ખતરોં કે ખિલાડી 12: આ 9 પ્રખ્યાત સ્ટાર્સ એક્શન કરતા મળશે જોવા, આ ટીવી અભિનેત્રીને મળશે સૌથી વધુ ફી

બોલિવુડ

ખતરોં કે ખિલાડી શોએ રોહિત શેટ્ટીને ઘર-ઘરમાં ઓળખ આપી છે. તેમના શોને ખૂબ ટીઆરપી મળે છે. નવા કોન્સેપ્ટ હોવાને કારણે આ શો દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ખાસ કરીને મોટા-મોટા સ્ટાર્સનું આ શો પર આવીને ડરવું, ચિલ્લાવું દર્શકોને ખૂબ જ પસંદ આવે છે. આ કારણથી શોના અત્યાર સુધીમાં શોના 11 ભાગ બની ચુક્યા છે. એકવાર ફરીથી રોહિત શેટ્ટી આ શોની નવી સીઝન લાઈને આવવાના છે. ખતરોં કે ખિલાડી 12 શો ફરી એકવાર તમારું મનોરંજન કરવા આવી રહ્યો છે. સૂત્રોનું માનીએ તો શોમાં શામેલ થનાર સ્ટાર્સના નામ સામે આવી ચુક્યા છે. છતાં પણ હજુ સુધી કોઈ સ્ટારના નામની ઔપચારિક ઘોષણા કરવામાં આવી નથી.

ખૂબ જ ખાસ હશે આ વખતનો શો: સમાચારનું માનીએ તો આ વખતે શો ખૂબ ખાસ બનવા જઈ રહ્યો છે. આ વખતે ટીવીની કેટલીક અભિનેત્રીઓ શામેલ થઈ શકે છે. સાથે જ બિગ બોસના કેટલાક પ્રખ્યાત ચહેરાઓ પણ શોમાં જોવા મળી શકે છે. આ વખતે પણ શોને ડાયરેક્ટર રોહિત શેટ્ટી જ હોસ્ટ કરશે. ચાલો તમને જણાવીએ કે આ વખતે શોમાં કયા ચહેરાઓ જોવા મળશે.

આ સીઝનમાં ટીવી અભિનેત્રી આરતી સિંહ આ શોનો ભાગ બનવા જઈ રહી છે. તે બિગ બોસ સીઝન 13માં ધૂમ મચાવી ચુકી છે. હાલમાં તે ટીવીથી ગાયબ છે. જોકે તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તાજેતરમાં જ તે હોળી પાર્ટીમાં જોવા મળી હતી.

તુષાર કાલિયા પણ આ શોમાં જોવા મળવાના છે. તે એક પ્રખ્યાત ડાન્સર તો છે જ, સાથે જ ડાન્સ દીવાનેના જજ પણ રહી ચૂક્યા છે. રોહિત શેટ્ટીની નજીક ગણાતા તુષાર પોતાની ફિટનેસના કારણે ચર્ચામાં રહે છે. તેમને પણ શોમાં જોવા રોમાંચથી ઓછું નહીં હોય.

આ સ્ટાર્સના લિસ્ટમાં ઉર્વશી ઢોલકિયા પણ શામેલ છે. તે આ સમયે નાગિન 6માં જોવા મળી રહી છે. ઘણા વર્ષો પહેલા તે ક્યોંકી સાસ ભી કભી બહુ થીમાં કોમોલિકાના પાત્રથી ઘર-ઘરમાં છવાઈ ગઈ હતી. તેને પણશોમાં જોવી રસપ્રદ રહેશે.

આ શોના મેકર્સની વાત નિશાંત ભટ્ટ સાથે પણ ચાલી રહી છે. નિશાંતને આ શોમાં જોવા ખૂબ જ રસપ્રદ રહેશે. તે આ પહેલા બિગ બોસમાં જોવા મળી ચૂક્યા છે.

બિગ બોસમાં એક સમયે સિદ્ધાર્થનો દુશ્મન અને પછી મિત્ર બનેલા પારસ છાબરા પણ આ શોનો ભાગ બનવા જઈ રહ્યા છે. તેમને પહેલા પણ શો મેકર્સ તરફથી આ શો માટે ઓફર મળી હતી. જો કે તેમણે કોઈને કોઈ કારણસર શોનો ભાગ બનવાની મનાઈ કરી હતી.

ખતરોં કે ખિલાડીમાં પ્રતીક સહજપાલની પણ એન્ટ્રી થવા જઈ રહી છે. બિગ બોસ 15માં તેણે પોતાના નામનો ધ્વજ લહેરાવ્યો હતો. પ્રતિકને પણ આ શોમાં જોવા કોઈ રોમાંચથી ઓછું નહીં હોય.

રાજીવ આડતીયાનો પણ શો માટે સંપર્ક કરવામાં આવ્યો છે. બિગ બોસમાં પણ તેમને લાંબી રેસનો ઘોડો માનવામાં આવી રહ્યા હતા. જોકે, તે દર્શકો પર પોતાનો જાદુ ચલાવી શક્યા નહિં. આ વખતે જોવાનું એ રહેશે કે તે આ શોમાં શું કમાલ કરે છે.

તાજેતરમાં જ એરિકા ફર્નાન્ડિસ ‘કુછ રંગ પ્યાર કે ઐસે’માં જોવા મળી હતી. હવે તે ખતરોં કે ખિલાડીમાં એક્શન કરતા જોવા મળશે. શો મેકર્સે તેનો પણ શોનો ભાગ બનવા માટે સંપર્ક કર્યો છે.

શોની સૌથી મોંઘી સ્પર્ધક તરીકે શિવાંગી જોશી પણ ખતરોં કે ખિલાડીમાં જોવા મળશે. બાલિકા વધૂ 2 અને યે રિશ્તા ક્યા કહલાતા હૈ સિરિયલ સાથે પોતાની એક્ટિંગની છાપ છોડી છે. તે સૌથી મોંઘી સ્પર્ધક તરીકે જોવા મળશે.