કિયારા અડવાણી હિન્દી સિનેમા જગતની પ્રખ્યાત અભિનેત્રી છે. તેણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં દમદાર એક્ટિંગ કરીને દર્શકોના દિલ જીતી લીધા છે. આજે આ અભિનેત્રીને કોઈ ઓળખની મોહતાજ નથી અને તે એક્ટિંગની દુનિયામાં સફળતાના શિખરોને સ્પર્શી રહી છે. નોંધપાત્ર છે કે, આજે અભિનેત્રી તેનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. પોતાના આ જન્મદિવસની સાથે જ અભિનેત્રી પોતાના જીવનના 30 વર્ષ પૂર્ણ કરી ચુકી છે. આ દિવસોમાં આ અભિનેત્રી પોતાની કેટલીક ફિલ્મોના કારણે ચર્ચાનો વિષય બનેલી છે. તાજેતરમાં આ અભિનેત્રી બેક ટુ બેક 2 ફિલ્મોમાં જોવા મળી હતી. તેમની આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી હતી. પરંતુ આજે અમે તમને આ પોસ્ટ દ્વારા કિયારા અડવાણી દ્વારા રિજેક્ટ કરેલી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ, તો ચાલો જાણીએ.
ઘાની: માહિતી માટે તમને જણાવી દઈએ કે સાઉથના પ્રખ્યાત અભિનેતા વરુણ તેજાની ફિલ્મ ‘ઘાની’ ને અભિનેત્રી કિયારા અડવાણી એ એટલા માટે મનાઈ કરી હતી કારણ્કે તે સમયે તે પોતાની બોલીવુડ કારકિર્દી પર ધ્યાન આપી રહી હતી. પરંતુ પછી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.
સિમ્બા: જણાવી દઈએ કે કિયારા અડવાણી રણવીર સિંહ સાથે ‘સિમ્બા’ ફિલ્મ કરવાની પણ મનાઈ કરી ચુકી છે. કહેવાય છે કે આ ફિલ્મમાં કામ કરવા માટે રોહિત શેટ્ટીની પહેલી પસંદ કિયારા અડવાણી હતી. પરંતુ જ્યારે તેણે કામ કરવાની મનાઈ કરી ત્યારે ફિલ્મ મેકર્સએ સારા અલી ખાનને ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવવાની તક આપી.
ફાઇટર: ‘ફાઈટર’ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં વિજય દેવરાકોંડા મુખ્ય પાત્ર નિભાવતા જોવા મળ્યા હતા. આ ફિલ્મ માટે પણ કિયારા અડવાણી મેકર્સની પહેલી પસંદ હતી પરંતુ તેણે મેકર્સ પાસે થોડો સમય માંગ્યો હતો. જે મળી શક્યો નહિં અને આ ફિલ્મ તેના હાથમાંથી નીકળી ગઈ અને પછી આ ફિલ્મમાં અનાયા પાંડે મુખ્ય ભુમિકા નિભાવતા જોવા મળી હતી.
અપૂર્વા: માહિતી માટે તમને જણાવી દઈએ કે આ સુપરહિટ ફિલ્મ અભિનેત્રીએ પોતાના વ્યસ્ત શેડ્યૂલને કારણે રિજેક્ટ કરી હતી. કબીર સિંહની ટીમ આ ફિલ્મ બનાવી રહી હતી. પરંતુ પછી આ ફિલ્મ એ બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાની કમાણી કરી હતી.
સ્ટુડંટ ઓફ ધ યર: કિયારા અડવાણીએ કરણ જોહરની સુપરહિટ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’માં કામ કરવા માટે એક ઈન્ટરવ્યુ પણ આપ્યું હતું પરંતુ પછી તે આ ફિલ્મમાં કામ કરી શકી ન હતી, તેની પાછળનું કારણ એ હતું કે ફિલ્મ મેકર્સ આ ફિલ્મ દ્વારા આલિયા ભટ્ટનું હિંદી સિનેમા જગતમાં ડેબ્યૂ કરાવવા ઈચ્છતા હતા.
હાઉસફુલ 4: હાઉસફુલ 4 ફિલ્મ પણ કિયારાએ તેના વ્યસ્ત શેડ્યૂલને કારણે રિજેક્ટ કરી હતી. ત્યાર પછી આ ફિલ્મમાં અભિનેત્રીની ભૂમિકા કૃતિ ખરબંદાએ નિભાવી હતી. જોકે આ ફિલ્મ સફળતા મેળવી શકી નથી.