દિવાળી પહેલા ઘરમાં રાખેલી આ 5 ચીજો કરો દૂર નહિં તો મતા લક્ષ્મી નહિં કરે ઘરમાં પ્રવેશ

ધાર્મિક

દિવાળીનો તહેવાર દર વર્ષે આસો મહિનાના કૃષ્ણ પક્ષની અમાસની તિથિ પર ઉજવવામાં આવે છે. આ તહેવાર હિન્દુ ધર્મ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે દેશભરમાં દિવાળીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, દિવાળી 14 નવેમ્બર 2020 ના રોજ પડી રહી છે, દિવાળી પહેલા, મોટાભાગના લોકો ઘરની જરૂરી ચીજોની ખરીદી અને ઘરની સાફ-સફાઇ શરૂ કરે છે.

તમારામાંથી પણ ઘણા લોકો એવા હશે કે જેમણે દિવાળી પહેલા પોતાના ઘરની સફાઈ શરૂ કરી દીધી છે, એવું માનવામાં આવે છે કે જો ઘર સાફ રહે તો દિવાળીના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ કરે છે, જેના કારણે ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે, માતા લક્ષ્મીજીને સ્વચ્છતા ખૂબ જ પ્રિય છે, આ કારણે લક્ષ્મી પૂજામાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ ઉપરાંત જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની કેટલીક ચીજો એવી હોય છે જો તમે તેને તમારા ઘરમાં રહેવા દો, તો તેના કારણે માતા લક્ષ્મીજી તમારા ઘરમાં પ્રવેશ કરશે નહીં, આ કઈ વસ્તુઓ છે? આજે અમે તમને આ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જો આ વસ્તુઓ ઘરમાં હોય તો તરત જ તેને દૂર કરો.

દિવાળી પહેલા આ ચીજો ઘરની બહાર કાઢો: વાસ્તુ શાસ્ત્ર મુજબ તમે તમારા ઘરમાં તૂટેલું ફર્નિચર ન રાખો કારણ કે તે અશુભ માનવામાં આવે છે, જો તમારા ઘરમાં આ પ્રકારનો કોઈ સામાન છે તો તમે તેને તાત્કાલિક બહાર ફેંકી દો અને તમે હંમેશા ઘરના ફર્નિચરને સાફ રાખો.

તૂટેલો અરીસો: જો તમે દિવાળી પહેલા તમારા ઘરની સફાઈ કરી રહ્યા છો તો તમે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારા ઘરમાં તૂટેલો અરીસો ન રાખો કારણ કે તેનાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે.

ખરાબ ઇલેક્ટ્રોનિક ચીજો: જો તમારા ઘરમાં કોઈ ખરાબ ઇલેક્ટ્રોનિક ચીજો છે, તો તરત જ તેને ઘરની બહાર ફેંકી દો કારણ કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર તે અશુભ માનવામાં આવે છે, જો આ ચીજો તમારા ઘરમાં હોય તો તે સ્વાસ્થ્ય અને ભાગ્ય બંનેને ખરાબ અસર કરે છે.

ખંડિત મૂર્તિ: તમારા ઘરની અંદર દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિ ન રાખો કારણ કે તે શુભ માનવામાં આવતું નથી. તમારા ઘરની છત પર ગંદકી એકઠી થવા ન દો, જો ઘરની છત પર કચરો હોય તો તેને એકત્રિત કરો અને સાફ કરો.

બંધ ઘડિયાળ: તમારા ઘરમાં બંધ ઘડિયાળ ન રાખવી કારણ કે વાસ્તુ શાસ્ત્ર મુજબ તેનાથી તમારે તમારી પ્રગતિમાં અવરોધનો સામનો કરવો પડશે.

પગરખા: જો તમારા ઘરમાં એવા પગરખાં અને ચપ્પલ છે જેનો તમે ઉપયોગ ન કરતા હોય તો દિવાળીના તહેવાર પહેલા ઘરની સફાઈ દરમિયાન તેને તમારા ઘરમાંથી કાઢી નાખો, કરણ કે જો આ ચીજો તમારા ઘરમાં રહેશે તો તેનાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થશે, એટલું જ નહિં પરંતુ તેના કારણે દુર્ભાગ્યનો સામનો પણ કરવો પડે છે.

8 thoughts on “દિવાળી પહેલા ઘરમાં રાખેલી આ 5 ચીજો કરો દૂર નહિં તો મતા લક્ષ્મી નહિં કરે ઘરમાં પ્રવેશ

 1. I do trust all the ideas you have introduced to your post.
  They’re very convincing and can certainly work. Nonetheless, the posts are too short for newbies.
  Could you please lengthen them a little from subsequent time?
  Thanks for the post.

 2. I visit everyday some web sites and blogs to read
  articles or reviews, except this web site offers quality based writing.

 3. You actually make it seem so easy with your presentation but I find this matter to be really something which I think I would never understand.
  It seems too complicated and extremely broad for me. I’m looking
  forward for your next post, I’ll try to get the hang of it!

 4. Wow, wonderful weblog layout! How lengthy have you been running a blog for?you made running a blog glance easy. The overall glance of yourweb site is fantastic, let alone the content!

 5. I’m truly enjoying the design and layout of your blog.
  It’s a very easy on the eyes which makes it much more pleasant for me to come here and visit more
  often. Did you hire out a designer to create your theme?
  Fantastic work!

 6. Ahaa, its fastidious dialogue concerning this piece of writing here at this web
  site, I have read all that, so now me also
  commenting here.

 7. Oh my goodness! Incredible article dude!Thank you so much, However I am encountering difficultieswith your RSS. I don’t know why I can’t join it.Is there anybody getting identical RSS problems?Anybody who knows the solution can you kindly respond? Thanks!!

Leave a Reply

Your email address will not be published.