ન્યૂયોર્કમાં સ્ટ્રીટ ક્રોસ કરતા કંઈક આ સ્ટાઈલમાં જોવા મળ્યા કેટરીના-વિકી, જુવો કપલે શેર કરેલી સ્પેશિયલ મોમેંટની ખાસ ઝલક

બોલિવુડ

બોલિવૂડની સૌથી પ્રખ્યાત અને લવેબલ કપલ કેટરીના કેફ અને વિકી કૌશલ બંને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને સાથે જ અભિનેતા વિકી કૌશલ પોતાની લેડી લવ કેટરિના કૈફ સાથેની પ્રેમાળ તસવીર શેર કરીને તેના ચાહકોને ટ્રીટ આપવાની એક પણ તક ગુમાવતા નથી પછી તે તેમના લગ્નની તસવીર હોય કે તેમના હનીમૂનની. લગ્ન પછીથી જ કેટરીના કેફ અને વિકી કૌશલ ચાહકોની ફેવરિટ કપલ બનેલા છે અને સોશિયલ મીડિયા પર આ કપલની તસવીરો આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

સોશિયલ મીડિયા પર કેટરિના કૈફ અને વિકી કૌશલ એકબીજા સાથે રોમેન્ટિક પળ શેર કરતા રહે છે અને આ દરમિયાન આ દિવસોમાં બોલિવૂડની સુંદર કપલ ન્યૂયોર્કમાં એકબીજા સાથે ક્વાલિટી ટાઈમ પસાર કરી રહી છે. ત્યાંથી વિકી કૌશલ અને કેટરીના કૈફે પણ ઘણી તસવીરો શેર કરી છે અને આ તસવીરોમાં આ કપલ વચ્ચે ખૂબ જ સુંદર કેમેસ્ટ્રી અને ગાઢ પ્રેમ જોવા મળી રહ્યો છે.

કેટરિના કૈફે પણ ન્યૂયોર્કથી પોતાના પતિ વિકી કૌશલ સાથેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાંથી એક તસવીરમાં કેટરિના કૈફ તેના ફેવરિટ કેફે ‘બબી’માં બેઠેલી જોવા મળી રહી છે અને આ તસવીરમાં કેટરિના કૈફના ચહેરા પર જે ક્યૂટ સ્માઈલ જોવા મળી રહી છે તે સ્પષ્ટપણે તેની ખુશી જણાવી રહી છે. કેટરિના કૈફે તેની ફેવરિટ ડિશની તસવીર શેર કરીને તેના ચાહકોને આકર્ષ્યા છે અને સાથે જ વિકી કૌશલ સાથે સ્ટ્રીટ ક્રોસ કરતા કેટરિના કૈફની રેન્ડમ ક્લિક તસવીર ખૂબ જ સુંદર લાગી રહી છે.

વાત કરીએ કેટરિના કૈફના આઉટફિટની તો આ તસવીરોમાં જ્યાં કેટરિના કૈફ એ ગ્રીન કલરનો ઓવરસાઈઝ શર્ટ, ડેનિમ જેકેટ પહેર્યું છે, તો વિકી કૌશલે વ્હાઇટ કલરનું ટી-શર્ટ, અને ડેનિમ જેકેટ પહેર્યું છે અને તે ખૂબ જ હેંડસમ લાગી રહ્યા છે અને કેટરિના કૈફ પણ કેઝ્યુઅલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ તસવીરો શેર કરતા વિકી કૌશલે કેપ્શન લખ્યું છે કે ‘સુગર રશ’. કેટરિના કૈફ અને વિકી કૌશલની આ અદ્ભુત તસવીરો જોયા પછી ચાહકો સતત આ તસવીરો પર કમેન્ટ કરી રહ્યાં છે અને પ્રેમ લૂટાવી રહ્યાં છે અને માત્ર ચાહકો જ નહીં પરંતુ સેલિબ્રિટીઓ પણ કેટરિના કૈફ અને વિકી કૌશલની આ તસવીરો પર પ્રેમ લૂટાવી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે આ પહેલા 8 મે, 2022 ના રોજ મધર્સ ડેની ખાસ તક પર, કેટરિના કૈફ અને વિકી કૌશલ બંનેએ પોતાની માતા અને સાસુ સાથે પ્રેમાળ તસવીરો શેર કરી હતી.

વિકી કૌશલે મધર્સ ડે પર પોતાના લગ્નની ત્રણ અનસીન તસવીરો શેર કરી હતી, જેમાં પહેલી તસવીરમાં તેની માતા તેના પુત્રના લગ્નમાં ડાન્સ કરતા જોવા મળી હતી અને બીજી તસવીરમાં વિકી કૌશલ પોતાની પત્ની કેટરીના કેફ સાથે પોતાની સાસુ માઁ ના આશીર્વાદ લેતા જોવા મળી રહ્યા હતા. કેટરીના કેફ એ પણ મધર્સ ડે પર પોતાની માતા અને પોતાની સાસૂ માઁ સાથે ખૂબ જ પ્રેમાળ તસવીર શેર કરી હતી.