ઘરની આ દિશામાં રાખી દો મની પ્લાંટ, ઘરમાં હંમેશા થતો રહેશે પૈસાની આવકમાં વધારો

ધાર્મિક

ઘરમાં મની પ્લાન્ટનો છોડ રાખવો શુભ માનવામાં આવે છે અને આ છોડ ઘરમાં હોવાથી ઘરમાં ક્યારેય પૈસાની અછત થતી નથી. આ જ કારણ છે કે લોકો જરૂર તેમના ઘરે મની પ્લાન્ટ લગાવતા હોય છે. મની પ્લાન્ટ લગાવતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. જો આ છોડને ઘરમાં ખોટી રીતે અને ખોટી દિશામાં રાખવામાં આવે, તો આ છોડ સાથે જોડાયેલા ફાયદાઓ મળતા નથી. તેથી ઘરે મની પ્લાન્ટ લગાવતી વખતે વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલ નિયમોનું પાલન કરો.

ઘરની અંદર રાખો મની પ્લાન્ટ: મની પ્લાન્ટ હંમેશા ઘરની અંદર રાખવો જોઈએ. ઘણા લોકો મની પ્લાન્ટ ઘરની બહાર રાખે છે. જે ખોટું છે. મની પ્લાન્ટને ઘરની બહાર રાખવાથી ઘરમાં ગરીબી આવે છે અને પૈસામાં ક્યારેય વધારો થતો નથી. તેથી હંમેશાં તમારા ઘરમાં મની પ્લાન્ટ રાખો અને તેને ઘરની ઉત્તર દિશામાં રાખો. મની પ્લાન્ટ રાખવા માટે આ દિશા સારી માનવામાં આવે છે.

લોકોની નજરથી દૂર રાખો: મની પ્લાન્ટ હંમેશા એવી જગ્યાએ રાખવો જોઈએ કે લોકોની નજર તેના પર ન પડે. મની પ્લાન્ટને ઘણી વખત લોકોની નજર લાગી જાય છે. જેના કારણે આ છોડને ઘરે રાખવાનું ફળ મળતું નથી. તેથી તમારે મની પ્લાંટને ઘરની એવી જગ્યા પર રાખોવો જોઈએ જ્યાં લોકોની નજર ન પડે અને ખરાબ નજરથી તે બચી શકે.

આ જગ્યા પર ન રાખો: ઘણા લોકો મની પ્લાન્ટને ઘરના દરવાજા પાસે રાખે છે જે યોગ્ય નથી. આ જગ્યા પર આ છોડ રાખવાથી ઘરમાં નકારાત્મક અસર પડે છે અને ઘરના સભ્યોની તબિયત બગડવા લાગે છે. તેથી મની પ્લાન્ટને ઘરના દરવાજા પાસે ભૂલથી પણ ન રાખો.

હંમેશા લીલો હોવો જોઈએ મની પ્લાંટ: મની પ્લાન્ટ એક સમય પછી સૂકાવા લાગે છે. ઘણા લોકો આ છોડ સૂકાઈ ગયા પછી પણ તેને દૂર કરતા નથી. ઘરમા સુકાઈ ગયેલો મની પ્લાંટ રાખવો શુભ માનવામાં આવતું નથી અને ઘરમાં સુકાઈ ગયેલો અની પ્લાંટ રાખવાથી આર્થિક મુશ્કેલીઓ આવે છે. સાથે જ ઘરનું વાતાવરણ પણ તણાવ ભરેલું બની જાય છે. તેથી તમે મની પ્લાંટ સૂકાઈ જતાની સાથે જ તેને દૂર કરો અને તેની જગ્યાએ બીજો મની પ્લાંટ લાગાવો.

જમીનને સ્પર્શ ન થવી જોઈએ વેલ: મની પ્લાન્ટની વેલ ખૂબ લાંબી હોય છે. કેટલાક લોકો તેની વેલ જમીન પર ફેલાવે છે. જેથી આ છોડ સુંદર લાગે. પરંતુ આવું કરવું યોગ્ય નથી. મની પ્લાંટની વેલ હંમેશા ટોચ પર હોવી જોઈએ અને ક્યારેય પણ જમીનને સ્પર્શ કરવી ન જોઈએ. આ ઉપરાંત આ છોડને સમય સમય પર પાણી આપતા રહો અને તેને સુકાવા દો નહીં.