આ લક્ઝુરિયસ ઘરમાં પત્ની સાથે રહે છે KGF સ્ટાર યશ, જુવો કરોડોના ઘરની અંદરની તસવીરો

બોલિવુડ

કન્નડ સુપરસ્ટાર યશ 2022માં ફિલ્મ KGF-2 દ્વારા મોટા પડદા પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. સાથે જ કોરોનાને કારણે ફિલ્મોની રિલીઝ ડેટ આગળ કરવાના સમાચાર પણ આવી રહ્યા છે, પરંતુ યશે કહ્યું છે કે મેકર્સ ફિલ્મને 14 એપ્રિલે જ રિલીઝ કરવા ઈચ્છે છે. જણાવી દઈએ કે કન્નડ સિનેમા અભિનેતા યશનું સાચું નામ નવીન કુમાર ગૌડા છે અને તેનો જન્મ 8 જાન્યુઆરી 1986ના રોજ કર્ણાટકમાં થયો હતો.

તેમના પિતા અરુણ કુમાર કર્ણાટક ટ્રાન્સપોર્ટ સર્વિસમાં ડ્રાઈવર તરીકે કામ કરતા હતા અને તેમની માતા પુષ્પા એક હાઉસવાઈફ છે. ત્યાં રહીને તેમણે મૈસૂરમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો, ત્યાર પછી તેમણે એક્ટિંગ ક્ષેત્ર તરફ પોતાનો પગ આગળ વધાર્યો. આવી સ્થિતિમાં ભલે યશ એક સામાન્ય પરિવારથી હતા પરંતુ તેમણે પોતાના ટેલેંટથી કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના નામને ઓળખ આપી.

આ ઉપરાંત જણાવી દઈએ કે ફિલ્મનો પહેલો ભાગ એટલે કે KGF જબરદસ્ત હિટ સાબિત થયો હતો અને આ ફિલ્મથી યશને જબરદસ્ત સફળતા મળી હતી, ત્યાર પછી તે એક મોટા સુપરસ્ટાર બની ગયા. આટલું જ નહીં આ ફિલ્મ પછી તેની આખી જિંદગી બદલાઈ ગઈ હતી અને તેમની લાઈફસ્ટાઈલ પણ બદલાઈ ગઈ. ચાલો આવી સ્થિતિમાં જાણીએ તેમની લક્ઝરી લાઈફ વિશે.

જણાવી દઈએ કે યશે ફિલ્મની સફળતા પછી 2021માં બેંગ્લોરમાં એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. સાથે જ યશ અને તેમની પત્ની રાધિકા પંડિતે આ સુંદર ડુપ્લેક્સની તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી.

માહિતી જણાવી દઈએ કે, યશના પરિવારમાં તેમની પત્ની રાધિકા અને બે બાળકો આયરા અને યથર્વ છે અને યશનું એપાર્ટમેન્ટ બેંગ્લોરમાં પોશ કોલોની પ્રેસ્ટિજ ગોલ્ફ એપાર્ટમેન્ટ્સમાં, વિન્ડસર મેનરમાં આવેલું છે. સાથે જ મીડિયા રિપોર્ટ્સ મુજબ આ લક્ઝરી એપાર્ટમેન્ટની કિંમત લગભગ 6 કરોડ રૂપિયા છે.

આ ઉપરાંત જે વાત ધ્યાન આપવાની છે તે એ છે કે યશના ઘરમાં ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. યશ અને રાધિકા ભારતીય સંસ્કૃતિથી ખૂબ પ્રભાવિત છે અને તેઓ પોતાની સંસ્કૃતિ અને સભ્યતા સાથે હંમેશા જોડાયેલા રહેવા ઈચ્છે છે. આ જ કારણ છે કે તેમના ઘરમાં પૂજા માટે એક અલગ જગ્યા બનાવવામાં આવી છે, જેને સુંદર રીતે સજાવવામાં પણ આવે છે.

આ ઉપરાંત જણાવી દઈએ કે યશના ઘરની બાલ્કનીને ગ્રીક ટચ આપવામાં આવ્યો છે અને બાલ્કનીમાં રહેલું રસ્ટિક ફ્લોરિંગ તેને ખાસ બનાવે છે, સાથે જ અહીંથી આખા શહેરનો અદભૂત નજારો પણ જોવા મળે છે.

જણાવી દઈએ કે એપાર્ટમેન્ટની દિવાલો અને દરવાજા પર ડાર્ક કલર કરવામાં આવ્યો છે, જેનાથી ઘરને રોયલ ટચ મળે છે. આ ઉપરાંત, સ્ટેટમેન્ટ લાઇટ ફિક્સ્ચર અને મેટલનો ઉપયોગ કરીને બનાવેલી જિયોમેટ્રિક પેટર્ન ઘરના લુકમાં વધારો કરે છે.

સાથે જ જણાવી દઈકે કે થોડા સમય પહેલા યશ અને રાધિકાએ પોતાના સુંદર ઘરમાં પ્રવેશ કરતા કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં ઘરની અંદરનું મોડર્ન અને ટ્રેડિશનલ સ્ટાઈલનું કોમ્બિનેશન જોવા મળ્યું હતું.