પાંડવોએ બનાવ્યું હતું કેદારનાથ મંદિર, જાણો આ મંદિર સાથે જોડાયેલી પૌરાણીક કથા

ધાર્મિક

12 જ્યોતિર્લિંગોમાંના એક વિશ્વ વિખ્યાત ભગવાન કેદારનાથ ધામના દરવાજા ફરી એકવાર ભક્તો માટે ખોલવામાં આવ્ય છે. જો કે કોરોના મહામારીને કારને અહીં યાત્રાળુઓ અને સ્થાનિક લોકો ઓછા પહોંચી રહ્યા છે. વર્ષના લગભગ 6 મહિના સુધી બરફથી ઢંકાયેલા રહેતા આ પવિત્ર ધામને ભહવાન શિવનુ નિવાસ થાન માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે અહીં ભગવાન શિવ દરેક સમયે ત્રિકોણ શિવલિંગ તરીકે બિરાજમાન રહે છે. જો કે પૌરાણિક ગ્રંથોમાં આ ધામ સાથે જોડાયેલી ઘણી કથાઓ છે, પરંતુ આજે આપણે મહાભારતના સમયની એક કથા વિશે જાણીએ. નોંધપાત્ર વાત એ છે કે મહાભારત યુદ્ધ જીત્યા પછી પાંડવોમાંથી સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિરને હસ્તિનાપુરના રાજા બનાવવામાં આવ્યા હતા, મહાભારત યુદ્ધની જીત પછી બનાવવામાં આવ્યા હતા. ત્યાર પછી લગભગ 4 દાયકા સુધી યુધિષ્ઠિરે હસ્તિનાપુર પર રાજ કર્યું. આ દરમિયાન એક વખત પાંચ પાંડવો ભગવાન શ્રીકૃષ્ણ સાથે મહાભારત યુદ્ધની વાત કરી રહ્યા હતા. ત્યારે પાંડવોએ કૃષ્ણને કહ્યું, હે કૃષ્ણ! અમારા બધા પર બ્રમ્હ હત્યાની સાથે અમારા બંધુ-બાંધવોની હત્યાનું પાપ છે તેને કેવી રીતે દૂર કરીએ?

ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું કે એ સત્ય છે કે યુદ્ધમાં ભલે જીત તમારી થઈ છે પરંતુ તમે લોકો તમારા ગુરૂ અને બંધુ- બાંધવોને મારવાને કાર્ને પાપના ભાગીદાર બન્યા છો. જે પાપથી મુક્તિ મળવી મુશ્કેલ છે. આવી સ્થિતિમાં માત્ર મહાદેવ જ આ પપોથી મુક્તિ અપાવી શકે છે, જેથી મહાદેવના શરણમાં જાઓ અને ત્યાર પછી શ્રી કૃષ્ણ દ્વારાકા ચાલ્યા ગયા.

શ્રી કૃષ્ણની આ વાત પાંડવોને સતત ચુભી રહી હતી કે કેવી રીતે પાપથી મુક્તિ મળે અને કેવી રીતે ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરી શકાય. આ વાતને લઈને પાંડવો ચિંતિત રહેવા લાગ્યા. એક દિવસ પાંડવોને ખબર પડી કે વસુદેવે પોતાનો દેહ છોડી દીધો છે અને તે પોતાના પરમધાન ગયા છે. ત્યાર પછી, પાંડવોને પણ પૃથ્વી પર રહેવું યોગ્ય લાગી રહ્યું ન હતું. ત્યારે તેમણે પરીક્ષિતને રાજ્ય સોંપ્યું, દ્રૌપદીને લઈને હસ્તિનાપુર છોડી દિધું અને ભગવાન શિવની શોધમાં નીકળી પડ્યા.

શિવના દર્શન કરવા માટે તે કાશી સહિ‌ત અનેક જગ્યાએ ગયા પરંતુ તો પરંતુ શિવ તેમના પહોંચતા પહેલા જ અન્ય જગ્યાએ ચાલ્યા જતા હતા. પછી તેઓ શિવજીને શોધતા-શોધતા હિમાલય પહોંચી ગયા. એવું કહેવામાં આવે છે કે શિવ અહીં પણ સંતાઈ ગયા હતા. આ પર યુધિષ્ઠિરે ભગવાન શિવને કહ્યું, હે પ્રભુતમે ગમે તેટલા છુપાઈ જાઓ અમે તમારા દર્શન કર્યા વગર અહિંથી નહિં જઈએ. હું એ પણ જાનું છું કે, ‘અમે પાપ કર્યું છે તેથી તમે અમને દર્શ આપી રહ્યા નતી. ત્યાર પછી પાંચ પાંડવો આગળ વધવા લાગ્યા.’

ત્યારે એક બળદ તેમની સાથે ટકરાયો. આ જોઈને ગજાધારી ભીમ તેમની સાથે લડવા લાગ્યા. ત્યારે બળદે પોતાનું માથું છુપાવી લીધું ત્યારે ભીમ તેમની પૂછ પાકડીને ખએંચવા લાગ્યા. તેનાથી બળદનું ધડ માથાથી અલગ થઈ ગયું. અને તે બળદનું ધડ શિવલિંગમાં બદલાઈ ગયું. થોડા સમય પછી શિવલિંગમાંથી શિવજી પ્રગટ થયા. ત્યાર પછી શિવજીએ પાંડવોના પાપ ક્ષમા કર્યા અને પંડવોએ અહીં મંદિરનું નિર્માણ કર્યું.