વિક્કી ને પતિ પરમેશ્વર માને છે કેટરીના, અભિનેતા ના નામે કરી દીધું છે આખું જીવન, જુવો તેના પુરાવા આપી રહેલી તસવીરો

બોલિવુડ

અભિનેત્રી કેટરિના કૈફ અને અભિનેતા વિકી કૌશલ આ દિવસોમાં મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઈન્દોરમાં છે. વિકી કૌશલ અહીં પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. અભિનેત્રી સારા અલી ખાન પણ ઈન્દોરમાં છે. જણાવી દઈએ કે સારા અને વિકી પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

કેટરીના કૈફ શુક્રવારે રાત્રે મુંબઈથી ઈન્દોર આવી છે. કેટરિનાએ હાલમાં પોતાના કામથી બ્રેક લીધો છે. ખરેખર લગ્ન પછી આ મહિને તે પોતાની આગામી ફિલ્મ ‘ટાઈગર 3’ના છેલ્લા ભાગનું શૂટિંગ દિલ્હીમાં કરવા જઈ રહી હતી, પરંતુ કોરોનાને કારણે તે તેના પતિ વિકી પાસે ઈન્દોર આવી ગઈ.

વિકી ઘણા દિવસોથી ઈન્દોરમાં છે અને તે થોડા દિવસો સુધી ઈંદોરમાં જ રહેશે. સાથે જ હવે તેનો સાથ આપવા માટે કેટરીના કેફ પણ આવી ગઈ છે. બંને કલાકારોએ 9 જાન્યુઆરીએ લગ્નને એક મહિનો પૂર્ણ થવાનું સેલિબ્રેશ સાથે મળીને કર્યું. આ દરમિયાન બંનેએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ખાસ તસવીરો શેર કરી હતી.

જણાવી દઈએ કે બંનેના લગ્ન રાજસ્થાનમાં 9 ડિસેમ્બર ના રોજ થયા હતા. બંનેએ લગ્ન પહેલા પોતાના સંબંધને છુપાવીને રાખ્યા હતા અને હવે બંને ખુલ્લેઆમ ઈશ્ક લડાવે છે. પ્રેમ વ્યક્ત કરવાની બાબતમાં વિકી પર કેટરીના ભારે પડે છે અને તે આ બાબતમાં આગળ છે. આવું અમે નહિં પરંતુ તેની તસવીરો જણાવી રહી છે. જોઈ લો પુરાવા તરીકે તેની આ તસવીરો.

લગ્નને એક મહીનો પૂર્ણ થવા પર કેટરીના એ શેર કરી તસવીરો: આ તસવીર 9 જાન્યુઆરી એ કેટરીનાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરર્તા લગ્નનો એક મહીનો પૂર્ણ થવા પર સેલિબ્રેશન કર્યું. તેમાં તે વિકીની બાહોમાં જોવા મળી રહી છે.

વિકી કૌશલે લગ્નને એક મહિનો પૂર્ણ થવા પર આ તસવીર શેર કરી: સાથે જ લગ્નને એક મહિનો પૂર્ણ થવા પર વિક્કીએ પણ એક તસવીર શેર કરી. ખાસ વાત એ છે કે બંને ડાન્સ કરી રહ્યાં છે અને વિકીથી વધુ ખુશી કેટરીનાના ચહેરા પર જોવા મળી રહી છે.

કેટરિનાએ બતાવ્યું મંગલસૂત્ર: થોડા દિવસો પહેલા કેટરીનાએ વિકી ન હોવા પર તસવીરો શેર કરીને એ જણાવ્યું હતું કે તે તેને મિસ કરી રહી છે અને અભિનેત્રીએ પોતાના મંગલસૂત્રને ફ્લોંટ કરતા ઘણી તસવીરો પોતાના ઘરેથી શેર કરી હતી.

વિક્કીને ગળે લગાવતી કેટરીના: જ્યારે વિકી મુંબઈથી ઈન્દોર જઈ રહ્યો હતો ત્યારે કેટરિના તેને મુંબઈ એરપોર્ટ પર છોડવા આવી હતી અને ત્યારે એરપોર્ટ પર કેટરીનાએ વિકીને કારમાં બેસીને જ ગળે લાગતા તેને કિસ કરી હતી.

ક્રિસમસ પર પણ વિકીની બાહોમાં જોવા મળી કેટરીના: કેટરિના કૈફ અને વિકી કૌશલે ક્રિસમસ અને ન્યૂ યરનું સેલિબ્રેશન એકસાથે કર્યું હતું. ક્રિસમસના પ્રસંગ પર બંને કલાકારોએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સરખી તસવીરો શેર કરી હતી. જેમાં તમે જોઈ શકો છો કે વિકી અને કેટરીના એકબીજાને ગળે લગાવી રહ્યા છે અને બંને ખૂબ જ ખુશ છે.

કેટરિનાના હાથ પર વિકીના નામની મહેંદી: રાજસ્થાનના 700 વર્ષ જૂના કિલ્લામાં લગ્ન કર્યા પછી વિકી અને કેટરીના હનીમૂન માટે માલદીવ ગયા હતા. બંને અહીં લગભગ ચાર દિવસ સુધી રોકાયા અને તેમનું હનીમૂન કર્યું. આ દરમિયાન સમુદ્ર પર હાથ લહેરાવતા કેટરિનાએ વિકીના નામની મહેંદીની તસવીર શેર કરી હતી. તેના બંને હાથ મહેંદીમાં છે.

હલ્દી સેરેમનીની તસવીર: લગ્નના થોડા દિવસો પછી કેટરીનાએ હલ્દી સેરેમનીની તસવીર શેર કરી હતી. બંને કલાકારોને હલ્દી લગાવેલી છે અને કેટરીના હસીને વિકીના ગાલ પર હલ્દી લગાવી રહી છે.

લગ્નની તસવીર: હવે જરા એક નજર વિકી અને કેટરીનાના લગ્નની તસવીરો પર પણ કરીએ. બંનેએ લગ્ન પછી ઈન્સ્ટાગ્રામ પરથી 4 તસવીરો એક જ કેપ્શન સાથે શેર કરી હતી.

લગ્નની ક્ષણ દરેક માટે ખૂબ જ ખાસ હોય છે અને તેની ખુશી કેટરીના અને વિકીના ચહેરા પરથી સ્પષ્ટ જોવા મળી રહી હતી. કપલે વરમાળા, ફેરા દરમિયાનની તસવીરો સોશિયલ મીડિયા પરથી શેર કરી હતી.