માત્ર આટલા જ રૂપિયા લઈને બહેન સાથે ભારત આવી હતી કેટરીના કૈફ, આજે બનાવી લીધી છે આટલી અધધધ સંપત્તિ

બોલિવુડ

વર્ષ 2003માં ફિલ્મ ‘બૂમ’થી પોતાના ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનાર પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી કેટરિના કૈફ આજે કોઈ ઓળખની મોહતાજ નથી. હિન્દી સિનેમામાં તેણે ખૂબ ઓછા સમયમાં સારું અને મોટું સ્થાન મેળવી લીધું છે. આજે કેટરિના લાખો કરોડો દિલોની ધડકન છે. કેટરીનાએ પોતાની એક્ટિંગની સાથે સાથે પોતાની સુંદરતાથી પણ પોતાના ચાહકોને દિવાના બનાવી દીધા છે.

કેટરિના કૈફને હિન્દી ફિલ્મોમાં કામ કરતા 19 વર્ષનો સમય થઈ ગયો છે, વર્ષ 2003માં તેની પહેલી ફિલ્મ આવી હતી, જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી, જોકે ત્યાર પછી તેણે થોડાં જ વર્ષોમાં સુંદર ફિલ્મો આપી અને બોલિવૂડમાં મોટું નામ બનાવી લીધું અને આજે પણ તેના જલવા હિન્દી સિનેમામાં અકબંધ છે.

38 વર્ષની થઈ ચુકેલી કેટરિના કૈફ હંમેશા ચર્ચામાં રહે છે. કેટરિનાની ગણતરી હિન્દી સિનેમાની હાઈએસ્ટ પૅડ અભિનેત્રીઓમાં થાય છે અને તે કરોડોની માલિક છે. કેટરીના કૈફ પાસે પૈસાની કોઈ કમી નથી. તે લક્ઝરી લાઈફ જીવે છે, જોકે પહેલા આવું ન હતું.

મુસ્લિમ પિતા અને ખ્રિસ્તી માતાની સંતાન કેટરીના કૈફને છ બહેનો અને એક ભાઈ છે. કેટરિના જ્યારે ખૂબ નાની હતી ત્યારે તેના માતા-પિતાએ છૂટાછેડા લીધા હતા. તેની માતા તેના તમામ બાળકોનો ઉછેર કરતી હતી અને કેટરીનાનું બાળપણ ઘણી જગ્યાએ પસાર થયું છે.

કેટરિનાએ માત્ર 14 વર્ષની ઉંમરમાં મોડલિંગ કરવાનું શરૂ કર્યું હતું. સાથે જ હિન્દી સિનેમામાં કામ કરતા પહેલા તે પોતાની બહેન સાથે ભારત આવી હતી. ત્યારે તે માત્ર ₹400000 લઈને પોતાની બહેન સાથે ભારત આવી. તેની બહેન તો પાછી ચાલી ગઈ પરંતુ કેટરીનાએ અભિનેત્રી તરીકે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

કેટરીના કૈફને હિન્દી સિનેમામાં ખાસ અને મોટી ઓળખ વર્ષ 2007માં આવેલી ફિલ્મ નમસ્તે લંડનથી મળી હતી. આ ફિલ્મમાં તેણે સુપરસ્ટાર અક્ષય કુમાર સાથે કામ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ કેટરિના કૈફ પાસે કુલ 225 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેની પાસે મુંબઈ ઉપરાંત લંડનમાં પણ લક્ઝરી ઘર છે. તેમની કિંમત કરોડોમાં છે. આ ઉપરાંત કેટરીના ઘણી કારની માલિક પણ છે. તેની પાસે મર્સિડીઝ ઓડી જેવી બ્રાન્ડની કાર છે.

કેટરીનાની કમાણીનો મુખ્ય સ્ત્રોત ફિલ્મો છે, જો કે તે જાહેરાતોથી પણ સારી કમાણી કરે છે. કેટરીના એક ફિલ્મ માટે જ્યારે લગભગ 11 કરોડ રૂપિયાની મોટી ફી લે છે, તો એક જાહેરાત માટે છ થી સાત કરોડ રૂપિયા ફી તરીકે લે છે.

કેટરિનાના અંગત જીવનની વાત કરીએ તો તેણે ગયા વર્ષે અભિનેતા વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2019 થી બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને વર્ષ 2021 માં બંનેએ લગ્ન કર્યા હતા. કેટરિના અને વિકીએ 9 ડિસેમ્બર 2021ની સાંજે રાજસ્થાનના 700 વર્ષ જૂના કિલ્લા સિક્સ સેન્સમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. બંનેના લગ્નને લઈને ખૂબ ચર્ચા થઈ હતી.