અક્ષય સહિત બોલીવુડના ત્રણેય ખાન પ્રિયંકા ચોપરા સાથે નથી કરતા ફિલ્મોમાં કામ, જાણો શું છે તેનું કારણ

બોલિવુડ

હિન્દી સિનેમામાં ‘દેશી ગર્લ’ ના નામથી પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરા હવે ખૂબ ઓછી ફિલ્મોમાં કામ કરી રહી છે. સાથે જ છેલ્લા કેટલાક વર્ષોમાં એ જોવા મળ્યું છે કે સુપરસ્ટાર અક્ષય કુમાર સહિત બોલીવુડના ત્રણેય ખાન સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન સાથે કોઈપણ ફિલ્મમાં તેમણે કામ નથી કર્યું અથવા આ બધા સુપરસ્ટાર્સે પ્રિયંકા સાથે કામ નથી કર્યું. પરંતુ આવું શા માટે? છેવટે એવું શું કારણ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આ નજારો દરેકને જોવા મળ્યો છે. તેની પાછળનું કારણ શું છે? ચાલો આજે તમને વિગતવાર તેના વિશે જણાવીએ.

અક્ષય કુમાર: સુપરસ્ટાર અક્ષય કુમાર અને પ્રિયંકાની જોડી મોટા પડદા પર હિટ રહી છે. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. પ્રિયંકાને કારકિર્દીની શરૂઆતમાં અક્ષયનો ખૂબ સાથ મળ્યો હતો અને આ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પણ પડી ગયા હતા. જોકે અક્ષય કુમાર પરણિત હોવાને કારણે આ સંબંધ લાંબો ચાલી શક્યો નહિં.

જ્યારે ટ્વિંકલ સુધી વાત પહોંચી ત્યારે તે સેટ પર જ પ્રિયંકાને પાઠ ભણાવવા પહોંચી ગઈ હતી. પ્રિયંકા ન મળી તો અક્ષય અને ટ્વિંકલ વચ્ચે લડાઈ થઈ ગઈ. પછી ટ્વિંકલે ફોન પર પ્રિયંકાની ક્લાસ લગાવી હતી. ત્યાર પછી અક્ષય અને પ્રિયંકાએ આજ સુધી ક્યારેય સાથે કામ નથી કર્યું.

શાહરુખ ખાન: માત્ર અક્ષય કુમાર જ નહીં પરંતુ અભિનેતા શાહરૂખ ખાન સાથે પણ પ્રિયંકા ચોપરાનું અફેર રહી ચુક્યું છે. આ બંને કલાકારો પણ સાથે કામ કરતી વખતે એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા. આ બાબતમાં પણ તે જ થયું જે અક્ષયની બાબતમાં થયું હતું.

શાહરૂખ પણ પરણિત હતો અને જ્યારે આ બાબત પત્ની ગૌરી સુધી પહોંચી તો બાબત બગડી ગઈ. પ્રિયંકા અને શાહરુખે બે વર્ષ સુધી સતત કામ કર્યું, જોકે ત્યાર પછી બંનેને મજબૂરીથી એકબીજાથી દૂર થવું પડ્યું. ત્યાર પછી બંને કલાકાર ક્યારેય મોટા પડદા પર સાથે જોવા નથી મળ્યા.

સલમાન ખાન: આ લિસ્ટમાં અભિનેતા સલમાન ખાનનું નામ પણ શામેલ છે. સલમાન ખાન પ્રિયંકા સાથે ‘મુઝસે શાદી કરોગી’ જેવી હિટ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે, સાથે જ બંને કલાકારો એકસાથે ‘ગોડ તુસી ગ્રેટ હો’માં પણ જોવા મળ્યા છે. જોકે હવે બંને એકબીજાનો ચહેરો જોવો પણ પસંદ નથી કરતા. ખરેખર બંને વચ્ચે સંબંધ તે સમયે બગડ્યા હતા જ્યારે પ્રિયંકાએ સલમાન સાથે કામ કરવાની મનાઈ કરી હતી.

પછી જ્યારે સલમાને પ્રિયંકા સાથે પોતાની એક ફિલ્મમાં નાનો રોલ કરવા માટે કહ્યું તો પણ વાત ન બની. ત્યાર પછી ફિલ્મ ‘ભારત’ માટે સલમાન અને પ્રિયંકાના નામ ફાઇનલ કરવામાં આવ્યા હતા, જોકે તે સમયે પ્રિયંકાએ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. કહેવાય છે કે પોતાના લગ્નને કારણે પ્રિયંકા આ ફિલ્મથી બહાર થઈ ગઈ હતી, જોકે સલમાન અને તેના સંબંધ વચ્ચે અંતર આવી ગયું હતું.

આમિર ખાન: મિસ્ટર પરફેક્શનિસ્ટના નામથી પ્રખ્યાત અભિનેતા આમિર ખાન અને પ્રિયંકાએ તો આજ સુધી સ્ક્રીન શેર કરી નથી. આમિર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 33 વર્ષથી એક્ટિવ છે, તો પ્રિયંકાને પણ બોલિવૂડમાં લગભગ 18 વર્ષ થઈ ગયા છે, જોકે આ બંનેની જોડી મોટા પડદા પર ક્યારેય બની શકી નથી. જોકે એવું કહેવામાં આવે છે કે એક-બે ફિલ્મો પ્રિયંકાને આમિર સાથે ઓફર થઈ હતી પરંતુ તેમણે મનાઈ કરી દીધી હતી. સાથે જ આમિર પણ કોઈ કારણસર ‘દેશી ગર્લ’ થી નારાજ છે.