જ્યારે અજય અને માધુરી જેવા સ્ટાર્સ સાથે કામ કરવાની કરિશ્મા એ કરી હતી મનાઈ, કહ્યૂં હતું કે મારે….

બોલિવુડ

લોકપ્રિય અભિનેત્રી કરિશ્મા કપૂર કપૂર પરિવારની તે પહેલી પુત્રી છે જેણે ફિલ્મી દુનિયામાં પગ મુક્યો હતો. વર્ષ 1991માં માત્ર 16થી 17 વર્ષની ઉંમરમાં કરિશ્માએ ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો હતો. ત્યાર પછી તેણે ક્યારેય પાછળ વળીને નથી જોયું અને તે 90ના દાયકાની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંથી એક બની ગઈ હતી.

કરિશ્માએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘પ્રેમ કૈદી’થી કરી હતી. તેણે પોતાની કારકિર્દીમાં ‘રાજા બાબુ’, ‘રાજા હિન્દુસ્તાની’, ‘દિલ તો પાગલ હૈ’ અને ‘કુલી નંબર 1’ જેવી ઘણી યાદગાર અને સફળ ફિલ્મોમાં કામ કર્યું. જોકે એક વખત તેણે દિગ્ગ્ઝ અભિનેત્રી માધુરી દીક્ષિત અને દિગ્ગ્ઝ અભિનેતા અજય દેવગણ સાથે કામ કરવાની મનાઈ કરી હતી.

જણાવી દઈએ કે કારકિર્દીની શરૂઆતના દિવસોમાં કરિશ્માનું નામ અજય દેવગણ સાથે જોડાયું હતું. બંનેનું અફેર ચર્ચામાં રહ્યું હતું, જો કે પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. સાથે જ બંને કલાકારોએ ઘણી ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું હતું, જો કે એક વખત અજય સાથેની કરિશ્માએ એક ફિલ્મ ઠુકરાવી દીધી હતી.

અજય દેવગણ, કરિશ્મા કપૂર અને માધુરી દીક્ષિત જેવા ત્રણ મોટા કલાકારોને લઈને દીપક શિવદાસાની ‘યે રાસ્તે હૈ પ્યાર કે’ નામની ફિલ્મ બનાવવા ઈચ્છતા હતા. તેમાં અજયે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. ફિલ્મ માટે બે અભિનેત્રીઓ કરિશ્મા અને માધુરીને ફાઈનલ કરવામાં આવી હતી.

જણાવવામાં અવયું કે કરિશ્મા કપૂર માધુરી સાથે કામ કરવાના મૂડમાં ન હતી. આ કારણે તેણે ફિલ્મમાં કામ કરવાની મનાઈ કરી. બીજી તરફ દીપકે પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કરિશ્માને તેના લગ્ન માટે તૈયારીઓ કરવી હતી, જેના કારણે તેણે પોતાની જાતને ફિલ્મથી દૂર કરી લીધી હતી.

પછી પ્રીતિ ઝિન્ટાને કરવામાં આવી કાસ્ટ: દીપકે એક ઈન્ટરવ્યુમાં એ પણ કહ્યું હતું કે, “ફિલ્મ માટે મેં કરિશ્માનો સંપર્ક કર્યો હતો. પહેલા તો તેણે ફિલ્મ માટે હા પાડી પરંતુ પછી તેમણે મનાઈ કરી. તેમણે કહ્યું હતું કે હું લગ્ન કરવા ઈચ્છું છું, એમ કહીને તેમણે આ ફિલ્મ કરવાની મનાઈ કરી. પછી પ્રીતિ ઝિન્ટાએ તેનું સ્થાન લીધું.”

જણાવી દઈએ કે ફિલ્મ ‘યે રાસ્તે હૈં પ્યાર કે’ વર્ષ 2001માં રિલીઝ થઈ હતી જ્યારે કરિશ્મા વર્ષ 2003માં લગ્નના બંધનમાં બંધાઈ હતી. તેમને દિલ્હીના બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા, જોકે વર્ષ 2016 માં છૂટાછેડા સાથે તેમના લગ્ન તૂટી ગયા હતા. બંનેને બે બાળકો છે. પુત્રીનું નામ સમાયરા કપૂર અને પુત્રનું નામ કિયાન રાજ કપૂર છે.