સિદ્ધાર્થ-કિયારાના લગ્નની પહેલી તસવીર આવી સામે, કપલે લખ્યું, “હવે અમારું હંમેશા માટે બુકિંગ થઈ ગયું છે”, જુવો તેમની આ તસવીરો

બોલિવુડ

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ આજે 7 ફેબ્રુઆરી 2023ના રોજ સાત ફેરા લઈને હંમેશા માટે એકબીજાને પોતાના બનાવી લીધા છે. આ કપલના લગ્ન જેસલમેરમાં આવેલા સૂર્યગઢ પેલેસમાં ખૂબ જ રોયલ સ્ટાઈલમાં થયા છે અને હવે આ ન્યૂલી વેડ કપલ એ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાના લગ્નની પહેલી તસવીર શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર સામે આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બોલિવૂડની પાવર કપલ બની ચુક્યા છે અને લોકોએ આ બંનેની જોડીને હંમેશા પસંદ કરી છે.

લાંબા સમયથી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના અફેરની ચર્ચા ચાલી રહી હતી, પરંતુ સંબંધને લઈને ક્યારેય પણ સિદ્ધાર્થ અને કિયારા અડવાણીએ કોઈ પણ પ્રકારનું રિએક્શન આપ્યું નથી અને હવે બોલિવૂડની આ સુંદર કપલએ લગ્ન કરીને પોતાના સંબંધને ઓફિશિયલ બનાવી દીધો છે.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્ન બોલિવૂડના સૌથી ચર્ચિત લગ્નોમાંથી એક છે અને આ કપલે પોતાના લગ્નમાં કડક સુરક્ષાની વ્યવસ્થા કરી હતી, જેના કારણે આ કપલના વેડિંગ ફંક્શન અને લગ્નની કોઈ તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી ન હતી, પરંતુ હવે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાના લગ્નની પહેલી તસવીર શેર કરી છે અને તેમના તમામ ચાહકોને લગ્નના બંધનમાં બંધાવાના સારા સમાચાર આપ્યા છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ તેમના લગ્નની જે તસવીર શેર કરી છે, તેમાં આ બંને લગ્નના આઉટફિટમાં ખરેખર ખૂબ જ સુંદર લાગી રહ્યા છે અને આ કપલના લગ્ન જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં ખૂબ જ ધામધૂમથી થયા છે. લગ્ન પહેલા સૂર્યગઢ પેલેસને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.

સિદ્ધાર્થ અને કિયારા અડવાણીના લગ્નમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની તમામ મોટી હસ્તીઓએ હાજરી આપી હતી અને 3 દિવસ પહેલાથી જ લગ્ન સ્થળ પર મહેમાનોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. આ કપલના લગ્નમાં શાહિદ કપૂરથી લઈને જુહી ચાવલા, કરણ જોહર, મનીષ મલ્હોત્રા, અરમાન જૈન અને કિયારા અડવાણીની બેસ્ટ ફ્રેન્ડ ઈશા અંબાણીએ પણ હાજરી આપી હતી.

5 ફેબ્રુઆરી 2023 એટલે કે રવિવારથી જ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નના ફંક્શનની શરૂઆત થઈ ચુકી હતી અને આજે 7 ફેબ્રુઆરી 2023ના રોજ આ બંનેએ સાત ફેરા લઈને હંમેશા માટે એકબીજાને પોતાના બનાવી લીધા છે. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ચાહકો તેમના લગ્નની પહેલી તસવીરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે આ કપલે તેમના લગ્નની પહેલી તસવીર શેર કરીને રાહ સમાપ્ત કરી છે.

સામે આવેલી તસવીરોમાં કિયારા અડવાણી પિંક કલરના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને સાથે જસિદ્ધાર્થ મલ્હોત્રા ગોલ્ડન કલરની શેરવાનીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. આ તસવીરો પર ચાહકો ખૂબ કમેન્ટ કરી રહ્યા છે અને આ કપલને તેમના લગ્ન માટે ખૂબ શુભકામનાઓ મળી રહી છે.