સિમ્પલ કપડા પહેરીને સ્કૂલ પહોંચી કેટરીના, બાળકો સાથે ખૂબ કર્યો ડાંસ, જુવો તેનો આ ડાંસ વીડિયો

બોલિવુડ

બોલિવૂડ સ્ટાર્સ અવારનવાર પોતાના ગ્લેમર અને બોલ્ડનેસ માટે હેડલાઈન્સમાં રહે છે. ખાસ કરીને કેટલીક અભિનેત્રીઓની ઈમેજ તો આવી જ બનેલી છે. બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ પણ પહેલા તેની બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી હતી. પરંતુ જ્યારથી તેણે વિકી કૌશલ સાથે લગ્ન કર્યા છે ત્યારથી તેમાં ઘણા પરિવર્તન આવ્યા છે. હવે તે પહેલા કરતા વધુ દેશી અને સંસ્કારી બની ગઈ છે.

સ્કૂલના બાળકો સાથે ડાન્સ કરતા જોવા મળી કેટરીના: વિકી સાથે લગ્ન પછી કેટરીનાની ફેન ફોલોઈંગમાં પણ ખૂબ વધારો થયો છે. લોકો કેટરીનાની સાદગી અને વર્તનને પસંદ કરવા લાગ્યા છે. તે હવે પહેલા કરતા વધુ ડાઉન ટુ અર્થ અભિનેત્રી બની ગઈ છે. તેનું તાજું ઉદાહરણ તાજેતરમાં જ એક સ્કૂલમાં જોવા મળ્યું. અહીં કેટરીનાએ ખૂબ જ સિમ્પલ કપડામાં સ્કૂલના બાળકો સાથે ડાન્સ કર્યો. હવે તેનો આ ડાન્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ખરેખર કેટરીના તાજેતરમાં તમિલનાડુના મદુરાઈમાં માઉન્ટેન વ્યૂ સ્કૂલમાં ગઈ હતી. અહીં તેણે બાળકો સાથે વાતચીત કરી અને પછી તેમની સાથે ડાન્સ પણ કર્યો. અભિનેત્રી સાઉથની ફિલ્મ ‘બીસ્ટ’ના ગીત ‘મલમ પીઠા પીઠા દે’ પર બાળકો સાથે ડાન્સ કરતા જોવા મળી.

કેટરિનાને જોઈને એવું લાગ્યું કે તે બાળકો સાથે ખૂબ જ મસ્તી કરી રહી છે. આ દરમિયાન તેનો લુક ખૂબ જ સિમ્પલ રહ્યો. તે ફ્લોરલ કુર્તા સાથે મેચિંગ પ્લાઝો પહેરેલી જોવા મળી. આ દરમિયાન તેણે કોઈ મેકઅપ કર્યો ન હતો. સાથે જ તેના વાળ ખુલ્લા હતા.

સાદગીએ જીત્યું ચાહકોનું દિલ: કેટરિનાની આ સ્ટાઇલ ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. તે અભિનેત્રીની પ્રસંશા કરતાં થાકી રહ્યા નથી. એક યુઝરે કહ્યું, ‘વાહ કેટરીના ભાભી તમે તો દિલ જીતી લીધું.’ પછી અન્યએ લખ્યું ‘તમારી સાદગીએ અમને બધાને ખુશ કરી દીધા.’ એક અન્ય વ્યક્તિએ લખ્યું ‘બસ હવે અમે તમારા બાળકની રાહ જોઈ રહ્યા છીએ. ટૂંક સમયમાં બેબી પ્લાન કરી લો. પછી તમે તેની સાથે પણ આ રીતે ડાંસ કરજો.’

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરીના છેલ્લે 2021માં અક્ષય કુમાર સાથે ‘સૂર્યવંશી’ ફિલ્મમાં જોવા મળી હતી. અત્યારે તે ડિરેક્ટર શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘મેરી ક્રિસમસ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેમાં વિજય સેતુપતિ હીરો છે. ત્યાર પછી તે સલમાન ખાન અને ઈમરાન હાશ્મી સાથે ‘ટાઈગર 3’માં પણ જોવા મળશે. આ ફિલ્મ ઈદ, 2023 પર રિલીઝ થઈ રહી છે. સાથે જ ઓક્ટોબર 2022 માં કેટરિનાની ‘ફોનભૂત’ આવી રહી છે. તેમાં તે ઈશાન ખટ્ટર અને સિદ્ધાર્થ ચતુર્વેદી સાથે જોવા મળશે. સાથે જ તે આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા સાથે ફિલ્મ ‘જી લે ઝરા’માં પણ જોવા મળશે.