પતિ વિક્કી કૌશલને ખુશ કરવા માટે વીકેંડ પર કેટરીના કૈફ એ કર્યું આ ખૂબ જ સ્પેશિયલ કામ, જીતી લીધું ચાહકોનું પણ દિલ

બોલિવુડ

બોલિવૂડની પાવર કપલમાંથી એક કેટરિના કૈફ અને વિકી કૌશલ લગ્ન પછીથી જ પોતાના ચાહકોની ફેવરિટ કપલ બનેલા છે અને આ કપલ અવારનવાર કોઈને કોઈ કારણથી ચર્ચામાં આવી જાય છે. સાથે જ કેટરિના પણ પોતાના પતિ વિકી કૌશલને ખુશ કરવાની એક પણ તક હાથમાંથી જવા દેતી નથી.

હવે ફરી એકવાર કેટરિના કૈફે પોતાના પતિ વિકી કૌશલને ખુશ કરવા માટે ખૂબ જ ખાસ કામ કર્યું છે, જેની એક ખાસ ઝલક અભિનેત્રીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ સ્ટોરી પર શેર કરી છે. ખરેખર કેટરિના કૈફે તાજેતરમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જે આ દિવસોમાં ખૂબ જ વાયરલ થઈ રહી છે અને આ તસવીર પર કેટરિના કૈફ અને વિકી કૌશલના ચાહકો ખૂબ પ્રેમ લૂટાવી રહ્યા છે.

ખરેખર ગયા રવિવાર વીકએન્ડ પર, કેટરિના કૈફે પોતાના લવિંગ હસબંડ વિકી કૌશલ માટે કિચન સંભાળવાનું કામ કર્યું છે અને તેણે પોતાના હાથે વિકી કૌશલને સ્વાદિષ્ટ નાસ્તો બનાવીને ખવડાવ્યો છે. કેટરીના કૈફે પોતાના પતિ વિકી કૌશલ માટે જે સ્વાદિષ્ટ ડિશ બનાવી હતી તેની તસવીર પણ અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેની સાથે કેટરીનાએ ખૂબ જ ખાસ કેપ્શન પણ લખ્યું છે.

કેટરિનાએ વિકી કૌશલ માટે બનાવ્યો નાસ્તો: કેટરિના કૈફ અને વિકી કૌશલ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અને સુંદર કપલમાંથી એક છે, જો કે વિકી કૌશલ અને કેટરિના કૈફ પોતાની પર્સનલ લાઈફને પ્રાઈવેટ રાખવાનું પસંદ કરે છે, પરંતુ આ બંને અવારનવાર નાની-નાની ચીજો દ્વારા એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે અને આ કપલ વચ્ચે ખૂબ જ ખાસ અને મજબૂત બોન્ડિંગ તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવે છે.

આ દરમિયાન કેટરીના કૈફે પોતાના પતિ વિકી કૌશલ માટે નાસ્તો બનાવ્યો છે, જેની તસવીર અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. કેટરિના કૈફે પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર એક સ્વાદિષ્ટ ડિશની તસવીર શેર કરી છે અને આ તસવીર સાથે કેટરીના એ આ કેપ્શન લખ્યું છે કે, “મારા દ્વારા બનાવેલો પતિ માટે સન્ડે બ્રેકફાસ્ટ.”

ડિસેમ્બરમાં કર્યા હતા લગ્ન: તમને જણાવી દઈએ કે બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફ અને વિકી કૌશલે ગયા વર્ષે 9 ડિસેમ્બર 2021ના રોજ રાજસ્થાનમાં ખૂબ જ રોયલ સ્ટાઈલમાં લગ્ન કર્યા હતા અને આ કપલના લગ્નમાં આ બંનેના પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો શામેલ થયા હતા. કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. કેટરિના કૈફ અને વિકી કૌશલની ઉંમરમાં 5 વર્ષનો તફાવત છે, પરંતુ છતાં પણ આ કપલની કેમેસ્ટ્રી ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

વિકી-કેટરિનાની આગામી ફિલ્મો: વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરિના કૈફ ટૂંક સમયમાં પોતાની આગામી ફિલ્મ ટાઈગર 3માં જોવા મળવાની છે અને આ ફિલ્મને લઈને કેટરિના કૈફ સતત ચર્ચામાં રહે છે, સાથે જ વિકી કૌશલ પણ આ દિવસોમાં સારા અલી ખાન સાથે પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.