વર્ષોથી ફિલ્મો અને સિરિયલોથી દૂર છે કરિશ્મા કપૂર, જાણો કેવી રીતે મેનેજ કરે છે તેનો અને બાળકોનો લાખોનો ખર્ચ

બોલિવુડ

એ કહેવું ખોટું નથી કે કરિશ્મા કપૂર 90 ના દાયકાની સૌથી સુંદર અને ટેલેંટેડ અભિનેત્રીઓમાં શામેલ હતી. સાથે જ તેનું નામ તેના સમયની કેટલીક સૌથી સફળ અભિનેત્રીઓમાં પણ હતું. આજની વાત કરીએ તો એક મેરીડ લાઈફ જીવી રહેલી કરિશ્માની ઉંમર 46 વર્ષ છે અને આજે તે બે બાળકોની માતા પણ છે, જેના નામ સમાયરા અને કિયાન છે. લાંબા સમયથી ફિલ્મોથી દૂર રહેલી કરિશ્મા ‘મેન્ટલહુડ’ નામની વેબ સિરીઝમાં જોવા મળી હતી. સાથે જ તે ઘણી મોટી બ્રાન્ડના પ્રમોશનમાં પણ જોવા મળે છે.

જો કે, કરિશ્માની લક્ઝરી લાઈફને જોઈને ઘણી વાર લોકોના મનમાં આ સવાલ જરૂર આવે છે, કે ઇન્ડસ્ટ્રીમાં આટલા સમયથી ઇનએક્ટિવ હોવા છતા પણ તે બધું કેવી રીતે મેનેજ કરે છે? અને કોણ તેના બાળકોનો લાખોનો ખર્ચ ઉઠાવે છે. તો તમને જણાવી દઈએ કે આજે પણ સંજય તેના બાળકોનો ખર્ચ પોતે જ ઉઠાવે છે.

કરિશ્માની લવ લાઈફની વાત કરીએ તો તેમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. તેને ઘણી વાર બ્રેકઅપ્સનો સામનો કરવો પડ્યો છે. સાથે જ તેના લગ્નથી પણ તેને કોઈ ખાસ ખુશી મળી શકી નહીં. અને સાથે જ કાનૂની રીતે પણ તેને બાળકોની કસ્ટડી મેળવવા માટે ઘણી મોટી લડાઈ લડવી પડી હતી. જણાવી દઈએ કે આજે બોલીવુડની સિંગલ પરફેક્ટ મોમ કહેવાતી કરિશ્માના 4 વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા.

છૂટાછેડા પછીની વાત કરીએ તો આર્થિક રીતે સંજય પર જ બાળકોની બધી જવાબદારી છે અને આ કારણે જ બોલીવુડમાં સૌથી મોંઘા છુટાછેડામાં તેમના છૂટાછેડાનો સમાવેશ થાય છે. કરિશ્મા મુંબઈમાં બાળકો સાથે જે ફ્લેટમાં રહે છે તે પણ સંજયના પિતાનો જ છે અને બીજી બાજુ કરિશ્માને સંજય એક મોતીની રકમ પણ આપે છે.

સમાચારો અનુસાર લગભગ 14 કરોડ રૂપિયાનો બોન્ડ કરિશ્માના બંને બાળકોનાં નામે છે, જેનું 10 લાખ રૂપિયા પ્રતિ મહિનાનું વ્યાજ મળે છે. અને તે પણ સંજયે જ ખરીદ્યો છે. અને જો આપણે વાત કરીએ બંનેના અભ્યાસની તો તેની જવાબદારી પણ સંજય પર છે, તેના બંને બાળકો આજે દેશની સૌથી મોંઘી ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે. અને ઘણીવાર બંને બાળકો તેમના પિતા સાથે રજાઓ માણાવા પણ જતા હોય છે.

તે જ સમયે સંજયે પ્રિય ચાટવાલ સાથે લગ્ન કર્યા છે, જો કે બંને બાળકો સાથે સારો બોન્ડ શેર કરે છે. ગયા વર્ષે પણ બંને બાળકોએ સંજય અને પ્રિયાની સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તે જ સમયે, જાન્યુઆરી મહિનામાં બંને બાળકો પિતા સાથે થોડો સમય રહેવા માટે દિલ્હી પહોંચ્યા હતા. બાળકોને મળવા માટે પિતા પણ ઘણીવાર મુંબઈ આવે છે અને તેમની સાથે સારો સમય પસાર કરતા જોવા મળે છે. આવી સ્થિતિમાં, તે કહેવું ખોટું નથી કે કરિશ્મા અને સંજય બંને બાળકોને સંબંધની કડવાશથી દૂર રાખવા માગે છે અને તેમાં તેઓ ખૂબ સફળ પણ જોવા મળે છે અને આજે પણ તેઓ બંને બાળકોનો સારી રીતે ઉછેર કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.