કોરોના કાળમાં આ 5 ચીજો ઓક્સીજન લેવલ યોગ્ય જાળવી રાખવામાં કરશે તમારી મદદ, આજ થી જ શરૂ કરો તેનું સેવન

હેલ્થ

કોરોના વાયરસની ફેફસાં પર સૌથી વધુ અસર થાય છે. તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ બને છે કે તમારા ફેફસાં મજબૂત રહે અને તેના પર ચેપની અસર ન થાય. ક્પ્ર્પ્ના વાયરસથી પોતાના ફેફસાને બચાવવા માટે અમે ઈમ્યૂનિટી મજબૂત કરવા માટે નીચે જણાવેલા ઘરેલું ઉપાય અજમાવો. આ ઉપાય કરવાથી ફેફસાં મજબૂત બને છે અને ચેપથી તેની રક્ષા થાય છે.

તુલસી અને લવિંગનું મિશ્રણ: તુલસી અને લવિંગનું મિશ્રણ ફેફસાં માટે સારું માનવામાં આવે છે અને તેની મદદથી કોરોના વાયરસથી બચી શકાય છે. તુલસી અને લવિંગનું મિશ્રણ ખાવાથી ફેફસાંમાં શક્તિ મળે છે. આ ઘરેલું ઉપાય હેઠળ તમે થોડા તુલસીના પાન લઈને સાફ કરો. પછી તેમને સૂકવી લો. હવે તેમને લવિંગની સાથે ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરો. આ મિશ્રણ તૈયાર છે. આ મિશ્રણ દરરોજ પીવો. જો તમે ઇચ્છો તો તમે આ મિશ્રણમાં થોડી હળદર પણ ઉમેરી શકો છો.

મુલેઠી અને કાળા મરીનું મિશ્રણ: ફેફસાંને મજબૂત બનાવવા માટે, આ મિશ્રણનો ઉપયોગ જરૂર કરો. આ મિશ્રણ બનાવવા માટે, થોડી મુલેઠી, કાળા મરી અને લવિંગ સેકી કરો. ત્યાર પછી તેમાં 4-5 તુલસીના પાન, થોડી ખાંડ અને તજ મિક્સ કરો. આ મિશ્રણને ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરો. તેનો પાવડર તૈયાર કરો, અને તેનું સેવન કરો. આ મિશ્રણ રોજ ખાવાથી ફેફસાં મજબૂત બને છે. એટલું જ નહીં, આ મિશ્રણ અસ્થમાના દર્દીઓ માટે પણ લાભકારક માનવામાં આવે છે.

તુલસી: તુલસીને પણ ફેફસાં માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ ખાવાથી શરીરને પોટેશિયમ, આયર્ન, ક્લોરોફિલ મેગ્નેશિયમ, કેરોટિન અને વિટામિન-સી જેવા તત્વો મળે છે. આ બધા તત્વો ફેફસાંને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. દરરોજ સવારે ખાલી પેટ પર તુલસી ખાવાથી અનેક રોગો સામે રક્ષણ મળે છે. દરરોજ 4-5 તુલસીના પાનનું સેવન કરો. જો તમે ઈચ્છો છો તો તુલસીની ચા પણ પી શકો છો. તુલસીની ચા તૈયાર કરવા માટે, એક ગ્લાસ પાણી ગરમ કરવા માટે ગેસ પર રાખો. આ પાણીમાં તુલસીના પાન નાખો અને પાણીને સારી રીતે ઉકાળો. આ પાણી ગાળીને તેનું સેવન કરો.

લવિંગ: લવિંગ ગુણધર્મોથી ભરપુર છે અને તેનું સેવન કરવાથી પાચન સિસ્ટમ, હૃદય, ફેફસાં, લિવર સ્વસ્થ રહે છે. લવિંગમાં યુઝિનોલ નામનું તત્વ હોય છે, જેના કારણે પેટની સમસ્યા અને શરીરના દુખાવા જેવી સમસ્યાઓથી ફાયદો થાય છે. લવિંગમાં બળતરા વિરોધી, એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ છે, જે શરીરને વાયરસથી સુરક્ષિત કરે છે. તેથી તમારે દરરોજ લવિંગનું પણ સેવન કરવું જોઈએ.

તજ: તજ ફેફસાંને મજબૂત બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે. તેમાં ભરપુર માત્રામાં થાઇમિન, ફોસ્ફરસ, પ્રોટીન, સોડિયમ, વિટામિન, કેલ્શિયમ, મેંગેનીઝ, પોટેશિયમ, નિયાસિન, કાર્બોહાઈડ્રેટથી સમૃદ્ધ છે. તે એન્ટી ઓક્સિડેન્ટનો સારો સ્રોત છે, જે ફેફસાંને સ્વસ્થ રાખે છે.

હળદર: આયુર્વેદમાં હળદરનું સેવન શ્રેષ્ઠ માનવામાં આવે છે. રોજ હળદરનું દૂધ પીવાથી ફેફસાં મજબૂત બને છે. સાથે જ ચેપથી પણ બચી શકાય છે. રોજ રાત્રે સુતા પહેલા હૂંફાળા દૂધમાં હળદર પીવો. આ સિવાય તમે ઇચ્છો તો પાણીમાં પણ હળદર પી શકો છો. દરરોજ સવારે ખાલી પેટ પર હળદર ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

મુલેઠી: મુલેઠીમાં ફોસ્ફરસ, કેલ્શિયમ, કોલીન, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, સિલિકોન, પ્રોટીન, ગ્લિસરાઈઝિક એસિડ અને એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટિ-બાયોટિક ગુણધર્મો હોય છે. તેનું સેવન કરવાથી શરદી અને તાવ મટે છે. સાથે જ ફેફસાં પર પણ તેની સારી અસર પડે છે. દરરોજ ઔષધીય ગુણધર્મોથી ભરપૂર મુલેઠીનું સેવન કરો.