કરિશ્મા કપૂરને કંઈક આ રીતે પરેશાન કરે છે તેના પતિની નવી પત્ની પ્રિયા સચદેવ, જુવો તસવીરો

બોલિવુડ

અભિનેત્રી કરિશ્મા કપૂર બોલિવૂડની સૌથી મોટી અને સફળ અભિનેત્રીઓમાંની એક છે. તેણે પોતાની ફિલ્મી કારકિર્દી દરમિયાન ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. કરિશ્માની ફિલ્મી કારકીર્દિ જેટલી સુંદર રહી છે, તેટલી જ તેની પર્સનલ લાઈફ વિવાદોથી ભરેલી છે. જે સફળતા તેની ફિલ્મી કારકિર્દીને મળી તે તેની પર્સનલ લાઈફને ન મળી. તેની પર્સનલ લાઈફ ખૂબ વિવાદોથી ભરેલી રહી છે. લગ્ન કર્યા પછી કરિશ્માએ ફિલ્મી કારકિર્દીને અલવિદા કહ્યું હતું. આ લગ્નએ તેની લાઈફને બરબાદ કરી નાખી. હવે તે તેના પતિથી છુટાછેડા લઈને અલગ થઈ ચુકી છે.

આજે કરિશ્મા તેના ભૂતકાળને પાછળ છોડીને ખૂબ આગળ નીકળી ચુકી છે. પહેલા કરિશ્મા કપૂર દરેક વાતને દિલ, મગજમાં બેસાડી લેતી હતી. તેનું ઘર કરી લેતી હતી. તેની આ આદતને કારણે કરિશ્મા કપૂરે ઘણું દુઃખ સહન કર્યું હતું, કરિશ્માની માનસિક સ્થિતિ ખરાબ થવા લાગી હતી. પછી તેણે પોતાના પરિવારના સભ્યો અને ડૉક્ટર્સના કહેવા પર બધી યાદોને દિલમાંથી કાઢી નાખી હતી. પરંતુ તેના સોશિયલ મીડિયા પર ઘણી એવી વાતો સામે આવે છે જે કરિશ્માને અંદર સુધી હલાવીને રાખી દે છે.

કરિશ્માએ સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા જે 13 વર્ષ સુધી ચાલ્યા હતા. આ લગ્નથી તેમને એક પુત્રી સમાયરા અને પુત્ર કિશન રાજ છે. લગ્નના 13 વર્ષ પછી કેટલાક અણબનાવને કારણે તેણે 2016 માં સંજય કપૂર સાથે છુટાછેડા લીધા અને અલગ રહેવા લાગી. કરિશ્મા આજે એકલી છે અને તેની આ એકલતાને કારણે લગ્ન કર્યા વગર જીવન જીવે છે. આ સાથે જ તેનો પતિ સંજય કપૂર પણ બીજી વાર લગ્ન કરીને પોતાના લગ્ન જીવનનો આનંદ માણી રહ્યો છે. કરિશ્મા કપૂર સાથે છૂટાછેડા લીધા પછી સંજયે બિઝનેસવુમન અને પ્રખ્યાત મોડલ પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા.

આજથી થોડા સમય પહેલા જ સમાચાર આવ્યા હતા કે કરિશ્મા બીજી વાર લગ્ન કરવા જઈ રહી છે. તે મુંબઇના બિઝનેસમેન સંદીપ તોશનીવાલને ડેટ કરી રહી છે. બંનેને ઘણી વાર એકબીજા સાથે સ્પોટ કરવામાં આવ્યા છે. પરંતુ આજ સુધી બંનેએ તેમના સંબંધ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. તાજેતરમાં તેના બંને બાળકો તેમના પિતા સાથે રજા પર ગયા છે. સંજયની બીજી પત્ની પ્રિયા સચદેવ પણ બાળકો સાથે તેની તસવીર શેર કરતી રહે છે. પ્રિયા કરિશ્માને જલન કરાવવા માટે પતિ સાથે સોશિયલ મીડિયા પર ઘણી બધી તસવીરો શેર કરતી રહે છે. થોડા દિવસો પહેલા જ તેણે પતિ સાથે પોતાના લગ્નની ચોથી એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. પ્રિયા સચદેવ કરિશ્મા ની બહેન રિદ્ધિમા કપૂર સાથે મળીને જ્વેલરી બિઝનેસ કરી રહી છે.

કરિશ્મા કપૂરની યાદગાર ફિલ્મો: અભિનેત્રી કરિશ્મા કપૂરે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં જીગર (1992), અનાડી (1993), રાજા બાબુ અને સુહાગ (1994), ગોપી કિશન (1994), કુલી નંબર 1 (1995) અને સાજન ચલે સસુરલ અને એક્શન થ્રિલર જીત (1996) જેવી ફિલ્મો શામેલ છે. રાજા હિન્દુસ્તાની (1996) સાથે તેણે પોતાને બોલીવુડની શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે સ્થાપિત કરી. આ પછી, તેણે હીરો નંબર 1 (1997) અને બીવી નંબર 1 (1999), હમ સાથ-સાથ હૈ (1999), ફિલ્મ દુલ્હન હમ લે જાયેંગે (2000) જેવી ફિલ્મો કરી.