માતા સાથે ચોટી બનાવીને જોવા મળી રહેલો આ છોકરો આજે બોલીવુડમાં મચાવી રહ્યો છે ધૂમ, જાણો કોણ છે તે

બોલિવુડ

બોલિવૂડમાં નવા હીરો પણ આ દિવસોમાં દર્શકોના દિલ જીતી રહ્યા છે. તેમાંથી કેટલાક અભિનેતા તો ઓછા સમયમાં જ મોટું નામ કમાઈ ચુક્યા છે. અમે તમારા માટે એક એવો જ હીરો લાવ્યા છીએ જે યુવા અભિનેતાઓમાં ટોપ પર ચાલી રહ્યા છે. તેની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર કમાલ કરતા જોવા મળી રહી છે.

જે હીરો વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેના બાળપણની એક તસવીર અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. ધ્યાનથી જુવો આ તસવીરને, એક છોકરો બે ચોટી બનાવીને પોતાની માતા સાથે જોવા મળી રહ્યો છે. શું તમે ઓળખી શકો છો કે અમે કયા હીરોનું બાળપણ તમને બતાવી રહ્યા છીએ? જો નહીં, તો તમને સમાચારમાં તેના વિશે જાણવા મળશે.

આ છે તે હીરો જેની થઈ રહી છે વાત: જો તમે બાળપણની તસવીર જોઈને તે હીરોને ઓળખી ગયા તો તમે ચેલેંજ પોતાના નામે કરી લીધી. જો તમે ઓળખી ન શકો તો ચિંતા ન કરો, અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તે હીરો કોણ છે. આ કોઈ અન્ય નહીં પરંતુ પ્રખ્યાત હીરો કાર્તિક આર્યન છે. હા, કાર્તિક બાળપણમાં ખૂબ જ ક્યૂટ દેખાતો હતો.

નવા હીરોમાં કાર્તિક આર્યનની ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તેનો લુક હોય કે એક્ટિંગ, બધું જ અદ્ભુત છે. આ જ કારણે કાર્તિક ખૂબ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવી ચુક્યા છે. તેની ભૂલભુલૈયા 2 પણ રિલીઝ થવાની છે. આ ફિલ્મની દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે.

એન્જિનિયરિંગનો કર્યો અભ્યાસ, ફિલ્મોમાં આવી ગયા: કાર્તિક આર્યન મધ્યપ્રદેશના ગ્વાલિયરનો રહેવાસી છે. તેમનો જન્મ 22 નવેમ્બર 1990ના રોજ થયો હતો. તે હવે 32 વર્ષના થઈ ચુક્યા છે. તેના માતા-પિતા ડોક્ટર છે. પિતા મનીષ તિવારી બાળકોના ડૉક્ટર છે જ્યારે માતા માલા તિવારી ગાયનેકોલોજિસ્ટ છે. તેની એક બહેન પણ છે જેનું નામ કૃતિકા તિવારી છે.

ડૉક્ટર પરિવારમાં ઉછરેલા કાર્તિકે પહેલા એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. જોકે તેમનું મન તો ફિલ્મોમાં હીરો બનવા પર કેન્દ્રિત રહેતું હતું. આ કારણસર તે પોતાનો અભ્યાસ છોડીને ઘણા કલાકોની મુસાફરી કરીને ઓડિશન આપવા જતા હતા. પછી તેણે મોડલિંગ પણ શરૂ કર્યું. ત્યાર પછી તેને તેની પહેલી ફિલ્મ પણ મળી.

આ ફિલ્મથી કરી શરૂઆત, ચઢતો ગયો કરિયર ગ્રાફ: વર્ષ 2011માં કાર્તિકને પહેલો બ્રેક ‘પ્યાર કા પંચનામા’ ફિલ્મથી મળ્યો હતો. આ ફિલ્મમાં તેમણે 5 મિનિટ સુધી અટક્યા વગર એક ડાયલોગ બોલ્યો હતો. તેને હિન્દી ફિલ્મોનો સૌથી લાંબો ડાયલોગ કહેવાય છે. આ ફિલ્મમાં તેની એક્ટિંગને નોટિસ કરવામાં આવી હતી. ત્યાર પછી તેણે આકાશ વાણી, કાંચી વગેરે ફિલ્મોમાં કામ કર્યું.

તેને ફરી એકવાર પ્યાર કા પંચનામા 2 માં કાસ્ટ કરવામાં આવ્યા. આ ફિલ્મમાં પણ કાર્તિકે સારી એક્ટિંગ કરી. કાર્તિકના કરિયર ગ્રાફને ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ એ ફરીથી ઉછાળ્યો. તેની પાસે હવે ઘણી મોટી ફિલ્મો છે. કાર્તિકની ભૂલભુલૈયા 2 તો આવી જ રહી છે. આ ઉપરાંત દોસ્તાના 2માં પણ તે જોવા મળશે. સાથે જ ઈમ્તિયાઝ અલી સાથે પણ કાર્તિક જોવા મળશે.