદરથી પણ તેટલી જ લક્ઝુરિયસ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ કારની કિંમત 1.56 કરોડ રૂપિયા છે. આ કાર ઉપરાંત કિયારા અડવાણીના કાર કલેક્શનમાં મર્સિડીઝ-બેન્ઝ E220D અને BMW X5 જેવી લક્ઝરી કાર પણ શામેલ છે. કિયારા અડવાણીના કાર કલેક્શન વિશે જાણીને એક વાતનો અંદાજ લગાવી શકાય છે કે અભિનેત્રીને લક્ઝરી લાઈફ જીવવાનો શોખ છે અને તે પોતાની પસંદગી સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવાનું પસંદ કરતી નથી.
તમને જણાવી દઈએ કે એક્ટિંગની દુનિયામાં પગ મુકતા પહેલા કિયારા અડવાણી ટીચિંગ કરતી હતી, જો કે બોલિવૂડમાં એંટ્રી કર્યા પછી કિયારા અડવાણીએ પોતાની એક્ટિંગના દમ પર ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ જગ્યા બનાવી અને આજે તે કરોડોની કિંમતની માલિક બની ચુકી છે.
વાત કરીએ કિયારા અડવાણીની નેટવર્થ વિશે તો મીડિયા રિપોર્ટ્સ મુજબ કિયારા અડવાણીની કુલ સંપત્તિ 3 મિલિયન ડોલર (લગભગ 23 કરોડ રૂપિયા) છે અને દિવસેને દિવસે કિયારા અડવાણીની સંપત્તિમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે અને હાલના સમયમાં કિયારા અડવાણી બોલીવુડની સૌથી મોંઘી અને સફળ અભિનેત્રી તરીકે ઓળખાય છે.