21 ડિસેમ્બર 2018 ના રોજ રિલીઝ થયેલી કન્નડ સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મ KGF બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મને દેશ અને દુનિયામાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. હિન્દી દર્શકો તરફથી પણ આ ફિલ્મને અપાર પ્રેમ મળ્યો હતો, જ્યારે ચાહકો લાંબા સમયથી તેના બીજા ભાગ એટલે કે KGF ચેપ્ટર 2ની રાહ જોઈ રહ્યા છે.
KGF 2 ની રિલીઝ કોરોનાને કારણે ઘણી વખત મુલતવી રાખવામાં આવી છે. ફિલ્મ બનીને તૈયાર છે અને તેનું ટ્રેલર પણ ઘણા સમય પહેલા રિલીઝ થઈ ચુક્યું છે. હવે માત્ર ફિલ્મની રિલીઝની રાહ જોવાઈ રહી છે. જણાવી દઈએ કે આ ફિલ્મ 14 એપ્રિલ 2022ના રોજ રીલિઝ થશે. આ દરમિયાન ચાલો તમને ફિલ્મના કલાકારો દ્વારા લેવામાં આવેલી ફી વિશે જણાવીએ.
યશ: ફિલ્મના મુખ્ય અને મહત્વપૂર્ણ કલાકાર છે અભિનેતા યશ. તે આ ફિલ્મમાં રોકી ભાઈના રોલમાં જોવા મળશે. મળતી માહિતી મુજબ, યશે ફિલ્મના બીજા ભાગ માટે 25 થી 27 કરોડ રૂપિયાની મોટી ફી લીધી છે.
સંજય દત્ત: હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર સંજય દત્ત પણ આ ફિલ્મના મુખ્ય ભાગ છે. ફિલ્મમાં ‘સંજુ બાબા’ અધીરાના દમદાર પાત્રમાં જોવા મળશે. હવે વાત કરીએ તેમની ફી વિશે તો તે 9 થી 10 કરોડ રૂપિયા છે.
રવિના ટંડન: હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડન પણ આ ફિલ્મનો ભાગ બની છે. રવિનાને ફિલ્મમાં રમિકા સેનની ભુમિકા માટે 1 થી 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
પ્રકાશ રાજ: પ્રકાશ રાજ દક્ષિણ ભારતીય સિનેમાનું એક જાણીતું નામ છે. તેણે હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પ્રકાશને ફિલ્મ KGF ચેપ્ટર 2 માટે 80 થી 82 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. તે વિજયેન્દ્રનું પાત્ર નિભાવી રહ્યા છે.
શ્રીનિધિ: સુંદર અભિનેત્રી શ્રીનિધિએ KGF ચેપ્ટર 2 માટે 3 થી 4 કરોડ રૂપિયા લીધા છે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં શ્રીનિધિ અભિનેતા યશની વિરુદ્ધ મુખ્ય ભુમિકા નિભાવતી જોવા મળશે.
પ્રશાંત નીલ: પ્રશાંત નીલને મેકર્સ દ્વારા 15 થી 20 કરોડ રૂપિયા આપવામાં આપ્યા છે. નોંધપાત્ર છે કે પ્રશાંત નીલ ફિલ્મ KGF 2 ના ડિરેક્ટર છે અને સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે પ્રશાંતે ફિલ્મની સ્ટોરી પણ લખી છે.
માલવિકા અવિનાશ: માલવિકા અવિનાશ પણ આ ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં જોવા મળશે. પોતાની ભુમિકા માટે આ અભિનેત્રીએ મેકર્સ પાસેથી 60 થી 62 લાખ રૂપિયા ની ફી લીધી છે.
અનંત નાગ: અનંત નાગ દક્ષિણ ભારતીય ફિલ્મોના લોકપ્રિય અભિનેતા છે. 73 વર્ષના અનંત આ ફિલ્મમાં આનંદની ભૂમિકામાં જોવા મળશે અને તેમને આ ભુમિકા માટે મેકર્સ દ્વારા 50 થી 52 લાખ રૂપિયાની ફી આપવામાં આવી છે.