માત્ર આ એક મેસેજના કારણે કેટરીના-સલમાનનું થઈ ગયું હતું બ્રેકઅપ, ચૂ-ચૂર થઈ ગયું હતું સલમાનનું દિલ

બોલિવુડ

હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા સલમાન ખાન તેની એક્ટિંગ અને ફિલ્મોની સાથેતેના અફેર્સને લઈને ખૂબ ચર્ચામાં રહે છે. સલમાન ખાનનું નામ લગભગ અડધા ડઝન અભિનેત્રીઓ સાથે જોડાયું છે. તેનું સૌથી ચર્ચિત અફેયર એશ્વર્યા રાય બચ્ચન અને કેટરીના કૈફ સાથે રહ્યું છે. આજે અમે તમારી સાથે સલમાન ખાન અને કેટરીના કૈફ વચ્ચેના સંબંધો વિશે વાત કરીશું.

અભિનેતા સલમાન ખાને જે અભિનેત્રીને પ્રેમ કર્યો તેના પ્રેમને મંજિલ ન મળી શકી. ત્યારે તો આજે 55 વર્ષની ઉંમરમાં પણ સલમાન ખાન કુંવારા છે. કારકિર્દીની શરૂઆતમાં સલમાન ખાનને અભિનેત્રી સંગીતા બિજલાની અને ત્યાર પછી પાકિસ્તાની અભિનેત્રી સોમી અલી સાથે પ્રેમ થયો હતો. ત્યાર પછી, તેનું દિલ બોલિવૂડની ખૂબ જ સુંદર અને સફળ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન પર આવી ગયું.

સલમાન ખાન અને એશ્વર્યાની રિલેશનશિપે ઘણી હેડલાઇન્સ બનાવી હતી. બંનેએ લગભગ ત્રણ વર્ષ એકબીજાને ડેટ કરી હતી. જ્યારે બંને વચ્ચેના સંબંધો તૂટી ગયા ત્યારે અનેક પ્રકારની વાતો થઈ હતી. ત્યાર પછી સલમાન ખાનનું સૌથી પ્રખ્યાત અફેયર રહ્યું સુંદર અભિનેત્રી કેટરિના કૈફ સાથે. કેટરીના અને સલમાને ઘણાં વર્ષો સુધી એકબીજાને ડેટ કરી હતી.

ચાહકોને સલમાન અને કેટરિનાની જોડી ખૂબ પસંદ આવી હતી, પરંતુ કેટરીના કૈફની રણબીર કપૂર સાથે વધતી નિકટતાએ આ સંબંધને સમાપ્ત કરી દીધો હતો. સલમાન અને કેટરિના વચ્ચે ખૂબ સારો સંબંધ ચાલી રહ્યો હતો, જોકે કેટરિના કૈફે રણબીર સાથે નિકટતા વધારી લીધી અને આ કારણે સલમાન-કેટરીનાનો સંબંધ તૂટી ગયો. જો કે શું તમે જાણો છો કે આ જોડીનો બ્રેકઅપ કેવી રીતે થયો? જો નહીં, તો ચાલો તમને તેના વિશે જણાવીએ.

કેટરિના કૈફે વર્ષ 2003 માં હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. તેની પહેલી ફિલ્મ બૂમ બોક્સ ઓફિસ ઉંધા મોં પર પડી હતી. ફિલ્મની નિષ્ફળતા પછી સલમાનની બહેન અલવીરાએ સલમાન અને કેટરિનાની મુલાકાત કરાવી હતી. આ દિવસોમાં સલમાનનો નાનો ભાઈ સોહેલ ‘મૈને પ્યાર ક્યૂ કિયા’ પ્રોડ્યુસ કરવાની તૈયારી કરી રહ્યો હતો. સલમાન આ ફિલ્મનો મુખ્ય અભિનેતા હતો અને એક અભિનેત્રીની શોધ થઈ રહી હતી. કેટરિનાએ આ ફિલ્મની પૂર્ણ કરી.

એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મમાં સાથે કામ કરતી વખતે સલમાન ખાન અને કેટરીના કેફની લવ સ્ટોરી શરૂ થઈ હતી. ધીરે ધીરે બંનેનો પ્રેમ વધવા લાગ્યો અને ફિલ્મી કોરિડોરમાં બંનેના અફેરને લઈને વાતો શરૂ થઈ ગઈ. જ્યારે બંનેના અફેરના સમાચાર પણ મીડિયા સુધી પહોંચવા લાગ્યા હતા.

ઘણીવાર સલમાન ખાન અને કેટરીના કૈફ ઘણીવાર સાથે જોવા મળતાં હતાં. એવું કહેવામાં આવે છે કે તે દિવસોમાં ઘણીવાર સલમાન કેટરિનાને બાઇક પર લઇને મુંબઇમાં ફરવા લઈ જતો હતો. સલમાનના ચાહકોની ફરી એક વારા આશા જાગી કે આ વખતે સલમાન ખાન ઘોડી ચઢશે. અને દુલ્હન પણ લઈને આવશે. પરંતુ નસીબે ફરી એક વાર સલમાનની લવ સ્ટોરી અધૂરી છોડી દીધી.

વર્ષ 2008 માં જ્યારે ફિલ્મ ‘અજબ પ્રેમ કી ગઝબ કહાની’માં કેટરિના કૈફે રણબીર સાથે કામ કર્યું હતું, જ્યારે રણબીર દીપિકા પાદુકોણ સાથે ત્યારે કેટરિના સલમાન સાથે રિલેશનશિપમાં હતી. જો કે, આ બંને સંબંધો સમાપ્ત થયા અને પછી એક નવા સંબંધનો જન્મ થયો. રણબીર કપૂર અને કેટરિના કૈફ એક બીજાના પ્રેમમાં પડ્યાં.

ફિલ્મ ‘અજબ પ્રેમ કી ગઝબ કહાની’ નું શૂટિંગ તે દિવસોમાં ઉટીમાં ચાલી રહ્યું હતું. ઉટીથી પરત ફરતી વખતે કેટરિનાએ સલમાનને એક ખાસ મેસેજ મોકલ્યો હતો અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. તેનાથી સલમાન ખાનને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો હતો. જો કે, નોંધનીય વાત એ છે કે, પાછળથી તે બંને સારા મિત્રો બની ગયા અને આ પછી આ જોડીએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું.