આ 7 રાશિના લોકો રહો સાવચેત, જીવનમાં આવશે દુઃખ, કેતુ લગાવશે જીવનની ખુશીઓ પર તાળું, જાણો તમારી તેમાં શામેલ છે કે નહિં

ધાર્મિક

જ્યોતિષમાં કુલ 12 રાશિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તે મુજબ ગ્રહો અને નક્ષત્રોની બદલાતી સ્થિતિ આપણી રાશિ પર પણ શુભ અને અશુભ અસર કરે છે. જો કુંડળીમાં કેતુ ગ્રહની સ્થિતિ યોગ્ય ન હોય તો ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. 12 એપ્રિલ, 2022ના રોજ કેતુ તુલા રાશિમાં પ્રવેશ કરશે. 7 વિશેષ રાશિઓ પર તેની ખૂબ જ અશુભ અસર પડશે.

મેષ રાશિ: મેષ રાશિમાં જેવું કેતુનું ગોચર થશે, મેષ રાશિના લોકોના જીવનમાં મુશ્કેલીઓ શરૂ થઈ જશે. આ દરમિયાન તમને સ્કીન સાથે સંબંધિત કોઈ બીમારી થઈ શકે છે. સાથે જ ધંધો કરનારાઓને નુકસાન સહન કરવું પડશે. ધંધામાં જો કોઈ ભાગીદાર છે તો તેમની સાથે ઝઘડો થઈ શકે છે. ધંધામાં આર્થિક નુકસાન થવાને કારણે મન અશાંત રહી શકે છે. પ્રેમ સંબંધોની બાબતમાં નિષ્ફળતા મળશે.

વૃષભ રાશિ: કેતુના ગોચરથી વૃષભ રાશિના લોકો માનસિક તણાવનો શિકાર બની શકે છે. તમારી સાથે કોઈ અકસ્માત પણ થઈ શકે છે. તેથી રોડ ક્રોસ કરતી વખતે અને વાહન ચલાવતી વખતે ખૂબ સાવચેતી રાખો. સ્વાસ્થ્ય પણ નરમ-ગરમ રહી શકે છે. આહાર પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. નુક્સાન શક્ય છે. ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે.

સિંહ રાશિ: સિંહ રાશિના લોકો માટે કેતુનું ગોચર દુઃખદ સમાચાર લાવશે. પરિવારમાં ખૂબ લડાઈ-ઝઘડા થશે. કોઈને ઉધાર પૈસા આપવાથી બચો, પરત નહીં મળે. મકાન, વાહન અથવા દુકાનની ખરીદીમાં પૈસાનું રોકાણ ન કરો. નુકસાન શક્ય છે. પ્રેમ સંબંધની બાબતમાં નિરાશા રહેશે. લગ્નના યોગ બનતા બનતા તૂટી શકે છે. વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે.

તુલા રાશિ: કેતુ ગોચરને કારણે તુલા રાશિના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડશે. પરિવારને લઈને તમે ચિંતિત રહી શકો છો. જો તમે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો થોડા સમય માટે રોકી દો. તમારા દરેક કામમાં અવરોધ જરૂર આવશે. નસીબ તમારો સાથ નહીં આપે. દુર્ભાગ્ય તમારો પીછો છોડશે નહીં. ધંધામાં લાભને બદલે નુકસાન થશે. નોકરી જોખમમાં આવી શકે છે. પ્રેમમાં નિષ્ફળતા મળશે.

વૃશ્ચિક રાશિ: કેતુનું ગોચર વૃશ્ચિક રાશિના જાતકો માટે ખરાબ સમાચાર લાવશે. તમે કેટલી પણ મહેનત કરી લો જીવનમાં સફળતા નહીં મળે. આ થોડો સમય તમારે મુશ્કેલીમાં પસાર કરવો પડશે. પરિવારમાં અશાંતિ રહેશે. વિદ્યાર્થીઓએ પણ ખરાબ સમય જોવો પડશે. બોસ સાથે દલીલ કરવાથી નોકરી જોખમમાં પડી શકે છે. પ્રિયજનો તરફથી દગો મળી શકે છે. લગ્નના યોગ નહિં બને. સમાજમાં માન-સમ્માન ઘટશે.

ધન રાશિ: કેતુ ગોચર ધન રાશિના લોકો માટે ખૂબ દુઃખ લાવશે. કોઈ કારણ વગર કષ્ટદાયક મુસાફરી કરવી પડી શકે છે. વ્યર્થ ખર્ચ વધશે. ધનની આવક ઓછી થશે. ધંધામાં નુકસાન થશે. સ્વાસ્થ્ય બગડવાના કારણે મન અશાંત રહેશે. પ્રિયજનોનો સાથ ન મળવાથી મન ઉદાસ રહેશે. પ્રેમમાં દગો મળી શકે છે. કિંમતી ચીજો ચોરી થઈ શકે છે.

મીન રાશિ: નોકરીમાં ઘણી સમસ્યાઓ આવશે. મહેનતનું યોગ્ય પરિણામ નહીં મળે. ત્વચા સંબંધિત બીમારી થઈ શકે છે. પ્રેમમાં તમને દગો મળી શકે છે. જીવનસાથી સાથે અનબન થઈ શકે છે. ધંધામાં નુકસાન થવાની સંભાવના છે. સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડશે. નસીબ તમારો સાથ છોડી દેશે.