વિક્કી કૌશલથી વધારે અમીર છે કેટરીના, લગ્ન પછી આટલી અધધધ સંપત્તિના માલિક બની જશે અભિનેતા

બોલિવુડ

જેમ જેમ અભિનેતા વિકી કૌશલ અને અભિનેત્રી કેટરિના કૈફના લગ્નની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ચાહકોનો ઉત્સાહ પણ વધી રહ્યો છે. નોંધપાત્ર છે કે છેલ્લા ઘણા દિવસોથી વિકી અને કેટરીનાના લગ્ન સાથે જોડાયેલા કોઈને કોઈ સમાચાર દરરોજ આવી રહ્યા છે. બંનેએ ભલે હજુ સુધી પોતાના સંબંધ પર કંઈ નથી કહ્યું પરંતુ બંને લગ્ન કરીને જ પોતાના સંબંધને દુનિયાની સામે સ્વીકારશે.

એવા સમાચાર છે કે વિકી અને કેટરીના રાજસ્થાનમાં રોયલ વેડિંગ કરવા જઈ રહ્યા છે. બંનેના લગ્નની વિધિ 7, 8 અને 9 ડિસેમ્બરે પૂર્ણ થશે. વિકી અને કેટરીના પોતપોતાના પરિવાર સાથે 6 ડિસેમ્બર ના રોજ રાજસ્થાન પહોંચી શકે છે. ટૂંક સમયમાં 38 વર્ષની કેટરીના કેફ તેનાથી ઉંમરમાં પાંચ વર્ષ નાના વિક્કી કૌશલની પત્ની બની જશે.

કેટરિના કૈફ અને વિકીના લગ્નના સમાચાર જ્યારથી સામે આવ્યા છે ત્યારથી બંને સતત હેડલાઈન્સમાં છે. આ દરમિયાન બંનેની લક્ઝરી લાઈફને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે. આવી સ્થિતિમાં ચાલો આજે તમને બંને કલાકારોની સંપત્તિ, કાર કલેક્શન વગેરે વિશે જણાવીએ. સાથે જ જાણીએ કે બંને એક ફિલ્મથી કેટલી કમાણી કરી લે છે.

પહેલા અભિનેત્રી કેટરીના કૈફની વાત કરીએ. 38 વર્ષની કેટરીનાએ વર્ષ 2003માં હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. તેની ડેબ્યુ ફિલ્મ ‘બૂમ’ હતી. તેને બોલિવૂડમાં કામ કરતા 18 વર્ષ થઈ ગયા છે. કેટરીના એક ફિલ્મથી 11 કરોડ રૂપિયાની કમાણી કરે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અભિનેત્રી કુલ 224 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે.

કેટરીના ફિલ્મોથી તો મોટી કમાણી કરે જ છે સાથે જ ઘણી બ્રાન્ડસની જાહેરાત પણ તે કરી રહી છે. આ ઉપરાંત કેટરીના એક બ્યૂટી બ્રાંડની માલિક પણ છે. કેટરિના કૈફ પાસે ઘણી મોંઘી કાર પણ છે. તેમના કાર કલેક્શનમાં રેન્જ રોવર, ઓડી જેવી 3-4 લક્ઝરી કાર શામેલ છે.

હવે વિક્કીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કમાણીની બાબતમાં વિકી કેટરીના કરતાં ખૂબ પાછળ છે. જોકે આ વાત પર પણ ધ્યાન આપવું જોઈએ કે અત્યારે વિક્કીને બોલીવુડમાં કામ કરતા માત્ર 6 વર્ષનો જ સમય થયો છે. વર્ષ 2015માં તેણે ફિલ્મ ‘મસાન’થી બોલીવુડ કારકિર્દીની શરૂઆત કરી હતી. તે એક ફિલ્મ માટે ત્રણથી ચાર કરોડ રૂપિયાની ફી લે છે.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો વિકી કુલ 25 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. વિકી ફિલ્મો ઉપરાંત બ્રાન્ડ્સ એન્ડોર્સમેન્ટથી લગભગ 2.5 કરોડની કમાણી કરી લે છે.

250 રોડ રૂપિયા થઈ જશે વિક્કી-કેટરીનાની સંપત્તિ: તાજેતરમાં કેટરિનાની સંપત્તિ 225 કરોડ રૂપિયા છે અને વિકીની સંપત્તિ 25 કરોડ રૂપિયા છે. જ્યારે બંને કલાકારો લગ્નના બંધનમાં બંધાશે ત્યારે બંનેની કુલ સંપત્તિ 250 કરોડ રૂપિયા થઈ જશે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરીનાની ફિલ્મ ‘સૂર્યવંશી’ દિવાળી પર રીલિઝ થઈ હતી અને તે સુપરહિટ બની ચુકી છે. તેની આગામી ફિલ્મનું નામ ‘ટાઈગર 3’ છે. સાથે જ વિકીની છેલ્લી રિલીઝ ફિલ્મ ‘સરદાર ઉધમ સિંહ’ છે. વિકીની આગામી ફિલ્મોનું નામ તખ્ત અને સૈમ બહાદુર છે. બંને ફિલ્મો 2022માં રિલીઝ થશે.