ઘરમાં પૈસા નથી ટકી રહ્યા તો લોટના ડબ્બામાં રાખી દો આ ખાસ ચીજ, હંમેશા ભરેલી રહેશે તમારી તિજોરી

ધાર્મિક

આજના મોંઘવારીના જમાનામાં પૈસા ક્યારે આવે છે અને ક્યારે ખર્ચ થઈ જાય છે ખબર જ નથી પડતી. પૈસા કમાવવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. તેથી જ દરેક એ જ ઈચ્છશે કે તેનું બેંક બેલેન્સ ખાલી ન રહે. પરંતુ ઘણીવાર દુર્ભાગ્ય અથવા મુશ્કેલીઓના કારણે પૈસા પાણીની જેમ વહી જાઈ છે. જો તમે પણ તે લોકોમાંથી છો જેમના ઘરમાં પૈસા ટકવાનું નામ નથી લેતા તો ટેન્શન ન લો. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ખાસ ઉપાયો જણાવવામાં આવ્યા છે જેની મદદથી તમારા ઘરમાં પૈસા બની રહેશે.

પીપળને પાણી આપો: દરેક પૂનમના દિવસે પીપળાના વૃક્ષને પાણી આપો. આ સાથે જ લક્ષ્મી મંત્રના જાપ કરો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ કામ કરવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની તંગી નથી રહેતી. સાથે જ તેનાથી ઘરમાં રાખેલા પૈસા ઝડપથી ખર્ચ નથી થતાં.

રાધા કૃષ્ણ કરશે મદદ: શુક્લ પક્ષના પડવાના દિવસે એક કાગળનો રૂપિયો લો. તેના પર લાલ દોરો બાંધી દો રાધા કૃષ્ણની મૂર્તિ અથવા તસવીર પાછળ છુપાવી દો. આવું તમે એક જ રકમની નોટ સાથે સતત 41 દિવસ સુધી કરો. એક દિવસ પણ તેને કરવાનું ન ભૂલો. તેનાથી ભગવાન તમારી દરેક ઈચ્છા પૂરી કરશે. સાથે જ ઘરમાં પૈસા ટકી રહેશે.

ચોખાનો ઉપાય: સવારે કોઈ શુભ સમયમાં વહેલા ઉઠી જાઓ. હવે એક લાલ રંગનું રેશમી કાપડ લો અને તેમાં 21 દાણા ચોખાના નાખો. યાદ રાખો કે આ ચોખાના દાણા અખંડ સ્થિતિમાં હોવા જોઈએ. આ કપડાની અંદર ચોખા રાખી તેને બાંધી દો. હવે માતા લક્ષ્મીની સામે તેને રાખી અને તેની પૂજા કરો. પૂજા સમાપ્ત થયા પછી માતાને તમારી પૈસા સંબંધિત સમસ્યાઓ વિશે જણાવો. હવે આ ચોખાની પોટલીને તમારા ઘરની તિજોરી કે પર્સમાં રાખો. પૈસા સાથે સંબંધિત તમામ સમસ્યાઓ પૂર્ણ થશે.

કાલીની પૂજા: ઘરમાં રોજ માતા કાલીની પૂજા કરો. શુક્રવારે માતા કાલીના મંદિરમાં જાઓ. ત્યાં તેમને ધૂપ, દીવો અને ભોગ લગાવો. ત્યાર પછી માતાની સ્તુતિ કરો અને તમારા મનની ઈચ્છા માંગો. આ ઉપાયથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તમારે ત્યાં સકારાત્મક
ઉર્જાનો સંચાર થાય છે. આ સકારાત્મક ઉર્જા તમારા પૈસાને વ્યર્થ જવા દેતી નથી. તેનાથી તમારા પૈસા જેમ છે તેમ બની રહે છે. આટલું જ નહીં તેનાથી ઘરમાં પૈસાની આવક પણ વધવા લાગે છે.

લોટના ડબ્બામાં રાખો આ ચીજ: લોટના ડબ્બામાં 5 તુલસીના પાન અને 2 કેસરના દાણા રાખવાથી ઘરમાં પૈસા ટકી રહે છે. આ ઉપરાંત તમે શનિવારના દિવસે જ લોટ પીસવાનું કામ કરો. તેમાં ચણા રાખવાનું ન ભૂલો. આ ઉપાયથી ઘરમાં આર્થિક સંકટ નહીં આવે. સાથે જ પૈસા લાંબા સમય સુધી ટકી રહેશે.