KGF 2 અભિનેતા યશ ને મળી સંજય દત્ત કરતા અઢી ગણી વધુ ફી, જાણો KGF 2 ના અન્ય સ્ટારને કેટલી ફી મળશે

બોલિવુડ

દક્ષિણ ભારતીય સિનેમાના લોકપ્રિય સ્ટાર્સમાં અભિનેતા યશની પણ ગણતરી થાય છે. યશ કન્નડ ફિલ્મોના સ્ટાર છે. ઘણા વર્ષોથી યશ કન્નડ ફિલ્મોમાં કામ કરી રહ્યા છે, જોકે તેમને સાચી અને મોટી ઓળખ મળી હતી વર્ષ 2018 માં. આ દરમિયાન તેમની બ્લોકબસ્ટર ફિલ્મ ‘KGF’ આવી હતી.

યશની આ ફિલ્મ એ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા અને ઘણા નવા રેકોર્ડ બનાવ્યા. KGF ચેપ્ટર 1 એ મોટા પડદા પર 250 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. આ કારનામું કરનાર આ કન્નડ સિનેમાની પહેલી ફિલ્મ બની હતી. આ સાથે જ યશ સુપરસ્ટાર બની ગયા હતા.

‘KGF’ ફિલ્મ હિન્દી દર્શકોને પણ ખૂબ પસંદ આવી હતી. સાથે જ લાંબા સમયથી તેના બીજા ભાગ એટલે કે ‘KGF 2’ની ખૂબ ચર્ચા થઈ રહી છે. જણાવી દઈએ કે ‘KGF 2’ 14 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં દસ્તક આપવા જઈ રહી છે, જ્યારે તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું. ટ્રેલરને ચાહકોનો જબરદસ્ત પ્રેમ મળી રહ્યો છે.

ટ્રેલર જોયા પછી ચાહકોની ફિલ્મ માટે રાહ વધુ વધી ગઈ છે. લગભગ ત્રણ મિનિટનું આ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ સુંદર છે. જણાવી દઈએ કે KGFના સુપરહિટ થયા પછી યશે KGFના આગામી ભાગ માટે પોતાની ફીમાં જબરદસ્ત વધારો કર્યો છે. તો ચાલો જાણીએ યશને આ ફિલ્મ માટે કેટલી ફી આપવામાં આવી છે અને સાથે અન્ય સ્ટારની ફી પર પણ નજર કરીએ.

યશ: સુપરસ્ટાર યશ એકવાર ફરીથી પોતાની જોરદાર એક્ટિંગથી દર્શકોના દિલ જીતવા જઈ રહ્યા છે. યશે આ ફિલ્મ માટે મોટી રકમ વસૂલી છે. જણાવી દઈએ કે યશ ફરી એકવાર રોકીની દમદાર ભૂમિકામાં જોવા મળશે અને તેણે તેપોતાના રોલ માટે 25-27 કરોડ રૂપિયા મેકર્સ પાસે ચાર્જ કર્યા છે. જ્યારે KGF 1 માં તેની ફી ખૂબ ઓછી હતી.

સંજય દત્ત: હિન્દી સિનેમાના સુપરસ્ટાર સંજય દત્ત હવે ફિલ્મોમાં સાઈડ અને સપોર્ટિંગ ભુમિકામાં જોવા મળે છે. સંજય દત્ત KGF ચેપ્ટર 2 માં ચાહકોને જોવા મળવાના છે. તેમની ભૂમિકા ખૂબ જ દમદાર હશે. જણાવી દઈએ કે ફિલ્મમાં સંજુ બાબા ‘અધીરા’નો રોલ નિભાવવા જઈ રહ્યા છે. તેના માટે સંજય દત્તે મર્કસ પાસેથી 9 થી 10 કરોડ રૂપિયાની ફી લીધી છે.

રવિના ટંડન: હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડન પણ KGF ચેપ્ટર 2માં મુખ્ય ભૂમિકા નિભાવતા જોવા મળશે. તે રામિકા સેનની ભુમિકામાં હશે. રવિનાને ફિલ્મ માટે મેકર્સે 1 કરોડ રૂપિયા આપ્યા છે. રવિનાને આ ફિલ્મમાં જોવી ચાહકો માટે ખરેખર ખાસ રહેશે.

શ્રીનિધિ શેટ્ટી: આ ફિલ્મમાં શ્રીનિધિ શેટ્ટી મુખ્ય અભિનેત્રીનું પાત્ર નિભાવી રહી છે. શ્રીનિધિએ KGF ચેપ્ટર વનમાં પણ કામ કર્યું હતું અને તે હવે KGF ચેપ્ટર 2માં પણ જોવા મળશે. યશની વિરુદ્ધ ફિલ્મના પહેલા ભાગમાં તે ખૂબ પસંદ કરવામાં આવી હતી. શ્રીનિધિને મેકર્સે 3 થી 4 કરોડ રૂપિયાની મોટી ફી આપી છે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં તે રીના દેસાઈના પાત્રમાં જોવા મળશે.

પ્રકાશ રાજ: દક્ષિણ ભારતીય સિનેમા અને હિન્દી સિનેમાના પ્રખ્યાત વિલન પ્રકાશ રાજ પણ KGF ચેપ્ટર 2 નો ભાગ છે. જોકે તેનો રોલ નાનો છે, પરંતુ તેને મેકર્સે નાના રોલ માટે 80 થી 82 લાખ રૂપિયાની ફી ચૂકવી છે.

અનંત નાગ: અનંત નાગ પણ આ ફિલ્મમાં નાની ભુમિકામાં છે. આ ફિલ્મ માટે તેને 50 થી 52 લાખ રૂપિયા ફી તરીકે ચૂકવવામાં આવ્યા છે.

માલવિકા અવિનાશ: અભિનેત્રી માલવિકા અવિનાશ પણ આ ફિલ્મનો મુખ્ય ભાગ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માલવિકાને 60 થી 62 લાખ રૂપિયાની ફી ચૂકવવામાં આવી છે.