ક્યારેય સ્કૂલે નથી ગઈ ફરાટેદાર અંગ્રેજી બોલનાર કેટરીના, જણો કેટલું ભણેલી છે વિક્કીની ઘરવાળી

બોલિવુડ

કોઈ તેને હુસ્નની પરી કહે છે. કોઈ હિન્દી સિનેમાની ‘બાર્બી ગર્લ’ કહે છે. કોઈ તેને ખૂબ પસંદ કરે છે. કોઈ તેને પણ દિલથી જુએ છે. કોઈ તેની એક્ટિંગ પર મરે છે તો કોઈ તેની સુંદરતા પર જાન છિડકે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે છેવટે તે કોણ છે? તો ચાલો તમને જણાવીએ. તે કોઈ અન્ય નહીં પરંતુ લાખો દિલોની ધડકન, સુંદરતાથી ભરપૂર અભિનેત્રી કેટરિના કૈફ છે.

હવે તમને ‘કોઈ’ વિશે તો જાણ થઈ ગઈ છે જોકે હવે આગળનો સવાલ તમારા મનમાં એ પણ હશે કે છેવટે કેટરીનાની આટલી પ્રસંશા, આટલી વાતો શા માટે થઈ રહી છે. તો તમને તેમનો જવાબ આપીએ. ધીમે-ધીમે તમે બધા જાણશો તેની પાછળ એક ખાસ કારણ છે. જો તમે જાણશો તો તમને પણ ઝટકો લાગી શકે છે. તમને આશ્ચર્ય થશે અને જો આવું કંઈ ન થાય, તો તે તમારી મરજી.

કેટરિના કૈફ હિન્દી સિનેમાનું એક મોટું નામ છે. કેટરિના કૈફ આખી દુનિયામાં ઓળખ ધરાવે છે. આ બાબતમાં કોઈ બે મત નથી. કોઈને તેના પર શંકા પણ નહીં થાય. કેટરિના કૈફ એક્ટિંગ અને સુંદરતાનું ગજબનું મિશ્રણ છે. સાથે જ તે ડાંસ પણ કમાલનો કરે છે. એટલે કે એકંદરે સોને પે સુહાગા.

કોઈ કેટરીનાને ‘કેટ’ પણ કહે છે. કેટ એટલે અંગ્રેજી ભાષામાં બિલાડી થાય છે. પરંતુ તે બિલાડી નથી પરંતુ સિંહણ છે. પરંતુ તે એક એવી સિંહણ છે જેનાથી લોકો દૂર ભાગતા નથી, પરંતુ તેની નજીક આવવા માટે, તેને મળવા માટે આતુર રહે છે. હા… કેટરીના કૈફની ફેન ફોલોઈંગ હવે એટલી મજબૂત છે કે તેની એક ઝલક ચાહકોને મળી જાય તો ન પૂછો.

કેટરીના કૈફ તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાઈ છે. પોતાનાથી પાંચ વર્ષ નાના અભિનેતા વિકી કૌશલ સાથે તાજેતરમાં તેણે સાત ફેરા લીધા. મુસ્લિમ પિતા અને ખ્રિસ્તી માતાની સંતાન કેટરીનાએ હિંદુ રીતિ-રિવાજ મુજબ રાજસ્થાનમાં લગ્ન કર્યાં. 38 વર્ષની થઈ ચુકેલી કેટરીનાનો જન્મ 16 જુલાઈ 1983ના રોજ બ્રિટિશ હોંગકોંગમાં થયો હતો.

કેટરિના કૈફને અંગ્રેજી અને હિન્દી ભાષાનું જ્ઞાન છે. આ ઉપરાંત જો તેને કોઈ અન્ય ભાષા આવડે છે તો તેના વિશે કોઈ માહિતી નથી. જો કે આશ્ચર્યની વાત એ છે કે કેટરીના ક્યારેય સ્કૂલ એ ગઈ નથી. તો સાંભળીને ખસકી ગઈને તમારા પગ નીચેથી જમીન. અરે નીચે શું જોઈ રહ્યા છો. પરત સમાચાર પર આવો.

કેટરિના ફરાટેદાર અંગ્રેજી બોલે છે. હિન્દી સિનેમામાં કામ કરીને હિન્દી ભાષાનું જ્ઞાન પણ મેળવ્યું. જોકે તે સ્કૂલથી દૂર રહી છે. હવે જરા તેનું કારણ પણ જાણી લઈએ તો તમને જણાવી દઈએ કે કેટરીના જ્યારે ખૂબ નાની હતી ત્યારે તેના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હતા. કેટરીનાને 6 બહેનો છે. કેટરીનાની ત્રણ બહેનો તેનાથી મોટી અને ત્રણ તેનાથી નાની છે. જ્યારે કેટરીનાને એક ભાઈ પણ છે.

કહેવાય છે કે કેટરીનાનું બાળપણ લગભગ 18 દેશોમાં વીત્યું. આવી સ્થિતિમાં અભ્યાસ કરવો મુશ્કેલ કામ હતું. ક્યારેક આ દેશ તો ક્યારેક આ દેશમાં રહેવાનું, મુસાફરીને કારણ એ તે સ્કૂલમાં જઈને અભ્યાસ કરી શકી નહિં. સાથે જ તેણે 14 વર્ષની ઉંમરમાં મોડલિંગ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ તમને એક રહસ્યની વાત જણાવી દઈએ કે કેટરીનાના અભ્યાસ માટે એક હોમ ટ્યુટર રાખવામાં આવ્યો હતો.

પછી કેટરીના ભારત આવી ગઈ અને ભારતમાં તેણે હિન્દી સિનેમામાં કામ કરવાનું શરૂ કર્યું અને તે બોલિવૂડનું મોટું નામ બની ગઈ. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની આગામી ફિલ્મોમાં ‘ટાઈગર 3’ અને ‘મેરી ક્રિસમસ’ શામેલ છે. ટાઇગર 3માં તે સલમાન ખાન અને મેરી ક્રિસમસમાં વિજય સેતુપતિ સાથે જોવા મળશે.