વિક્કી કૌશલ એ પત્ની કેટરીના કૈફને જણાવી પોતાની ‘ગુરૂ’, કહ્યું- ‘હું તેને 15 વર્ષની ઉંમરથી….’

બોલિવુડ

બોલિવૂડની સૌથી સુંદર કપલ અભિનેતા વિકી કૌશલ અને કેટરીના કૈફ પોતાના નવા જીવનની શરૂઆત કરી ચુક્યા છે. આ કપલે 9 ડિસેમ્બર, વર્ષ 2021ના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં આવેલા સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં પોતાના કેટલાક નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં સાત ફેરા લીધા હતા.

નોંધપાત્ર છે કે લગ્ન પહેલા તેમણે પોતાના સંબંધને ખૂબ જ સીક્રેટ રાખ્યો હતો, સાથે જ લગ્ન પણ તેમણે ગુપ્ત રીતે કરવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે લગ્ન સાથે જોડાયેલી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે તાજેતરમાં જ ખુલાસો થયો છે કે કેટરીનાના પતિ એટલે કે વિકી કૌશલ તેને પોતાના ગુરૂમાને છે. ચાલો જાણીએ શું છે આખી બાબત?

જણાવી દઈએ કે વિક્કી કૌશલે કેટરિના સાથે પોતાના સંબંધને એટલી સુંદર રીતે નિભાવ્યો છે કે કોઈને પણ ખબર ન પડવા દીધી. આવી સ્થિતિમાં, જ્યારે આ સંબંધનો ખુલાસો થયો, ત્યારે લોકો કેટરીના અને વિકી કૌશલને છુપા રુસ્તમ કપલ કહેવા લાગ્યા હતા. ખરેખર આ કપલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહી હતી. પરંતુ તેમણે મીડિયાને આ વાતની જાણ થવા દીધી ન હતી. જોકે જ્યારે કેટરિના કૈફ વિકી કૌશલની ફિલ્મ ‘ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક’ના સ્ક્રીનિંગમાં પહોંચી ત્યારે તેમના અફેરના સમાચારે તૂલ પકડી હતી.

કહેવાય છે કે વિકી કૌશલ જ્યારે 15 વર્ષના હતા ત્યારે તે કેટરિનાને પોતાનું દિલ આપી બેઠા હતા. જોકે તેમને આ વાતનો અંદાજ પણ ન હતો કે કેટરીના ખરેખર તેમની પત્ની બની જશે. વિકી કૌશલે એક ઈન્ટરવ્યુ દરમિયાન એક ખૂબ જ રમુજી કિસ્સો શેર કરતા કહ્યું કે તે તેની પત્ની કેટરિનાને પોતાની મેન્ટર માને છે.

ખરેખર વર્ષ 2019માં કેટરીના અને વિકીનું એક ઈન્ટરવ્યુ હતું. ત્યારે ફિલ્મી કૈપેનિયનમાં એક સવાલ દરમિયાન, વિકીએ જણાવ્યું હતું કે, “2009 માં, જ્યારે હું એક્ટિંગ સ્કૂલમાં હતો, તે દરમિયાન કેમેરાની સામે અમે ‘તેરી ઓર… તેરી ઓર’ ગીત પર ડાન્સ કરવાનું કહેવામાં આવ્યું હતું. તેમાં કેમેરાને છોકરી સમજીનેપરફોર્મ કરવાનું હતું. પોતાની જેમ અહેસાસમાં ડૂબીને.” વિકીની વાત સાંભળ્યા પછી કેટરીના કહે છે કે, “એટલે કે મારું તમારી એક્ટિંગમાં ખૂબ મોટું યોગદાન છે.” આ વાત પર વિકી કહે છે, “હું ખૂબ જ નર્વસ છું કે આજે હું મારા ગુરુની સામે બેઠો છું. ત્યાર પછી ત્યાં બેઠેલા તમામ લોકો હસવા લાગ્યા હતા.”

વાત કરીએ વિકી કૌશલના વર્કફ્રન્ટ વિશે તો ફિલ્મ ‘લુકા છુપી-2’ ઉપરાંત તેની પાસે ફિલ્મ ‘સેમ’ પણ છે. રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મમાં વિકી ફિલ્ડ માર્શલ સેમ માનેકશોની ભૂમિકા નિભાવવાના છે. આ ઉપરાંત વિકી પાસે ‘ગોવિંદા મેરા નામ’ અને ‘તખ્ત’ જેવી ફિલ્મો પણ છે.

વાત કરીએ તેની પત્ની કેટરિના કૈફની તો તે ટૂંક સમયમાં જ સુપરસ્ટાર સલમાન ખાન સાથે ફિલ્મ ‘ટાઈગર-3’માં જોવા મળશે. જણાવી દઈએ કે, આ દિવસોમાં કેટરીના અને સલમાન ખાન આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ઉપરાંત તે ફિલ્મ ‘મેરી ક્રિસમસ’માં પણ જોવા મળવાની છે.