કેટરીન કૈફ એ સેલિબ્રેટ કર્યો પોતાની માતાનો 70 મો જન્મદિવસ, જુવો તેમના સેલિબ્રેશનની સુંદર તસવીરો

બોલિવુડ

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી કેટરીના કૈફે ઘણી સુંદર ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની આ ફિલ્મ માત્ર બોક્સ ઓફિસ પર જ સફળ સાબિત નથી થઈ, પરંતુ દર્શકોના દિલ પર પણ રાજ કર્યું છે. હાલના સમયમાં કેટરિના કૈફની ફેન ફોલોઈંગ દુનિયાભરમાં છે. લાખો કરોડોની સંખ્યામાં લોકો અભિનેત્રીને પસંદ કરે છે. કેટરિના કૈફ હાલના સમયમાં ભારતની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંથી એક છે. કેટરિના કૈફ એક એવી બોલીવુડ અભિનેત્રી છે, જે પોતાની દરેક સ્ટાઈલથી પોતાના ચાહકોને દિવાના બનાવી દે છે.

જ્યારથી કેટરિના કૈફના લગ્ન થયા છે ત્યારથી તેના ચાહકો તેની દરેક પોસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લગ્ન પછી સાસરિયાંની સાથે જ પિયરના લોકોને પણ જાણવાની ઉત્સુકતા ચાહકોમાં જોવા મળે છે. કેટરિના કૈફ સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે પોતાના જીવનના મહત્વના પાસાઓ શેર કરતી રહે છે.

આ દરમિયાન, તાજેતરમાં મિસેઝ કૌશલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે તેની માતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરતા જોવા મળી રહી છે. અત્યારે આ પોસ્ટને શેર થયાને થોડો સમય થયો છે પરંતુ અત્યાર સુધીમાં તેની પોસ્ટ પર લાખો લાઈક્સ આવી ચૂકી છે.

કેટરીના કૈફે સેલિબ્રેટ કર્યો માતાનો 70મો જન્મદિવસ: તમને જણાવી દઈએ કે તાજેતરમાં કેટરીના કૈફે તેની માતાનો 70મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ તક પર આખા પરિવારની તસવીર શેર કરવામાં આવી છે. આ ફેમિલી તસવીરમાં કેટરીના કૈફ ઉપરાંત તેની બહેનો અને ભાઈ પણ જોવા મળી રહ્યા છે. કેટરીના કૈફે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાર તસવીરો શેર કરી છે.

કેટરીના કૈફે તમામ તસવીરો પોતાના ઈન્સ્ટા હેન્ડલ પર શેર કરવાની સાથે જ કેપ્શનમાં એ લખ્યું છે કે, “70 મા જન્મદિવસની શુભકામનાઓ માઁ, તમારું જીવન ખુશી અને હિંમતથી ભરેલું રહે. અત્યારે તો તમે આ સમયે પોતાના શોર મચાવનાર બાળકો સાથે છો.”

કેટરિના કૈફ દ્વારા શેર કરેલી તસવીરોમાં જોઈ શકાય છે કે પહેલી તસવીરમાં અભિનેત્રી પોતાની માતા સાથે કેકની સામે પોઝ આપતા જોવા મળી રહી છે. જો તમે આગળની તસવીર જોશો, તો તે તેની બહેનો અને માતા સાથે કેમેરા માટે પોઝ આપી રહી છે. આ તસવીરમાં કેટરિના કૈફની છ બહેનો અને ભાઈઓ પણ જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે કેટરીના કૈફની ત્રણ મોટી બહેનો સ્ટેફની, ક્રિસ્ટીના અને નતાશા છે, જ્યારે તેની ત્રણ નાની બહેનો મેલિસા, સોનિયા અને ઈસાબેલ છે. સાથે જ કેટરીના કૈફનો એક મોટો ભાઈ પણ છે, જેનું નામ માઈકલ છે.

કેટરીના કૈફ આ ખાસ તક પર વ્હાઈટ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ન્યૂડ મેકઅપમાં કેટરિના કૈફ પોતાના સિમ્પલ લુકથી દરેકનું દિલ જીતી રહી છે. અભિનેત્રીના ચાહકો હવે સોશિયલ મીડિયા પર તેની માતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. કેટરિના કૈફની તસવીરો પર ચાહકો ખૂબ કમેંટ કરી રહ્યા છે અને આ પોસ્ટને ઘણી લાઈક્સ પણ મળી રહી છે.

કેટરિના કૈફનું વર્ક ફ્રન્ટ: જો કેટરિના કૈફના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરીના ટૂંક સમયમાં જ સલમાન ખાન સાથે ‘ટાઈગર 3’માં જોવા મળશે. આ ઉપરાંત અભિનેત્રી ‘ફોન ભૂત’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર મુખ્ય ભૂમિકામાં છે.