આ તસવીરોમાં કેદ છે ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ના પડદા પાછળની સ્ટોરી, કંઈક આવી રીતે કરવામાં આવ્યું છે ફિલ્મનું શુટીંગ, જુવો તે તસવીરો

બોલિવુડ

11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ આ દિવસોમાં સ્ક્રીન પર ખૂબ જ ધૂમ મચાવી રહી છે. દર્શકોને આ ફિલ્મ ખૂબ પસંદ આવી રહી છે. ખરેખરમાં આ ફિલ્મમાં કશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારોને બતાવવામાં આવ્યા છે. આ ફિલ્મમાં બતાવવામાં આવેલી સ્ટોરી જોયા પછી તમામ દર્શકો ખૂબ જ ભાવુક થઈ ગયા છે. આ ફિલ્મનું શૂટિંગ ઉત્તરાખંડ અને કાશ્મીરના સુંદર મેદાનોમાં કરવામાં આવ્યું છે. તે જગ્યા જ્યાં 90ના દાયકામાં થયેલા કશ્મીરી પંડિતો પર અત્યાચારને બતાવવા માટે ફિલ્મની સ્ટાર કાસ્ટ એટલે કે અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી અને દર્શન કુમારે જબરદસ્ત કામ કર્યું છે. ચાલો આજે અમે તમને આ ફિલ્મના શૂટિંગ દરમિયાન કેમેરામાં બનેલી કેટલીક તણાવપૂર્ણ અને ખુશીની ક્ષણો બતાવીએ.

માહિતી માટે જણાવી દઈએ કે ધ કશ્મીર ફાઇલ્સ ફિલ્મનું શૂટિંગ કરવું બિલકુલ પણ સરળ ન હતું. ફિલ્મમાં રાધિકા મેનનનું દમદાર પાત્ર નિભાવનાર અભિનેત્રી અને ફિલ્મની પ્રોડ્યૂસર પલ્લવી જોશીનું કહેવું છે કે આખી ટીમ જ્યારે આ ફિલ્મનું સુંદર ખીણોમાં શૂટિંગ કરી રહી હતી ત્યારે તેની અને તેના પતિ વિવેક વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો હતો. જો કે, બંનેએ આ વાતને પોતાની આખી ટીમથી છુપાવવાનું નક્કી કર્યું જેથી શૂટિંગ પર તેની અસર ન પડે.

નોંધપાત્ર છે કે ત્યાર પછી જેવું જ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું આખી ટીમ આમ-તેમ ન રોકાવાને બદલે સીધા કશ્મીરથી બહાર તરફ રવાના થઈ ગઈ. પલ્લવી જોશીનું કહેવું છે કે ફતવા વાળી વાત તેમણે એટલા માટે પણ ટીમથી છુપાવી હતી કે એક વખત કાશ્મીરની બહાર ચાલ્યા ગયા તો પરત આવવું ખૂબ મુશ્કેલ થઈ જશે અને તે ફિલ્મને ઝડપથી પૂર્ણ કરવા ઈચ્છતા હતા.

જો તમે લોકોએ આ ફિલ્મ જોઈ લીધી છે તો તમે જાણતા જ હશો કે આ ફિલ્મમાં ઘણા એવા સીન છે જે જોઈને તમારો આત્મા કંપી જશે. ફિલ્મમાં જોવા મળેલા તમામ કલાકારોની એક્ટિંગ ખૂબ જ જબરદસ્ત છે અને આ ફિલ્મ એ દર્શકોને પણ ખૂબ જ ભાવુક બનાવી દીધા છે.

માહિતી માટે જણાવી દઈએ કે આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ મસૂરી, દેહરાદૂન અને ચકરાતાની આસપાસ કરવામાં આવ્યું છે, જ્યાંની સુંદરતા તમે મૂવીમાં સ્પષ્ટ જોઈ શકો છો. જો ફિલ્મની કમાણીની વાત કરીએ તો ફિલ્મને દર્શકો તરફથી જબરદસ્ત રિસ્પોંસ મળી રહ્યો છે અને ફિલ્મ એ કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

જણાવી દઈએ કે આ ફિલ્મ એ 6 દિવસમાં 83 કરોડની કમાણી કરી લીધી છે. આ ફિલ્મની પ્રસંશા સામાન્ય લોકોની સાથે સાથે હિંદી સિનેમા જગતના સ્ટાર્સ પણ કરી રહ્યા છે.

કંગના રનૌતે આવી ફિલ્મ બનાવવા માટે વિવેક અગ્નિહોત્રીનો આભાર માન્યો છે અને સાથે જ એ પણ કહ્યું છે કે આ ફિલ્મ એ હિન્દી સિનેમાના તમામ પાપો ધોઈ નાખ્યા છે.

કંગના રનૌતની સાથે-સાથે રિતેશ દેશમુખ, યામી ગૌતમ, અક્ષય કુમાર, આર માધવન, પરેશ રાવલ, પરિણીતી ચોપરા અને ક્રિકેટર સુરેશ રૈના જેવા દિગ્ગજ કલાકારો પણ સોશિયલ મીડિયા પર આ ફિલ્મની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે.

આ સાથે જ આ ફિલ્મને ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. હરિયાણા, ગુજરાત, મધ્યપ્રદેશ અને યુપી સહિત ઘણા રાજ્યોમાં સીએમએ ધ કશ્મીર ફાઇલ ફિલ્મને ટેક્સ ફ્રી કરી દીધી છે. હાલમાં આ ફિલ્મ દરેક જગ્યાએ ધૂમ મચાવી રહી છે.