ઘરમાં રાખો આ 6 ચીજો દૂર ભાગશે ગરીબી, આવશે પૈસા જ પૈસા

ધાર્મિક

જો ઘરમાં નકારાત્મક ઉર્જા વધી જાય તો પરિવારની સુખ-શાંતિ ને નજર લાગી જાય છે. પૈસા અંગેની ચિંતા પણ વધવા લાગે છે. તેથી વસ્તુ શાસ્ત્રમાં ઘરની નેગેટિવ ઉર્જાને પોઝિટિવ ઉર્જામાં બદલવાના કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. આ પ્રમાણે જો ઘરમાં કેટલીક ખાસ ચીજો રાખીને રોજ તેના દર્શન કરવામાં આવે તો પોઝિટિવ ઉર્જા આપમેળે વધી જાય છે. તેનાથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને સંપત્તિ આવે છે.

મોરપીંછ: તેને પૂજા ઘરમાં રાખવા જોઈએ. તેનાથી માત્ર પોઝિટિવ ઉર્જા જ વધતી નથી પરંતુ ઘરમાં જીવ-જંતુઓમાં પણ ઘટાડો થાય છે. એવું માનવામાં આવે છે કે મોરપીંછ ઘરમાં રાખવાથી ભગવાન વિષ્ણુના તમામ અવતારોના દર્શન થઈ જાય છે.

પારદ શિવલિંગ: વાસ્તુ શાસ્ત્રમાં પારદ શિવલિંગને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. તેને ભગવાન શિવ સાથે સંબંધિત કોઈપણ શુભ તિથિએ ઘરમાં સ્થાપિત કરવી જોઈએ. તેની રોજ વિધિપૂર્વક પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે.

શ્રીયંત્ર: તેને પૂજાસ્થળમાં રાખવું જોઈએ. લક્ષ્મીજીનું પ્રિય હોવાને કારણે તેની પૂજા કરવાથી પૈસાની કમી થતી નથી. તેને ઘરમાં રાખવાથી માતા લક્ષ્મીની સાથે ભગવાન લક્ષ્મી નારાયણના આશીર્વાદ પણ મળે છે.

દક્ષિણવર્તી શંખ: પુરાણોમાં દક્ષિણાવર્તી શંખનું મહત્વ જણાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે તેને ઘરમાં રાખવાથી અકસ્માત, મૃત્યુ, ચોરી અને દુશ્મનના ભયથી બચી શકાય છે. તેની મદદથી તમે લક્ષ્મીજીને પણ ઝલ્દી પ્રાપ્ત કરી શકો છો. આ શંખ દેવું, રોગ અને ગરીબી દૂર કરે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.

તુલસી: હિન્દુ ધર્મમાં, તુલસીને માતા તરીકે ઓળખવામાં આવે છે. તેના કુદરતી ઔષધીય સ્વરૂપથી પણ ઘણા ફાયદા છે. તે વાતાવરણને શુદ્ધ કરવાનું કામ કરે છે. તેને ખાવાથી અનેક રોગો પણ દૂર થાય છે. બીજી બાજુ તુલસી હંમેશાં ઘરની સકારાત્મક ઉર્જાને ઉચ્ચ સ્તરે રાખે છે. તેનાથી સંપત્તિમાં ઝડપથી વૃદ્ધિ થાય છે.

નૃત્ય ગણપતિ: ઘરની અંદર નૃત્ય કરતા ગણેશની મૂર્તિ અથવા તસવીર જરૂર લગાવવી જોઈએ. આવા ગણેશજીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમને પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખવા જોઈએ. તેમની કૃપાથી, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તેઓ ઘરની નકારાત્મક ઉર્જાનો ઝડપથી નાશ પણ કરે છે. તેમના રોજ દર્શન કરવાથી મન પ્રસન્ન અને શુદ્ધ રહે છે.

Leave a Reply

Your email address will not be published.