કેટરીના કેફના બોલ્ડ લુક એ ફેલાવ્યો કહેર, ચાહકોની હીરા જડિત મંગલસૂત્ર પર ટકી ગઈ નજર, જુવો તેની બોલ્ડ તસવીરો

બોલિવુડ

બોલિવૂડની બાર્બી ડોલ એટલે કે કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નને હજુ વધુ સમય નથી થયો. પરંતુ બંને કલાકારો પોતપોતાના કામને મહત્વ આપીને પોતાની ફિલ્મોના શૂટિંગ પર પરત ફર્યા છે. આ દરમિયાન હવે કેટરિના કૈફ પતિ વિકી કૌશલને ખૂબ જ મિસ કરી રહી છે અને વિકી કૌશલ ઈન્દોરમાં શૂટિંગ કરી રહ્યા છે, તો કેટરીનાએ ઘરેથી નવી તસવીરો શેર કરી છે. જણાવી દઈએ કે આ તસવીરોમાં કેટરીના મંગલસૂત્ર પહેરેલી જોવા મળી રહી છે અને આ તસવીરોને હવે તેના ચહકો હાથો-હાથ લઈ રહ્યા છે.

જણાવી દઈએ કે તસવીરોમાં કેટરિના કૈફ હીરાથી જડેલું મંગલસૂત્ર પહેરેલી જોવા મળી રહી છે. સાથે જ કેટરિના કૈફે હીરાથી જડેલા મંગલસૂત્ર સાથે પોતાના અને પોતાના પતિ અભિનેતા વિકી કૌશલના નવા સી-ફેસિંગ ઘરની ઝલક પોતાના ચાહકો સાથે શેર કરી છે અને આ ઘર ખૂબ જ રોયલ જોવા મળી રહ્યું છે.

આ ઉપરાંત જણાવી દઈએ કે અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર ત્રણ તસવીરો શેર કરી છે, જેમાં તેને સ્વેટર પહેરીને કેમેરાની સામે હસતા જોઈ શકાય છે. કેટરિના કૈફના લગ્નના ઘરેણાંની જેમ, તેના મંગલસૂત્રને પણ પ્રખ્યાત ફેશન ડિઝાઇનર સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને મંગલસૂત્રની ડિઝાઈનિંગ ડિઝાઇનરના લેટેસ્ટ કલેક્શન બંગાલ ટાઇગરથી લેવામાં આવ્યું છે.

સાથે જ જણાવી દઈએ કે કેટરીનાની આ તસવીરો જોઈને લોકોએ તેના હીરા વાળા આ મંગલસૂત્રની પ્રસંસા કરી. આટલું જ નહીં તેની ફિટનેસ ટ્રેનર યાસ્મીન કરાચીવાલાએ તસવીરોની નીચે કમેન્ટ કરતા લખ્યું કે, “તમારું નવું ઘર જોવા માટે રાહ નથી જોઈ શકતી.”

છેલ્લે જણાવી દઈએ કે વિકી અને કેટરીનાએ 9 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના સિક્સ સેન્સ ફોર્ટ, બરવારા હોટલમાં લગ્ન કર્યા હતા અને આ લગ્ન ત્રણ દિવસ સુધી ચાલ્યા હતા. જેમાં માત્ર 120 મહેમાનો જ શામેલ થયા હતા. સાથે જ કેટરિના અને વિકી લગ્ન પછી માલદીવ હનીમૂન માટે ગયા હતા અને કેટ-વિકીએ લગ્નની તસવીરો તો ચાહકો માટે શેર કરી પરંતુ ચાહકો તેના હનીમૂનની તસવીરોની અત્યારે પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.