બોલીવુડ અભિનેત્રીઓ જેવી સુંદર છે KGF 2 ના યશની પત્ની, જુવો તેની સુંદર તસવીરો

બોલિવુડ

ભારતીય બોક્સ ઓફિસ પર આ દિવસોમાં મૂળ કન્નડમાં બનેલી દક્ષિણ ભારતીય સિનેમાના અભિનેતા યશની ફિલ્મ ‘KGF 2’ તાબડતોડ કમાણી કરી રહી છે. ફિલ્મનો બીજો ભાગ ફિલ્મના પહેલા ભાગ કરતા પણ વધુ સફળ થઈ રહ્યો છે. આ ફિલ્મ હિન્દી ભાષી દર્શકોને પણ ખૂબ પસંદ આવી રહી છે.

યશ ફિલ્મમાં ફરી એકવાર ‘રોકી’ના દમદાર પાત્રમાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં વિલન બન્યા છે હિન્દી સિનેમાના સુપરસ્ટાર સંજય દત્ત. તે ‘અધીરા’ના પાત્રમાં છે જ્યારે બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન ફિલ્મમાં ‘રમિકા સેન’ના પાત્રમાં જોવા મળી રહી છે. સાથે જ શ્રીનિધિ શેટ્ટી યશની વિરુદ્ધ છે.

મોટા પડદા પર તો હાલમાં યશ શ્રીનિધિ સાથે છે પરંતુ રિયલ લાઈફમાં તેમની હમસફર કોણ છે આજે અમે તમારી સાથે તેના વિશે વાત કરશું. યશ એક પરિણીત અભિનેતા છે. આટલું જ નહીં તે બે બાળકોના પિતા પણ છે. યશની પત્નીનું નામ રાધિકા પંડિત છે. રાધિકા પણ અભિનેત્રી છે.

લગ્નના વર્ષો પહેલાથી યશ અને રાધિકા એકબીજાને ઓળખતા હતા. કહેવાય છે કે બંને પહેલી વખત ટીવી સીરિયલ ‘નંદા ગોકુલા’ના સેટ પર મળ્યા હતા. આ વાત છે વર્ષ 2007ની. ત્યાર પછી બંને બીજી વખત વર્ષ 2008માં મળ્યા હતા. આ દરમિયાન બંને ફિલ્મ ‘મોગીના મનસુ’માં સાથે જોવા મળ્યા હતા.

ફિલ્મના સેટ પર યશ અને રાધિકા વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી. મિત્રતા ગાઢ બની અને બંનેએ આગળ પણ ફિલ્મોમાં કામ કર્યું. બંનેએ સાથે ચાર ફિલ્મો આપી છે. સાથે કામ કરતી વખતે બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને પછી બંનેએ પોતાના સંબંધોને નવું નામ આપીને લગ્ન કરી લીધા હતા.

યશે રાધિકા માટે પોતાનો પ્રેમ વેલેન્ટાઈન ડે પર વ્યક્ત કર્યો હતો. જ્યાં યશ રાધિકાના પ્રેમમાં હતો ત્યાં રાધિકા પણ યશ પર જાન છિડકતી હતી. યશે ખાસ સ્ટાઈલમાં રાધિકાને પ્રપોઝ કર્યો હતો. તેણે રાધિકાને જે ચીજો પસંદ હતી તેનું એક ગિફ્ટ હેમ્પર બનાવ્યું અને તેને કારની અંદર રાખ્યું. ત્યાર પછી અભિનેતા એ અભિનેત્રી સામે પોતાનો પ્રેમ પ્રસ્તાવ રાખ્યો.

રાધિકા કાર પાસે પહોંચી અને તેણે તે ગિફ્ટ જોઈ જેના પર લખ્યું હતું ‘હેપ્પી વેલેન્ટાઈન ડે’. એકવાર પોતાના એક ઈન્ટરવ્યુમાં રાધિકાએ કહ્યું હતું કે યશના પ્રપોઝ પછી પણ મેં ખૂબ સમય લીધો હતો. હું મારી ફિલ્મો પણ અચાનક સાઈન નથી કરતી, પછી આ તો જીવનભરનો પ્રપોઝલ હતો. મેં યશને હા કહેવા માટે 6 મહિનાનો સમય લીધો હતો.

ગોવામાં કરી હતી સગાઈ: કેટલાક વર્ષોની ડેટિંગ પછી, યશ અને રાધિકા પંડિતે પોતાના સંબંધને આગળ વધારવાનું નક્કી કર્યું. કપલે ગોવામાં 12 ઓગસ્ટ 2016ના રોજ સગાઈ કરી હતી. પછી તે જ વર્ષે કપલે પોતાના સંબંધને લગના મંડપ સુધી પહોંચાડ્યો હતો.

બે બાળકોના માતા-પિતા બન્યા: યશ અને રાધિકા હવે બે બાળકોના માતા-પિતા છે. બંનેને એક પુત્ર અને એક પુત્રી છે. પહેલી વખત યશ અને રાધિકા લગ્નના બે વર્ષ પછી વર્ષ 2018માં માતા-પિતા બન્યા હતા. ત્યારે રાધિકાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. કપલની પુત્રીનું નામ આયરા છે.

પછી પુત્રને જન્મ આપ્યો: વર્ષ 2018માં પુત્રીના માતા-પિતા બન્યા પછી બંને વર્ષ 2019માં પુત્રના માતા-પિતા બન્યા હતા. રાધિકા અને યશે પોતાના પુત્રનું નામ યથર્વ રાખ્યું છે. બંને પોતાના પરિવાર સાથે સુખી જીવન જીવી રહ્યા છે.

યશના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે હાલમાં KGF 2 ની અપાર સફળતાનો આનંદ માણી રહ્યા છે. આ ફિલ્મ એ 9 દિવસમાં દુનિયાભરમાં 700 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ એ ઘણા રેકોર્ડ તોડ્યા અને ઘણા નવા રેકોર્ડ બનાવ્યા.