વિક્કી કૌશલ પર કેટરીના કૈફ એ ફરીથી લૂટાવ્યો પ્રેમ, શેર કર્યો પતિનો આ વીડિયો, અત્યાર સુધીમાં જોઈ ચુક્યા છે 17 લાખ લોકો

બોલિવુડ

અભિનેતા વિકી કૌશલ અને અભિનેત્રી કેટરિના કૈફની જોડી આજના સમયની સૌથી ચર્ચિત અને લોકપ્રિય બોલીવુડ જોડી બની ચુકી છે. બંને કલાકારો લગ્ન પછીથી સતત ચર્ચામાં છે. બંને ગયા વર્ષે ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાયા હતા અને આજે પણ બંને ખૂબ હેડલાઈન્સમાં રહે છે.

લગ્ન પહેલા કેટરિના કૈફ અને વિકી કૌશલ બંનેએ પોતાના સંબંધને છુપાવીને રાખ્યો હતો, જોકે બંનેએ લગ્ન કરીને દુનિયાની સામે પોતાના સંબંધનો સ્વીકાર કર્યો હતો. સાથે જ લગ્નના બંધનમાં બંધાયા પછીથી બંને સોશિયલ મીડિયા પર પણ એકબીજા પર ખૂબ પ્રેમ વરસાવતા જોવા મળી રહ્યા છે.

લગ્ન પછીથી સતત વિકી અને કેટરીના એકબીજા સાથે પોતાની તસવીરો પોતાના ચાહકો સાથે શેર કરતા રહે છે. હવે આ વખતે એક વીડિયો સામે આવ્યો છે જે કેટરીનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કર્યો છે જેમાં વિકી જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif) 

સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી કેટરીનાએ વિકી કૌશલનો એક વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. જણાવી દઈએ કે આ વીડિયો વિકીની નવી જાહેરાતનો છે. વિડીયો શેર કરવાની સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, “હવે તે લચીલાપન છે, શું મજેદાર એડ છે”. આ સાથે જ તેણે તેના પતિ વિકીને ટેગ પણ કર્યા છે.

ઈન્સ્ટાગ્રામ પર કેટરિના દ્વારા શેર કરેલો આ વીડિયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં તેને 17 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ચાહકો તેના પર ખૂબ જ ફની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું છે કે, “દીદી ખુશ છો ને સાસરિયા માં.” સાથે જ આગળ એક યુઝરે કમેન્ટમાં લખ્યું છે કે, “જે આ જોડીથી જલે જરા સાઈડમાં ચાલે.”

એક યુઝરે તો કેટરિનાને કમેન્ટ કરતા એક મોટો સવાલ કર્યો. એક યુઝરે કમેન્ટ કરી કે, “નવું બાળક ક્યારે આવશે”. સાથે જ એક યુઝરે વીડિયો જોયા પછી લખ્યું છે કે, “ઓહ માય ગોડ”. સાથે જ કોઈએ તેને સુપર જણાવ્યું. કોઈએ હાર્ટ ઈમોજી કમેન્ટ કર્યું, કોઈએ હાથ જોડવા વાળું ઈમોજી તો કોઈએ ફાયર ઈમોજી કમેન્ટ કર્યું.

સાસુના ખોળામાં બેઠી હતી કેટરીના: આ પહેલા 8 માર્ચે વિકી કૌશલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગ પર તેની માતા વીણા કૌશલ અને પત્ની કેટરિના કૈફની તસવીર શેર કરી હતી. આ તસવીર ખૂબ જ ખાસ હતી. કારણ કે તેમાં કેટરીના પોતાની સાસુના ખોળામાં બેઠી હતી. આ તસવીર શેર કરતાં વિક્કી કૌશલે કેપ્શનમાં લખ્યું હતું કે, “મારી શક્તિ. મારી દુનિયા.” સાથે જ આગળ તેમણે હાર્ટ ઈમોજી પણ બનાવ્યું હતું.

નોંધપાત્ર વાત એ છે કે, વિકી અને કેટરિનાએ એકબીજાને લગભગ બેથી ત્રણ વર્ષ સુધી ડેટ કરી હતી અને બંનેએ દુનિયાથી પોતાનો સંબંધ છુપાવીને રાખ્યો હતો. આ કપલે ગયા વર્ષે 9 ડિસેમ્બર ના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરના બરવાડામાં સિક્સ સેન્સ ફોર્ટમાં ધૂમધામથી લગ્ન કર્યા હતા. વિકી અને કેટરીનાના લગ્નની ચર્ચા દેશભરમાં થઈ હતી. બંનેએ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને પોતાના લગ્નની માહિતી પોતાના તમામ ચાહકો સાથે શેર કરી હતી.

કપલના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરીનાની આગામી ફિલ્મનું નામ ‘ટાઈગર 3’ છે. સાથે જ તેણે 11 માર્ચથી ‘મેરી ક્રિસમસ’નું શૂટિંગ શરૂ કર્યું છે. જ્યારે વિકીની આગામી ફિલ્મમાં ‘લુકા છુપી 2’, ‘ગોવિંદા મેરા નામ’ અને ‘શેમ બહાદુર’ જેવી ફિલ્મો શામેલ છે.