પત્ની સાથે યુરોપમાં વેકેશન એંજોય કરી રહ્યા છે KGF સ્ટાર યશ, તેમની રોમેન્ટિક તસવીરોમાં જુવો “રોકી ભાઈ”નો સ્વેગ

બોલિવુડ

સાઉથ અને કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર યશ કોઈ ઓળખના મોહતાજ નથી. વર્ષ 2018માં આવેલી “KGF ચેપ્ટર 1” તેની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઈ છે. આ ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાંં આવી હતી. સાથે જ આ દિવસોમાં તેની KGF 2 ધૂમ મચાવી રહી છે.

કન્નડ ફિલ્મ અભિનેતા નવીન કુમાર ગૌડા એટલે કે યશને આજે પૂરા ભારતમાં લોકપ્રિયતા મળી રહી છે. KGFની સફળતા પછી તેની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો છે. દુનિયાભરમાં તેના ચાહકોની સંખ્યા સતત વધી રહી છે.

સાથે જ KGF સ્ટાર યશ અને તેની પત્ની રાધિકા પંડિત આ દિવસોમાં વેકેશન પર છે.  હા, યશે યૂરોપમાં વેકેશન એન્જોય કરતા પોતાની ઘણી રોમેન્ટિક તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ પાવર કપલની તસવીરો પર ચાહકો પોતાના રિએક્શન આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે યશ અને રાધિકા પંડિત સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. બંને અવારનવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર કંઈક ને કંઈક પોસ્ટ કરતા રહે છે, જે ટૂંક સમયમાં જ વાયરલ થઈ જાય છે. તાજેતરમાં, તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઘણી બધી તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે નવી જગ્યાઓને એક્સપ્લોર કરતા જોવા મળી રહી છે. આ તસવીરો પર ચાહકો ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. ચાહકોને આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.

યશ અને રાધિકા પંડિતની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. બંનેની પહેલી મુલાકાત ટીવી શોના સેટ પર થઈ હતી. પહેલી મુલાકાત દરમિયાન, રાધિકા પંડિતે યશ સાથે વાત કરી ન હતી કારણ કે તેને લાગતું હતું કે તે ખૂબ ઘમંડી હશે. પરંતુ તેમના નસીબમાં સાથે રહેવાનું લખ્યું હતું. ફિલ્મ ‘મોગીના મનસુ’ના શૂટિંગ દરમિયાન યશ અને રાધિકા એકબીજાને પ્રેમને કરવા લાગ્યા હતા. ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી, યશ અને રાધિકા પંડિતે વર્ષ 2016 માં લગ્ન કર્યા.

વેકેશનની તસવીરોમાં કપલ ચિલ મોડમાં જોવા મળી રહી છે. ક્યારેક તળાવના કિનારે તો ક્યારેક બંને બ્રેકફાસ્ટ કરતા જોવા મળી રહ્યા છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે કપલ સુંદર બેકગ્રાઉન્ડ સાથે અલગ-અલગ વાનગીઓ ટ્રાય કરતા જોવા મળી રહ્યા છે.

તસવીરોમાં જોઈ શકાય છે કે કન્નડ સુપરસ્ટાર યશ પોતાની પત્ની રાધિકા પંડિત સાથે કોઝી થતા જોવા મળી રહ્યા છે. બંને ભીડભાડથી દૂર એકબીજા સાથે ક્વાલિટી ટાઈમ પસાર કરી રહ્યા છે. તસવીરમાં કપલ પોતાના રોમેંટિક ગેટવે પસંદ કરતા જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે યશ અને રાધિકા પંડિતના લગ્ન બેંગ્લોરમાં 9 ડિસેમ્બર 2016ના રોજ થયા હતા. તેમના લગ્ન પ્રાઈવેટ સેરેમનીમાં થયા હતા. ત્યાર પછી બેંગ્લોરમાં ગ્રેન્ડ વેડિંગ રિસેપ્શન આપવામાં આવ્યું હતું. તેના રિસેપ્શનમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય સ્ટાર્સ શામેલ થયા હતા. આજે બંને બે બાળકોના માતા-પિતા છે, યશના પુત્રનું નામ યથર્વ અને પુત્રીનું નામ આયરા છે.

સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેનાર યશ અને રાધિકા પંડિત અવારનવાર પોતાના ચાહકો સાથે પોતાની અને પોતાના બાળકોની પ્રેમાળ તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે. તાજેતરમાં જ યશ અને તેના પુત્ર યથર્વનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જો કે, હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે તેમના બાળકો યથર્વ કે આયરા આ સફરમાં તેમની સાથે છે કે નહીં.