વુમન્સ ડે પર પોતાની બહેનો સાથે જોવા મળી કેટરિના કૈફ, અજયે માતા-બહેન-પત્ની માટે શેર કર્યો આ વીડિયો, જુવો તે વીડિયો

બોલિવુડ

8 માર્ચે દુનિયાભરમાં ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ઉજવવામાં આવ્યો. આ ખાસ તક પર બોલિવૂડ સ્ટાર્સે પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2022ની શુભેચ્છા પાઠવી. 8 માર્ચે હિન્દી સિનેમાની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી કેટરીના કૈફે પોતાની બહેનો સાથે એક ખાસ તસવીર શેર કરી હતી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર, કેટરીના કૈફે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ખૂબ જ ખાસ તસવીર પોસ્ટ કરી છે. જેમાં તે તેની બહેનો સાથે જોવા મળી રહી છે. જણાવી દઈએ કે કેટરીનાની કુલ 6 બહેનો છે. તેમાંથી અભિનેત્રીએ પોતાની 5 બહેનો સાથેની તસવીર પોસ્ટ કરી છે.

દરેક સાથે કેટરીના વચ્ચે જોવા મળે છે. તસવીર શેર કરતા કેટરિનાએ લખ્યું છે કે, “એક પરિવારમાં ઘણી બધી મહિલાઓ”. #womensday #sisters. સોશિયલ મીડિયા પર આ તસવીરને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં તેને 10 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.

સાથે જ ચાહકો આ તસવીર પર ખૂબ કોમેન્ટ પણ કરી રહ્યા છે. જો કે, તમને જણાવી દઈએ કે કેટરીનાએ જે તસવીર પોસ્ટ કરી છે તેમાં કોઈનો ચેહરો જોવા મળી રહ્યો નથી. કેટરીનાની સાથે તેની તમામ બહેનોએ પણ પોઝ આપ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું કે, “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની હાર્દિક શુભકામનાઓ”. સાથે જ કોઈ યુઝર્સે હાર્ટ ઈમોજી તો કોઈ યુઝરે ફાયર ઈમોજી કમેન્ટ કર્યું.

કેટરીનાને છે 6 બહેનો અને એક ભાઈ: કેટરીના કૈફ કુલ આઠ ભાઈ-બહેનો છે. કેટરીનાને 6 બહેનો અને એક ભાઈ છે. જણાવી દઈએ કે ત્રણ ભાઈ બહેન કેટરીના કરતા મોટા છે અને ત્રણ નાના છે. તેની બહેનોના નામ સ્ટેફની, મેલિસા, સોનિયા, ક્રિસ્ટીન, નતાશા, ઇસાબેલ છે. જ્યારે અભિનેત્રીના ભાઈનું નામ માઈકલ કૈફ છે.

માતાએ એકલા કર્યો 8 બાળકોનો ઉછેર: કેટરિના કૈફના પિતા મુસ્લિમ અને તેની માતા ખ્રિસ્તી છે. કેટરિના ખૂબ નાની હતી ત્યારે તેના માતા-પિતા અલગ થઈ ગયા હતા. આવી સ્થિતિમાં તેની માતાએ પોતાના આઠ બાળકોનો એકલા હાથે ઉછેર કર્યો છે. એક ઈન્ટરવ્યુમાં કેટરીનાએ કહ્યું હતું કે,”હા, અમે જ્યારે નાના હતા ત્યારે અમારા પેરેંટ્સ અલગ થઈ ગયા હતા. અમને અમારી માતાએ મોટા કર્યા છે અને સારો ઉછેર કર્યો છે.”

અજય દેવગણે આ રીતે આપી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ: બીજી તરફ હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અજય દેવગણે પણ સોશિયલ મીડિયા દ્વારા ખાસ રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શભકામનાઓ આપી છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સૌથી પહેલા અંગ્રેજીમાં ઉપર અજયનું નામ લખેલું છે.

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

ત્યાર પછી નીચે અંગ્રેજી ભાષામાં લખ્યું છે કે, વીણાનો પુત્ર. કવિતા અને નીલમના ભાઈ. કાજોલના પતિ. ન્યાસાના પિતા. આ સાથે, ઇન્સ્ટાગ્રામ પર અજયે કેપ્શનમાં લખ્યું છે કે, “મને ખૂબ જ અદ્ભુત રીતે આકાર આપવા બદલ આપ સૌનો આભાર”. #આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ.

અજયની આ પોસ્ટને 3 લાખ 35 હજારથી વધુ લાઈક્સ મળી છે. જ્યારે એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, “વ્યક્ત કરવાની કેટલી સુંદર રીત”. આગળ એક યુઝરે લખ્યું કે, “સુંદર ચિત્રણ અજય દેવગણ. આ શેર માટે આભાર.” સાથે જ એક યુઝરે કમેંટ કરી કે, “સર હેટ્સ ઑફ અને કાશ તમારા જેવી હિંમત દરેકના જમાઈ પાસે હોય”.