ગામમાં ટ્રેક્ટર ચલાવી રહેલા પિતા સાથે બેઠેલા જોવા મળ્યા KGF સ્ટાર યશ, જુવો યશના પરિવારની કેટલીક સુંદર તસવીરો

બોલિવુડ

સાઉથના સુપરસ્ટાર યશને આજે દુનિયાભરમાંથી ખૂબ સારી લોકપ્રિયતા મળી રહી છે. આજના સમયમાં યશ કોઈ ઓળખના મોહતાજ નથી. સુપરસ્ટાર યશે પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી તમામ દર્શકોના દિલ જીતી લીધા છે. હાલના સમયમાં, તે માત્ર કન્નડ અભિનેતા જ નથી પરંતુ એક ગ્લોબલ સ્ટાર પણ બની ચુક્યા છે. તેમની ફેન ફોલોઈંગ દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જબરદસ્ત છે. દુનિયાભરમાંથી તેમને પ્રેમ કરતા લાખો ચાહકો તેમની નવી ફિલ્મની આતુરતાથી રાહ જુવે છે. યશની સૌથી ખાસ વાત એ છે કે લોકો તેને માત્ર એક્ટિંગ માટે જ પસંદ નથી કરતા પરંતુ તેની સાદગી પણ લોકોના દિલ જીતી લે છે.

તમને જણાવી દઈએ કે ફિલ્મ “KGF 2” પછી સુપરસ્ટાર યશની ફેન ફોલોઈંગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. આ ફિલ્મ રિલીઝ થયા પછી દરેકના મોઢેથી માત્ર ‘રોકી ભાઈ’ જ સંભળવા મળી રહ્યું હતું. અત્યારે તો સુપરસ્ટાર યશે પોતાની સાદગીથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. હા, પોતાની સાદગીનું નવીનતમ ઉદાહરણ તેમણે હાલમાં જ મકરસંક્રાંતિના તહેવાર પર રજૂ કર્યું છે. ખરેખર, યશની પત્નીએ મકરસંક્રાંતિની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં સ્ટાર પરિવાર પોંગલ તહેવારની પરંપરાગત રીતે ઉજવણી કરતા જોવા મળી રહ્યો છે.

દેશીપણાના રંગમાં રંગાયેલા જોવા મળ્યા યશ: તમને જણાવી દઈએ કે આ તસવીરો યશની પત્ની રાધિકાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ભારતીય સિનેમાના જાણીતા સ્ટાર બન્યા પછી પણ યશ પોતાના મૂળ સાથે જોડાયેલા છે. તેમની આ ડાઉન-ટુ-અર્થ ઇમેજએ લાખો ચાહકોના દિલ જીતી લીધા છે. સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે યશ પોતાના ગામમાં મહિન્દ્રા ટ્રેક્ટર પર મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે. સાથે જ અભિનેતાના પિતા ટ્રેક્ટર ડ્રાઈવર છે, જ્યારે માતા, પત્ની રાધિકા અને બંને બાળકો ગામની મુસાફરીની મજા લઈ રહ્યાં છે.

તમે આ તસવીરમાં જોઈ શકો છો કે યશના બાળકો તેમની દાદી સાથે લોટના લુવા બનાવીને મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. થોડી કલાકોમાં, આ પોસ્ટ પર 2 મિલિયનથી વધુ લાઇક આવી ચુકી છે અને હજારો લોકોએ પોસ્ટ પર કમેંટ કરી છે. આ તસવીરો લોકોના દિલને સ્પર્શી રહી છે.

તમને જણાવી દઈએ કે સુપરસ્ટાર યશના પિતા આજે પણ ગામડામાં રહે છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે તે તેમની પૌત્રી સાથે જોવા મળી રહ્યા છે. રાધિકાએ આ તસવીરો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, “તમને બધાને મકરસંક્રાંતિ, પોંગલ, ઉત્તરાયણ, માઘ બિહુની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પાકનો તહેવાર તમારા બધા માટે આરોગ્ય, સુખ અને સમૃદ્ધિ લઈને આવે.”

આ તસવીરમાં જોઈ શકાય છે કે યશ પોતાના માતા-પિતા, પત્ની અને બાળકો સાથે ગામના મંદિરમાં આરતી કરતા જોવા મળી રહ્યા છે. આ તેમના પરિવાર વચ્ચે અદ્ભુત બોન્ડિંગ દર્શાવે છે. બંને પતિ-પત્ની પોત-પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત હોય છે, પરંતુ છતાં પણ તેઓ હંમેશા પોતાના પ્રિયજનો માટે સમય કાઢી લે છે.

રાધિકા દ્વારા શેર કરેલી આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોએ ચાહકોનું દિલ જીતી લીધું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, યશના પિતા થોડા વર્ષો પહેલા બસ ડ્રાઈવર હતા. ઉંમર વધવાની સાથે તેમણે પોતાના કામમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. હવે તે ગામડામાં ખેતીનું કામ કરે છે. જો કે, ડ્રાઇવિંગ સાથેનો તેમનો સંબંધ આજે પણ બનેલો છે. બસ ફરક માત્ર એટલો છે કે જ્યાં પહેલા તે બસ ચલાવતા હતા, હવે તે ટ્રેક્ટર ચલાવે છે.

જણાવી દઈએ કે KGFની પ્રી-રીલીઝ ઈવેન્ટ દરમિયાન RRRના ડિરેક્ટર રાજામૌલીએ કહ્યું હતું કે “મને જાણીને નવાઈ લાગી કે યશ બસ ડ્રાઈવરનો પુત્ર છે. મને જણાવવામાં આવ્યું છે કે તેમના પિતા આજે પણ તેમનો વ્યવસાય ચાલુ રાખવાનો આગ્રહ રાખે છે, કારણ કે અહીંથી જ તેમનો પુત્ર ઘરેલૂ નામ બની ગયો છે જેનું પાત્ર રોકી ભાઈનું નામ હવે દરેક જીભ પર સાંભળવા મળે છે. મારા માટે અભિનેતા કરતાં વધુ યશના પિતા એક સાચા સ્ટાર છે.”