ઈન્ડસ્ટ્રીની ‘બાર્બી ડોલ’ છે માતા સાથે બેઠેલી આ સુંદર છોકરી, અમિતાભ સાથે કર્યું ડેબ્યૂ, જાણો કોણ છે આ છોકરી

બોલિવુડ

દર વખતની જેમ, ફરી એકવાર અમે હાજર છીએ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રીની બાળપણની તસવીર લઈને, જે સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ કરી રહી છે. નોંધપાત્ર છે કે અવારનવાર કોઈને કોઈ સેલિબ્રિટીના બાળપણની તસવીરો ચાહકોની વચ્ચે ચર્ચામાં રહે છે.

આ દરમિયાન એક અન્ય લોકપ્રિય અભિનેત્રીની બાળપણની તસવીર વાયરલ થઈ રહી છે, જેને જોઈને ચાહકો તેને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યાં ઘણા લોકો તેને પહેલી નજરે ઓળખી ગયા તો ઘણા લોકો તેને ઓળખી શક્યા નથી. તો ચાલો જાણીએ આ તસવીરમાં જોવા મળી રહેલી છોકરી કોણ છે?

સૌથી પહેલા તો તમે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીર જોઈ શકો છો, જેમાં એક નાની બાળકી મોઢામાં આંગળી લઈને પોતાની માતા સાથે જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે આ છોકરીએ પોતાની કારકિર્દીમાં સલમાનથી લઈને શાહરૂખ ખાન અને આમિર ખાન જેવા દરેક મોટા અભિનેતા સાથે કામ કર્યું છે.

ચાહકો તેની સુંદરતા પર ફિદા છે અને વર્ષ 2021માં તેણે બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સાથે લગ્ન કર્યા. જણાવી દઈએ કે આ નાની છોકરીને બોલિવૂડની ‘બાર્બી ડોલ’ પણ કહેવામાં આવે છે, જેને જોવા માટે ચાહકો આતુર રહે છે. જો તમે હજી પણ આ છોકરીને ઓળખી શક્યા નથી, તો ચાલો અમે તમને મદદ કરીએ.

ખરેખર, આ છોકરી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી કેટરીના કૈફ છે. જણાવી દઈએ કે કેટરિનાએ પોતાની કારકિર્દીની શરૂઆત અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘બૂમ’થી કરી હતી. ત્યાર પછી તે ‘ટાઈગર’, ‘ટાઈગર ઝિંદા હૈ’, ‘જબ તક હૈ જાન’, ‘મૈને પ્યાર ક્યૂં કિયા’,’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. હાલના સમયમાં કેટરીનાની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે.

નોંધપાત્ર છે કે, વર્ષ 2021માં કેટરીનાએ બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન ચર્ચામાં રહ્યા હતા. તાજેતરમાં જ વિકીએ પોતાની પત્નીની પ્રસંશા કરતાં કહ્યું હતું કે, “કેટરિના હંમેશા કહેતી રહે છે કે જો તમે કંઇક સારું ન કહી શકો તો કંઈ પણ ન બોલો. એવી ઘણી ચીજો છે જે તેમને ખાસ બનાવે છે. તે સમજદાર છે, તે દયાળુ છે અને તે પોતાની આસપાસના લોકોનું ખૂબ સમ્માન કરે છે. તે કંઈક એવું છે, જેની હું ખરેખર પ્રસંશા કરું છું, મેં આવા કોઈને નથી જોયા.”

વાત કરીએ કેટરિનાના વર્કફ્રન્ટની તો તે ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ટાઈગર-3’માં જોવા મળશે. જેમાં તે સુપરસ્ટાર સલમાન ખાન સાથે જોવા મળશે. આ ઉપરાંત તેની પાસે ‘મેરી ક્રિસમસ’, ‘જી લે જરા’ જેવી ફિલ્મો છે. કેટરીના છેલ્લે ફિલ્મ ‘ફોનભૂત’માં જોવા મળી હતી જેમાં તેની સાથે પ્રખ્યાત અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર જોવા મળ્યા હતા.