કિયારા અડવાણી પરિવાર સાથે જેસલમેર જવા રવાના થઈ, જુવો તેની આ તસવીરો

બોલિવુડ

બોલિવૂડની ફેવરિટ કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નનો સમય નજીક આવી ગયો છે. બંને રાજસ્થાનમાં એક એંટિમેટ, પરંતુ ગ્રેંડ વેડિંગ સેરેમનીમાં લગ્નના બંધનમાં બંધાવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જો રિપોર્ટ્સનું માનીએ તો, આ કપલ 6 ફેબ્રુઆરી 2023 ના રોજ લગ્ન કરશે. લગ્ન પહેલા, અભિનેત્રી પોતાના પરિવાર સાથે રાજસ્થાન જવા માટે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.

કિયારા અડવાણી પરિવાર સાથે જેસલમેર જવા થઈ રવાના: ખરેખર, બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી 6 ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તેના લગ્ન માટે જેસલમેર જવા રવાના થઈ ગઈ છે. અભિનેત્રી તેના પરિવાર સાથે મુંબઈના એક એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન, કિયારાએ ઓલ-વ્હાઇટ આઉટફિટ પસંદ કર્યો, જેને તેણે પિંક શોલ સાથે પેર કર્યો હતો. તેના ચહેરા પર બ્રાઈડલ ગ્લો પણ સ્પષ્ટ જોઈ શકાય છે.

સિદ-કિયારાના લગ્નમાં નો ફોન પોલિસી: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 6 ફેબ્રુઆરીએ જેસલમેરમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તાજેતરના રિપોર્ટ્સ મુજબ કપલ એ મહેમાનો અને સ્ટાફને સેરેમની ની કોઈપણ તસવીરો અને વીડિયો પોસ્ટ કરવાથી દૂર રહેવા કહ્યું છે.

સિદ્ધાર્થનો પરિવાર આ રીતે કરશે કિયારાનું સ્વાગત: એક રિપોર્ટ મુજબ સિદ્ધાર્થનો પરિવાર તેમના ઘરમાં અભિનેત્રીનું મ્યૂઝિકલ વેલકમ કરશે, જેનાથી તે ઈમોશનલ પણ થઈ શકે છે. હા, સિદ્ધાર્થના પરિવારના એક સભ્યએ ગીતની કોરિયોગ્રાફી કરી છે અને તે ખૂબ જ સુંદર છે.

કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રાની મહેંદી અને સંગીત પાર્ટી: સેલિબ્રિટી મહેંદી કલાકાર વીણા નાગડા અભિનેત્રી કિયારાના હાથ પર મહેંદી લગાવવા માટે પહેલેથી જ રાજસ્થાન જવા રવાના થઈ ચુકી છે. સંગીત કાર્યક્રમ વિશે વાત કરીએ તો, કપલ માટે પરિવારના સભ્યો દ્વારા એક વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

રિપોર્ટ્સ મુજબ, સિદ અને કિયારા તેમના લગ્નની પહેલી તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરવાની સાથે તેમના સંબંધને ઓફિશિયલ બનાવશે. આ સમયે આ કપલના લગ્નની તસવીરોની રાહ છે.