માંગમાં સિંદૂર હાથમાં બંગડી, લગ્ન પછી પહેલી વખત એયરપોર્ટ પર જોવા મળ્યા સિડ-કિયારા

બોલિવુડ

બોલીવુડ કપલ સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન 7 ફેબ્રુઆરી ના રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થયા હતા. બંને લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે. સિદ્ધાર્થ અને કિયારા લગ્ન પછી દિલ્હી જવા રવાના થઈ ગયા છે. આ દરમિયાન સિદ્ધાર્થ અને કિયારા એરપોર્ટ પર લગ્ન પછી પહેલી વખત સાથે જોવા મળ્યા હતા. આ સાથે તેના માતા-પિતા અને સંબંધીઓ પણ જોવા મળ્યા છે.

એયરપોર્ટ પર સાથે જોવા મળ્યા સિડ-કિયારા: સિદ્ધાર્થ અને કિયારા લગ્ન પછી પહેલી વખત સાથે જોવા મળ્યા છે. આ કપલ એરપોર્ટ પર હાથ પકડીને જોવા મળી રહી છે. અભિનેત્રીની માંગમાં સિંદૂર અને તેના હાથમાં ગુલાબી રંગની બંગડીઓ જોવા મળી રહી છે. આ સાથે તેમના ગળામાં મંગળસૂત્ર પણ જોવા મળી રહ્યું છે.

અભિનેત્રીએ પોતાના એરપોર્ટ લુક માટે ઓલ બ્લેક આઉટફિટ પસંદ કર્યા છે. લગ્ન પછી અભિનેત્રીના ચેહરા પર એક અલગ જ ચમક જોવા મળી રહી છે. સાથે જ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા પણ હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. તેણે બ્લેક લેધર જેકેટ અને સફેદ ટીશર્ટ સાથે બ્લુ જીન્સ પહેર્યું છે. કપલ એ સનગ્લાસ પહેર્યા છે.

કપલ એ ધૂમધામથી કર્યા લગ્ન: સાથે જ સિદ્ધાર્થ અને કિયારા 9 તારીખે દિલ્હીમાં રિસેપ્શન આપવાના છે. બંને કલાકારોએ ભવ્ય રીતે ધૂમધામથી લગ્ન કર્યા છે. તેમના લગ્નમાં બોલિવૂડની તમામ હસ્તીઓ જોવા મળી છે. આ લગ્નમાં કરણ જોહર, જુહી ચાવલા, કાર્તિક આર્યન, મનીષ મલ્હોત્રા જેવા કલાકારો જોવા મળ્યા હતા. સાથે જ બી ટાઉનના તમામ કલાકારોએ કપલને ખૂબ અભિનંદન આપ્યા છે.

બી ટાઉનના કલાકારોએ આપ્યા અભિનંદન: કિયારા અને સિદ્ધાર્થને લગ્ન માટે કંગના રનૌતે પણ શુભેચ્છા પાઠવી છે. આ ઉપરાંત શ્રદ્ધા કપૂર, આલિયા ભટ્ટ, કૃતિ સેનન, કરણ જોહર, વરુણ ધવને અભિનંદન પાઠવ્યા છે. તમને જણાવી દઈએ કે કપલનો વેડિંગ લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

લગ્ન માટે કિયારા અડવાણીએ લગ્નમાં રોજ પિંક કલરનો લહેંગો પહેર્યો હતો. સાથે જ સિદ્ધાર્થ મલ્હોત્રાએ ગોલ્ડન અને વ્હાઈટ શેરવાની પહેરી હતી. કિયારાના લગ્નનો લહેંગો મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કર્યો હતો.

હવે પરમેનન્ટ બુકિંગ થઈ ગયું છે: સિદ્ધાર્થ અને કિયારાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરી છે. બંનેએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું- હવે અમારું પરમેનન્ટ બુકિંગ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે બંનેએ ફિલ્મ શેર શાહમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો.