‘KGF ચેપ્ટર 2’ હવે OTT પર રિલીઝ થવા માટે છે તૈયાર, જાણો કેટલા કરોડમાં કંપનીએ ખરીદ્યા તેના રાઈટ્સ

બોલિવુડ

સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અભિનેતા યશની ફિલ્મ KGF ચેપ્ટર 2 આ દિવસોમાં સિનેમાઘરોમાં તમામ રેકોર્ડ તોડી ચુકી છે. આ ફિલ્મમાં યશની સાથે શ્રીનિધિ શેટ્ટી, સંજય દત્ત અને રવિના ટંડન દમદાર પાત્ર નિભાવતા જોવા મળ્યા છે. યશની આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે લાગે છે કે તેમની રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. KGF ચેપ્ટર 2 ના OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા વિશે એક મોટી માહિતી સામે આવી રહી છે. જણાવી દઈએ કે KGF ચેપ્ટર 2 ના ડિજિટલ રાઈટ્સ મોટી રકમમાં વેચવામાં આવ્યા છે. નોંધપાત્ર છે કે ફિલ્મના ડિજિટલ રાઈટ્સ વેચવાની રકમ પણ પોતાનામાં એક રેકોર્ડ બની ગઈ છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો KGF ચેપ્ટરની આ ડિજિટલ ડીલ 320 કરોડ રૂપિયામાં થઈ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ 23 મેના રોજ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. જો કે હજુ સુધી આ માહિતીને લઈને કોઈ ઓફિશિયલ ઘોષણા સામે આવી નથી.

આ મોટી ફિલ્મો પણ OTT પ્લેટફોર્મ પર વેચાઈ હતી: ‘લક્ષ્મી’ ને OTT પ્લેટફોર્મને 125 કરોડમાં વેચવામાં આવી હતી. ‘રાધેશ્યામ’ને OTT પ્લેટફોર્મ પર 250 કરોડ રૂપિયાની મોટી રકમમાં રિલીઝ કરવામાં આવી હતી. ‘ભુજ ધ પ્રાઇડ’ને OTT પ્લેટફોર્મ પર 110 કરોડની રકમ મળ્યા પછી રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મ ‘દિલ બેચારા’ 40 કરોડની મોટી રકમ ચૂકવીને OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી.

‘KGF ચેપ્ટર 2’ એ 20 દિવસમાં તોડ્યા તમામ રેકોર્ડ: જેમ કે તમે બધા જાણતા જ હશો કે ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ને સિનેમાઘરોમાં રિલીઝ થયાને 21 દિવસ થઈ ગયા છે અને આ ફિલ્મ એ આ 21 દિવસમાં 1054.85 કરોડની કમાણી કરીને પહેલાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જો ફિલ્મના હિન્દી વર્ઝનની વાત કરીએ તો આ ફિલ્મના માત્ર હિન્દી વર્ઝને જ 373.30 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને સાથે જ દેશભરમાં અત્યાર સુધીમાં આ ફિલ્મ એ 752.99 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હાલમાં આ ફિલ્મનો બિઝનેસ ચાલી રહ્યો છે અને દર્શકો આ ફિલ્મને ખૂબ જ ઉત્સાહથી જોઈ રહ્યા છે, દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મમાં હિન્દી સિનેમા જગતના વિલન સંજય દત્ત દ્વારા નિભાવવામાં આવેલું પાત્ર દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યું છે.

‘RRR’ ક્યારે OTT પર રિલીઝ થશે? માહિતી માટે તમને જણાવી દઈએ કે કેજીએફ ચેપ્ટર 2 ઉપરાંત એસએસ રાજામૌલીની આરઆર ફિલ્મ આ દિવસોમાં સિનેમાઘરોમાં ખૂબ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મની પણ OTT પર રિલીઝ ડેટ સામે આવી રહી છે. આગિયાર સો કરોડ રૂપિયાની કમાણી કરનાર KGF ચેપ્ટર 2 નેટફ્લિક્સ પર રિલીઝ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે RRR ફિલ્મ OTT પ્લેટફોર્મ પર 20 મે 2022ના રોજ રિલીઝ થઈ શકે છે, દર્શકો પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.