કેટરીના કૈફ સારી પત્ની છે કે ખરાબ? લગ્ન પછી પહેલી વખત આવ્યું વિક્કી કૌશલનું નિવેદન, ખોલ્યા ઘણા રાજ

બોલિવુડ

વિકી કૌશલ અને કેટરીના કૈફ બોલિવૂડની ટોપ ટ્રેન્ડિંગ કપલ્સમાંથી એક છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન પછી પણ બંનેની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો આવ્યો નથી. આજે પણ આ કપલ અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. ચાહકો તેની સાથે જોડાયેલી દરેક પળની અપડેટ્સ જાણવામાં રસ ધરાવે છે. આ દરમિયાન લગ્ન પછી પહેલી વખત વિકીનું તેની પત્ની કેટરિના વિશેનું નિવેદન સામે આવ્યું છે.

9 ડિસેમ્બર 2021, તે દિવસ હતો જ્યારે કેટરિના કૈફ અને વિકી કૌશલ હંમેશા માટે એકબીજાના બની ગયા હતા. બંનેએ સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં રોયલ સ્ટાઈલમાં લગ્ન કર્યા હતા. આ લગ્નની તસવીરો આજ સુધી ચાહકોના દિલમાં છવાયેલી છે. લગ્ન પછીથી આ કપલ પોતપોતાના કામમાં વ્યસ્ત છે. બંનેને ઘણી વખત ફિલ્મ પ્રોજેક્ટ્સને કારણે એકબીજાથી દૂર જવું પડે છે. આવી સ્થિતિમાં ચાહકોના મનમાં ઉત્સુકતા જાગે છે કે લગ્ન પછી વિકી અને કેટરિનાનું લગ્નજીવન કેવું ચાલી રહ્યું છે.

લગ્ન પછી પત્નીની પ્રસંશા કરતા જોવા મળ્યા વિકી: લગ્ન પછી કેટરીના અથવા વિકીએ આ વિષય પર ખુલીને વાત કરી ન હતી. પરંતુ તાજેતરમાં એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં વિકીએ પોતાની મેરિડ લાઈફ સાથે જોડાયેલા ઘણા રાજ ખોલ્યા છે. તે પોતાની નવી નવેલી પત્ની કેટરિના કૈફ વિશે ખુલીને વાત કરતા જોવા મળ્યા. વિકીએ આ ઈન્ટરવ્યુમાં પોતાની પત્નીના પ્રસંશાના પૂલ બાંધ્યા હતા. જણાવ્યું કે કેવી રીતે તે કેટરિના પાસેથી જીવનમાં ઘણું શીખે છે.

વિકીએ કહ્યું કે, “મારા જીવનની દરેક ક્ષણોમાં કેટરિનાનો જબરદસ્ત પ્રભાવ રહ્યો છે. હું ખૂબ જ નસીબદાર છું કે મને આવી જીવનસાથી મળી. કેટરિના ખૂબ જ સમજદાર અને દયાળુ છે. હું આજે પણ દરરોજ તેની પાસેથી કંઈક શીખતો રહું છું.” વિકીના આ નિવેદન પછી એવું લાગી રહ્યું છે કે કેટરીના લગ્ન પછી તેની ટીચર બની ગઈ છે અને વિકી એક વિદ્યાર્થી તરીકે તેની પાસેથી ઘણું શીખી રહ્યો છે.

કેટરીનાએ પણ વિકી પાસેથી ઘણું શીખ્યું: એવું નથી કે માત્ર વિકી જ કેટરીના પાસેથી શીખી રહ્યો છે. પરંતુ કેટરિના પોતે પણ લગ્ન પછી વિકીના રંગમાં રંગાયેલી જોવા મળી હતી. જે અભિનેત્રી હંમેશા વેસ્ટર્ન લુકમાં જોવા મળતી હતી, તે લગ્ન પછી અવારનવાર દેશી લુકમાં જોવા મળે છે. હિંદુ ધર્મ સાથે સંબંધ ન ધરાવતી હોવા છતાં કેટરિના તમામ રીત રિવાજોનું પાલન કરે છે. લગ્ન પછી તેની માંગમાં સિંદૂર, હાથમાં બંગડી અને ગળામાં મંગલસૂત્રની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. ચાહકોને કેટરીનાની આ દેશી સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી હતી.

કામની વાત કરીએ તો કેટરીના અને વિકી બંને પાસે અત્યારે ઘણી બધી ફિલ્મો છે. કેટરીના ટૂંક સમયમાં જ સલમાન ખાન સાથે ‘ટાઈગર 3’માં જોવા મળશે. સાથે જ તે વિજય સેતુપતિ સાથે ‘મેરી ક્રિસમસ’ ફિલ્મ પણ કરી રહી છે. આ ઉપરાંત તે ફરહાન અખ્તરની ‘જી લે ઝરા’માં આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા સાથે જોવા મળી શકે છે.

બીજી બાજુ, વિકી કૌશલ વિશે વાત કરીએ તો, તેણે તાજેતરમાં તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક સાથે પોતાની આગામી ફિલ્મનું શેડ્યૂલ પૂર્ણ કર્યું છે. આ સાથે જ તે ‘સૈમ બહાદુર’ અને ‘ગોવિંદા નામ મેરા’માં પણ જોવા મળશે.